તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એપલ પ્રોડક્ટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ:આઈફોન 12ની ખરીદી ₹12,901માં કરી શકાશે, વિદ્યાર્થીઓ માટે ફ્રી એરપોડ્સની ઓફર

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એન્યુઅલ એજ્યુકેશન ઓફર હેઠળ વિદ્યાર્થીઓને એરપોડ્સ ફ્રીમાં મળશે
  • આઈફોન 12 પ્રો પર ફ્લિપકાર્ટ 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપે છે

એપલ તેની લેટેસ્ટ આઈફોન 13 સિરીઝ આજે રાતે લોન્ચ કરશે. આઈફોન 12 સિરીઝને ઘણો આવકારો મળ્યો છે. નવી સિરીઝનાં લોન્ચિંગ પહેલાં આઈફોન 12ની ખરીદી ફ્લિપકાર્ટ પરથી ડિસ્કાઉન્ટ સાથે કરી શકાય છે. આઈફોન 12ના બેઝિક વેરિઅન્ટની ખરીદી ફ્લિપકાર્ટ પરથી 59,999 રૂપિયામાં કરી શકાય છે. એપલ ભારતીય વિદ્યાર્થીઓ માટે મેક અને આઈપેડ પર પણ શાનદાર ઓફર આપી રહી છે. આવો જાણીએ આ તમામ ઓફર્સ વિશે...

આઈફોન 12 સિરીઝ પર ફ્લિપકાર્ટનું ડિસ્કાઉન્ટ
આઈફોન 12 મિની

આ મોડેલની ખરીદી 59,999 રૂપિયામાં ખરીદી શકાય છે. તેની લોન્ચિંગ પ્રાઈઝ 69,990 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પરથી ફોનની ખરીદી 9901 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે કરી શકાશે. આ સાથે ફોન પર એક્સચેન્જ ઓફર પણ અવેલેબલ છે.

આઈફોન 12 મિનીનાં સ્પેસિફિકેશન

  • ​​​​​​​તેમાં 5.4 ઈંચ સુપર રેટિના XDR ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2340x1080 પિક્સલ છે. તેમાં આઈફોન 12ની જેમ A14 બાયોપિક ચિપ આપવામાં આવી છે, જે 5G સપોર્ટની સાથે આવે છે. તેમાં પણ 12MPનો ડ્યુઅલ રિઅર કેમેરા અને 12MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આઈફોન 12 અને 12 મિનિની ડિસ્પ્લે સિવાય બંનેના ફીચર્સ લગભગ એક સમાન છે.

આઈફોન 12 (64GB)
આ ફોનની લોન્ચિંગ કિંમત 79,990 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પર ફોનની ખરીદી 12,901 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 66,999 રૂપિયામાં કરી શકાશે. એપલની ઓફિશિયલ વેબસાઈટ પર આ ફોન લોન્ચિંગ પ્રાઈઝમાં જ મળી રહ્યો છે.

આઈફોન 12 (128GB)
આ મોડેલ ફ્લિપકાર્ટ પર 71,999 રૂપિયામાં અવેલેબલ છે. તેની લોન્ચિંગ પ્રાઈઝ 84,900 રૂપિયા છે. ફ્લિપકાર્ટ પરથી આ ફોનની ખરીદી કરવા પર 12,901 રૂપિયાનો ફાયદો થશે. કંપની આ મોડેલ પર 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપશે. આઈફોન 12નાં 256GB વેરિઅન્ટની ખરીદી 12,901 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે 81,999 રૂપિયામાં કરી શકાશે.

આઈફોન 12નાં સ્પેસિફિકેશન

  • તેમાં 6.1 ઈંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. સ્ક્રીન સેફ્ટી માટે તેના પર કોર્નિંગની નવી સિરામિક શિલ્ડ આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2532x1170 પિક્સલ છે.
  • આ આઈફોન 5G કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. તેના માટે કંપનીએ તેના iOSને પણ ઓપ્ટિમાઈઝ કરી છે. ફોનમાં A14 બાયોનિક ચિપ આપવામાં આવી છે. કંપનીએ તાજેતરમાં જ આ ચિપનો ઉપયોગ આઈપેડ એરમાં પણ કર્યો છે.
  • ફોનમાં 12 MPનો ડ્યુઅલ રિઅર કેમેરા આપવામાં આવ્યો છે. તેના એક વાઈડ લેન્સ અને બીજો અલ્ટ્રા વાઈડ લેન્સ છે. અલ્ટ્રા વાઈડ લેન્સ 120 ડિગ્રી સુધી એરિયા કવર કરે છે. આઈફોન 11ની તુલનામાં તેની લૉ લાઈટ ફોટોગ્રાફી ક્વૉલિટીને 27% સુધી સુધારવામાં આવી છે. તેમાં નવા સ્માર્ટ HDR 3 કેમેરા ફીચર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે 12MPનો ફ્રન્ટ કેમેરા મળશે. તે 15 વૉટનું વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

