તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ટેલનું મિની લેપટોપ:એડવાન્સ પ્રોસેસર સાથે NUC M15 લોન્ચ, જાન્યુઆરી 2021માં શરૂ થશે વેચાણ

5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ટેલ NUC ગેમિંગ માટે મિની ડેસ્કટોપ પણ તૈયાર કરી રહી છે
  • NUC M15 15.6 ઈંચનું લેપટોપ છે, તેનું વજન 1.7 કિલોગ્રામનું છે

ઈન્ટેલના મિની કમ્પ્યૂટર ડેવલપ કરનાર સિરીઝ NUCએ હવે M15 લેપટોપ કિટ લોન્ચ કરી છે. તે કોમ્પેક્ટ ટાઈપ લેપટોપ છે. ખાસ વાત એ છે કે લેપટોપ i5 અને i7 પ્રોસેસરથી સજ્જ છે. તે ડેલ અને hpના મિની લેપટોપ જેવો લુક ધરાવે છે. NUC ગેમિંગ માટે મિની ડેસ્કટોપ તૈયાર કરી રહી છે.

NUC M15નું કોડનેમ બિશપ કન્ટ્રી છે, જે ક્સ્ટમાઈઝ્ડ યુનિટ સાથે અલગ અલગ સ્ટોરેજ ઓપ્શનમાં મળશે. ઈન્ટેલ NUC લાઈન પ્રોડક્ટ ડાયરેક્ટ ગ્રાહકોને નહિ વેચે, બલકે પાર્ટનર તેમના નામ સાથે વેચે છે.

ઈન્ટેલ NUC M15નાં સ્પેસિફિકેશન

  • આ લેપટોપ 15.6 ઈંચનું છે. તેનું વજન 1.7 કિલોગ્રામ છે. તેમાં એલ્યુમિનિયમ ચેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે 14.9mm પાતળો છે. તેનાં શેડો ગ્રે અને બ્લેક કલર વેરિઅન્ટ ઉપલબ્ધ છે. તે નવા 10nm 11th જનરેશન ટાઈગર લેક પ્રોસેસરથી સજ્જ છે. તે 2 પ્રોસેસર ઓપ્શન કોર i5-1135G7 અને કોર i7-1165G7 ક્વાડ કોરમાં ખરીદી શકાશે. તેમાં ઈન્ટેલનાં નવાં આઈરિસ Xe ઈન્ટિગ્રેટેડ ગ્રાફિક્સ મળે છે.
  • ઈન્ટેલનો દાવો છે કે, જે બેટરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે સિંગલ ચાર્જમાં 16 કલાકનું બેકઅપ આપશે. લેપટોપ ફાસ્ટ ચાર્જિંગ પણ સપોર્ટ કરે છે. 30 મિનિટના ચાર્જિંગથી તે 4 કલાકનું બેકઅપ આપે છે. તે વાઈફાઈ 6 સપોર્ટ કરે છે. ઈન્ટેલનું કહેવું છે કે, આ લેપટોપને પ્રોજેક્ટ એથેના હેઠળ તૈયાર કરવામાં આવ્યા છે.

કિંમત અને ઉપલબ્ધતા
કંપનીના જણાવ્યાનુસાર, જાન્યુઆરી 2021થી તેનું વેચાણ શરુ થશે. તે અલગ અલગ કોન્ફિગ્રેશનમાં ઉપલબ્ધ થશે, જેથી પ્રાઈસ ટેગ પણ અલગ હશે. તેની કિંમત 999 ડોલર (આશરે 74,000 રૂપિયા)થી લઈને 1499 ડોલર (આશરે 1,04,000 રૂપિયા) સુધી હશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો