ટેક ન્યુઝ:iPhone યૂઝર્સ માટે iOS 15.5 અપડેટ જાહેર, જાણો શું આવશે નવા ફેરફાર?

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

એપલ (Apple) યુઝર્સ માટે વર્ષની સૌથી મોટી ઈવેન્ટ WWDC ઈવેન્ટમાં ઓપરેટિંગ સિસ્ટમનું આગામી iOS 16 અપડેટ રિલીઝ કરશે. જોકે, એવું લાગે છે કે iPhone ઉત્પાદકે હજુ સુધી iOS 15 ને સંપૂર્ણપણે રોલઆઉટ કર્યું નથી. કંપની હજુ પણ આ અપડેટ પર કામ કરી રહી છે. એપલે તાજેતરમાં જ તમામ iPhone યુઝર્સ માટે iOS 15.5 રોલઆઉટ કર્યું છે. જોકે, આ અપડેટ કોઈ મોટા અપગ્રેડ લાવ્યું નથી, પરંતુ આ અપડેટમાં કેટલીક એપ્સમાં નવા ફીચર્સ ઉમેર્યા છે. નવીનતમ iOS અપડેટ લગભગ 673 MBનું છે. iOS 15.5 અપડેટ કર્યા બાદ આ ખાસ સુવિધાઓ iPhoneમાં મળશે.

EU Messagestrong>trong>

હોમ એપ
હોમ એપ્લિકેશન હવે યુઝર્સને જરૂરી એલર્ટ નોટિફિકેશન્સ વિશે જણાવશે. જો તમારો iPhone DND મોડ અથવા સાયલન્ટ મોડ પર છે તો પણ એલર્ટ નોટિફિકેશન સાઉન્ડ આપશે. આ સુવિધા ફક્ત આપાતકાલીન સ્થિતિ માટે હશે, જેમકે સ્મોક એલાર્મ ચાલુ થઈ જાય છે.

યુનિવર્સલ કન્ટ્રોલ
iPadOS 15.5
માં યુનિવર્સલ કન્ટ્રોલ હવે બીટા વર્ઝનમાં નથી. આનો અર્થ એવો થાય છે કે, હવે તે સંપૂર્ણપણે સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી છે અને બગ્સને ઠીક કરવામાં આવ્યા છે.

iOS 15.5ને અપડેટ કરવા માટે આ સરળ પગલાં અનુસરો
સ્ટેપ-1: પહેલું પગલું Icloud અથવા તમારા કમ્પ્યુટરનો ઉપયોગ કરીને iPhoneનું બેકઅપ લેવાનું છે.
સ્ટેપ-2: તમારા ડિવાઇસને ચાર્જ કરો અને વાઈફાઈ સાથે કનેક્ટ કરો.
સ્ટેપ-3: સૅટિંગ્ઝમાં જનરલમાં જાઓ અને ત્યારબાદ સોફ્ટવેર અપડેટ પર ટેપ કરો.
સ્ટેપ-4: જો તમને બે સોફ્ટવેર અપડેટ વિકલ્પો ઉપલબ્ધ દેખાય છે, તો તમે ઇન્સ્ટોલ કરવા માંગો છો તે વિકલ્પ પસંદ કરો.