ટેક ન્યુઝ:ઈન્સ્ટાગ્રામ ગુમ થતાં બાળકોને શોધવા 'Amber Alerts' ફીચર લોન્ચ કરશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટાગ્રામ પોતાની એપ્લિકેશનને યુઝર ફ્રેન્ડલી બનાવવા માટે સમયે-સમયે એપમાં અમુક નવા ફેરફારો લાવ્યા રાખે છે, જેથી યુઝર્સ તેમની સાથે જોડાયેલાં રહે. હાલ થોડાં સમય પહેલાં જ કલર, આઇકોન અને ફોન્ટ્સમાં અપડેટ લાવ્યા બાદ આ એપમાં એક નવું ફીચર અપડેટ થવાના અહેવાલો જાણવા મળી રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં 'Amber Alerts' ફીચર લોન્ચ કરશે તેવી ચર્ચાઓ થઈ રહી છે. ચાલો આ અંગે વધુ માહિતી મેળવીએ.

ગુમ થયેલ બાળકોને શોધવાના પ્રયાસમાં ઈન્સ્ટાગ્રામ તેની એપ્લિકેશનમાં 'Amber Alerts' ફીચર ઉમેરશે. આ પહેલી વાર છે જ્યારે એપ્લિકેશન કોઈ બાળક ગુમ થાય ત્યારે વિશ્વભરના અધિકારીઓને એલર્ટ મોકલશે.ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાએ વર્ષ 2015માં ફેસબુકમાં આ ફીચર એડ કરી લીધું છે અને તેનું કહેવું છે કે, આ ફીચરના ઉપયોગથી તે ગુમ થયેલા બાળકોને શોધવામાં સફળ રહી છે.

આ ફીચર Instagram પર વધુ મદદરૂપ થઈ શકે છે. આ એલર્ટ ઈન્સ્ટાગ્રામ ફીડની અંદર સામાન્ય રીતે દર્શાવવામાં આવશે અને ગુમ થયેલ બાળકનો ફોટો, તેનું વર્ણન, અપહરણનું સ્થાન અને અન્ય કોઈપણ મહત્વપૂર્ણ માહિતી જેવી માહિતી દર્શાવશે. આ એલર્ટ મેસેજ તમે તમારા મિત્રો સાથે પણ શેર કરી શકશો. તે સંભવિત છે કે, યુઝર્સ ભાગ્યે જ ફોટોસ જોશે.ઈન્સ્ટાગ્રામે જણાવ્યું હતું કે, કંપની લોકોની પ્રોફાઇલમાં શહેર, તેમના IP એડ્રેસ અને ફોનમાંથી લોકેશન સેવાઓ સહિત સિગ્નલનો ઉપયોગ કરીને આ કામ કરશે.

તેનો અર્થ એ કે, જ્યારે તે તમારા આસપાસના વિસ્તાર સાથે સંબંધિત હોય ત્યારે જ દેખાશે. કંપનીએ તેની જાહેરાતમાં જણાવ્યું હતું કે, 'જો તમને એકપણ એલર્ટ મળે છે, તો તેનો અર્થ એ છે કે નજીકમાં ગુમ થયેલ બાળક માટે શોધ ચાલી રહી છે,' આ ટૂલ આજથી લોન્ચ થશે. આગામી બે અઠવાડિયામાં, તે UK અને US સહિત 25 દેશોમાં ઉપલબ્ધ થવું જોઈએ, Meta એ તેનાથી આગળના વધુ દેશોમાં તેને લાવવા માટે પ્રતિબદ્ધ છે. તેની જાહેરાતમાં મેટાએ સંખ્યાબંધ કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું જ્યાં તેણે કહ્યું કે ફેસબુક પરની ચેતવણીઓએ ગુમ થયેલા બાળકોને શોધવામાં મદદ કરી છે. વર્ષ 2016માં દાખલા તરીકે, કેટલિન બ્રાઉને લંચ બ્રેક દરમિયાન તેના ન્યૂઝ ફીડ પર તેની તસવીર જોયા પછી ચાર વર્ષની છોકરીને બચાવવામાં મદદ કરી હતી.