આઈફોન 12 પ્રો
​​​​​​​
ફ્લિપકાર્ટ પરથી આ ફોનનાં 128GB વેરિઅન્ટની ખરીદી 1,15,900 રૂપિયામાં કરી શકાશે. તેની લોન્ચિંગ કિંમત 1,19,900 રૂપિયા છે. કંપની 15,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ આપી રહી છે.​​​​​​​

આઈફોન 12 પ્રોનાં સ્પેસિફિકેશનતેમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 2532x1170 પિક્સલ છે. તેમાં A14 બાયોનિક ચિપ પણ આપવામાં આવી છે, જે 5G સપોર્ટ સાથે આવે છે. ફોનમાં 12MPનો ટ્રિપલ રિઅર કેમેરા છે, જેમાં બે વાઇડ એંગલ સેન્સર અને ટેલિફોટો સેન્સર છે. સેલ્ફી માટે 12MPનો ફ્રન્ટ કેમેરા છે. કંપનીનું કહેવું છે કે, ફોનની બેટરીથી 17 કલાકનો વીડિયો કોલિંગ, 11 કલાકનું વીડિયો સ્ટ્રીમિંગ, 65 કલાક મ્યૂઝિક સાંભળે છે. 20 વૉટ એડોપ્ટરથી આ 30 મિનિટમાં 50% સુધી ચાર્જ થઈ જાય છે. આ ફોન સિલ્વર, ગ્રેફાઇટ, ગોલ્ડ અને પેસિફિક બ્લુ કલરના વેરિઅન્ટમાં ખરીદી શકાશે.

ભારતીય સ્ટુડન્ટ્સ માટે એપલની ખાસ ઓફર

ટેક જાયન્ટ એપલ ઓનલાઈન સ્ટોર પર એન્યુઅલ એજ્યુકેશન ઓફર આપી રહી છે. આ ઓફર હેઠળ કોલેજ અને યુનિવર્સિટીમાં ભણતા એલિજિબલ વિદ્યાર્થીઓ મેક અથવા આઈપેડની ખરીદી કરી શકશે. બેક ટુ સ્કૂલ ઓફર હેઠળ એપલ વિદ્યાર્થીઓને ફ્રી ગિફ્ટ્સ પણ આપશે. એપલના ઓનલાઈન સ્ટોર પરથી ભારતમાં સ્કૂલ જનારા વિદ્યાર્થીઓ, તેમના માતાપિતા અને રજિસ્ટર્ડ સંસ્થાના શિક્ષકો લાભ ઉઠાવી શકે છે. આ ઓફરમાં અરપોડ્સ ફ્રીમાં આપવામાં આવશે.

ફ્રી એરપોડ્સ અપગ્રેડ કરી શકાશે
આ ઓફર હેઠળ જો વિદ્યાર્થીઓએ આઈપેડ પ્રો, આઈપેડ એર, મેકબુક, મેકબુક પ્રો, આઈમેક, મેક પ્રો અને મેક મિની ખરીદે છે તો તેમને એરપોડ્સ ફ્રીમાં મળશે. આ વાયર્ડ ચાર્જિંગવાળું એરપોડ મોડેલ છે. જો વિદ્યાર્થી હાયર વર્ઝન મોડેલ લેવા માગે તો વાયરલેસ ચાર્જિંગ મોડેલ માટે 4000 રૂપિયા અને અરપોડ પ્રો માટે 10,000 રૂપિયા આપવા પડશે. એરપોડ્સની કિંમત14,999 રૂપિયા, વાયરલેસ એરપોડ્સની કિંમત 18,900 રૂપિયા અને એરપોડ્સની કિંમત 24,900 રૂપિયા છે.

આ રીતે ફાયદો મેળવો
એપલની પ્રોડક્ટ પર ડિસ્કાઉન્ટ માટે વિદ્યાર્થીઓએ કંપનીને જણાવાનું રહેશે કે તેઓ દેશની રજિસ્ટર સ્કૂલ અથવા ઓર્ગેનાઈઝેશનના વિદ્યાર્થી છે. જ્યારે વિદ્યાર્થી UNiDAYSનાં માધ્યમથી ઓફર માટે અરજી કરશે તો તેમણે પોતાની ડિટેલ સબમિટ કરવી પડશે. આઈડી, નંબર અને સ્કૂલના એડ્રેસ સહિતની વિગતો આપવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...