ટેક ન્યૂઝ:ઈન્સ્ટાગ્રામ હવે વીડિયો પોસ્ટને રીલ્સ તરીકે ધ્યાનમાં લેશે, બે નવા ફિચર્સ પણ કર્યા રોલઆઉટ

25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટાગ્રામે રીલ્સને લગતાં ઘણાં નવા ફીચર્સની જાહેરાત કરી છે, જેમ કે 15 મિનિટથી ટૂંકા વીડિયોઝને રીલ્સ તરીકે શેર કરી શકાય છે, ફોટાને રીમિક્સ કરી શકાય છે અને રીલ્સ તરીકે શેર કરી શકાય છે અને તે સિવાય પણ ઘણાં ફિચર્સ ટેસ્ટિંગ હેઠળ ચાલી રહ્યા છે, ચાલો તેની ચર્ચા નીચે કરીએ.

રીમિક્સ ફોટાં તમને કોઈપણ પબ્લિકલી પોસ્ટ કરેલાં ફોટા સાથે તમારાં ફોટાને રીમિક્સ કરવાની મંજૂરી આપશે. તમે આ રિમિક્સ કરેલા ફોટાની રીલ્સ મ્યુઝિક, ફિલ્ટર્સ અને સ્ટીકરો ઉમેરવા. રીલ્સમાં તમે વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્પ્લિટ લે-આઉટ, ગ્રીન સ્ક્રીન અથવા નવું પિક્ચર-ઈન-પિક્ચર લેઆઉટ પણ પસંદ કરી શકો છો. આ ઉપરાંત તમે રીલ્સ વીડિયોનો ચોક્કસ ભાગ બતાવવા માટે રીમિક્સમાં ઉમેર્યા વિના તમારી ભૂતકાળની રીલ્સ વીડિયો પણ ક્લિપ ઉમેરી શકો છો.

આ રીમિક્સ ફીચર્સની સાથે-સાથે તમારો સમય બચાવવા માટે રીલ્સ સેગ્મેન્ટમાં બે નવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે, જેમ કે ડ્યુઅલ કેમેરા કેપ્ચર અને એક નવું ટેમ્પલેટ્સ ફીચર. ડ્યુઅલ કેમેરા કેપ્ચર ફીચર્સથી તમે ફ્રન્ટ અને રિયર કેમેરાથી વીડિયો કેપ્ચર કરી શકો છો, જેનો અર્થ છે કે તમે એક જ સમયે તમારી પ્રતિક્રિયા અને વાસ્તવિક વીડિયો રેકોર્ડ કરી શકો છો.

ઈન્સ્ટાગ્રામ હવે વીડિયો પોસ્ટને રીલ્સ તરીકે ધ્યાનમાં લેશે. આ વીડિયોનો સમયગાળો 15 મિનિટથી ઓછો હશે, તેથી જો તમે કોઈ વીડિયો પોસ્ટ કરવા માગતા હોવ તો તે 15 મિનિટથી વધુનો હોવો જોઈએ. આ ઉપરાંત મેટા-માલિકીનું પ્લેટફોર્મ તમારાં રીલ્સ વીડિયોને થોડું બૂસ્ટ પણ આપશે, પરંતુ તે ફક્ત 90 સેકંડથી ઓછા ટાઈમની હોવી જોઈએ અને પ્રાઈવેટ એકાઉન્ટ્સ પહેલાની જેમ જ રહેશે. ઈન્સ્ટાગ્રામ આવતાં અઠવાડિયામાં આ બધી સુવિધાઓ રોલ આઉટ કરશે.