ટચસ્ક્રીનમાં સમસ્યાનો અનુભવ કરનારા આઈફોન 11 યુઝર્સને હવે એપલ ફ્રી સ્ક્રીન રિપ્લેસમેન્ટ આપી શકે છે. કંપનીએ સ્વીકાર કર્યો છે કે, કેટલાક આઈફોન 11ની સ્ક્રીન ડિસ્પ્લે મોડ્યુલમાં ખામીને કારણે ટચ સ્ક્રીન ખરાબ થઈ રહી છે.
એપલે જણાવ્યું કે, નવેમ્બર 2019થી મે 2020 સુધીના આઈફોન 11 મોડ્યુલ, ટચ સ્ક્રીનમાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેથી કંપની યોગ્યતા ધરાવતા ગ્રાહકોને ફ્રીમાં સર્વિસ આપશે. કંપનીએ પોતાની વેબસાઈટ પર એક સપોર્ટ પેજ પણ તૈયાર કર્યું છે, જેમાં ગ્રાહક એ જાણી શકે કે તેઓ આ સર્વિસ માટે એલિજિબલ છે કે નહિ.
સુવિધા માટે કંપનીએ ડેડિકેટેડ પેજ બનાવ્યું
એપલે ટચ ઈશ્યુ માટે આઈફન 11 ડિસ્પ્લે મોડ્યુલ રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ રજૂ કર્યો છે, જે આઈફોન 11 યુઝર્સને ફ્રી સેવા આપશે.
નવેમ્બર 2019 અને મે 2020 વચ્ચેના આઈફોન 11 મોડેલ પર આ સમસ્યાથી પ્રભાવિત થઈ શકે છે. જો તમે ટચ સ્ક્રીન ઈશ્યુનો સામનો કરી રહ્યા છો તો એપલ સપોર્ટ પેજ પર જઈ ફોનનો સિરિયલ નંબર સબમિટ કરવાનો રહેશે.
આ રીતે એલિજિબિલિટી ચેક કરો
તમારા આઈફોનનો સિરિયલ નંબર શોધવા માટે Settings > General > About પર જાઓ. આ પ્રોગ્રામ માત્ર આઈફોન 11 યુઝર્સ માટે છે, જે નવેમ્બર 2019 અને મે 2020 વચ્ચેના આઈફોન 11 મોડેલ માટે છે. તમારે એપલ ઓથોરાઈઝ્ડ સર્વિસ પ્રોવાઈડર શોધવો પડશે અથવા એપલ રિટેલ સ્ટોર પર અપોઈન્ટમેન્ટ લેવાની રહેશે અથવા એપલ રિપેર સેન્ટરનાં માધ્યમથી મેલ ઈન સર્વિસ માટે સંપર્ક કરવાનો રહેશે.
આઈફોન રિપેરમાં આપતા પહેલાં આ વાતોનું ધ્યાન રાખો
કંપનીના જણાવ્યા અનુસાર, ટચસ્ક્રીન ઈશ્યુ માટે આઈફોન રિપેરમાં લેતા પહેલાં તમે ડેટા બેકઅપ લઈ લો. જો તમારી ડિસ્પ્લે ક્રેક થઈ છે, તો તમારે તેને રિપેર કરાવી પડશે.
કંપનીનું કહેવું છે કે આ રિપેર પ્રોગ્રામને એપલ, ખરીદીના ઓરિજિનલ ક્ષેત્ર સુધી સીમિત રાખી શકે છે અને આ પ્રોગ્રામ આઈફોન 11નું સ્ટાન્ડર્ડ વોરન્ટી કવરેજ નહિ લે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.