ટેક ન્યૂઝ:ઈન્સ્ટાગ્રામ રિપોસ્ટિંગને વધુ સરળ બનાવવા માટે ટ્વિટરના ‘રીટ્વીટ’ જેવી સુવિધા લાવશે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટાગ્રામના યુઝર્સને હાલમાં માત્ર તેમની સ્ટોરી સાથે પોસ્ટ અથવા વીડિયો શેર કરવાનો વિકલ્પ મળે છે, જે 24 કલાક પછી આપમેળે ગાયબ થઈ જાય છે. નવા ‘resposts’ ફીચર સાથે યૂઝર્સ પોતાની પ્રોફાઇલ પર જૂની પોસ્ટ ફરી શેર કરી શકશે. સોશિયલ મીડિયા એનાલિસ્ટે ટ્વિટમાં આ ફીચર વિશે માહિતી આપી છે અને કહ્યું છે કે ઘણી પ્રોફાઇલ્સમાં એક નવું 'રિપોસ્ટ' ટેબ આવી રહ્યું છે, જેમાં યૂઝર દ્વારા ફરીથી પોસ્ટ કરવામાં આવેલા ફોટા કે વીડિયો જોવા મળશે.

મેટાની માલિકીનું ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં ફીડ માટે ‘resposts’ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરશે, જે મેટાના પોતાના ફેસબુક તથા ટ્વિટર જેવા પ્લેટફોર્મમાં હોવા છતાં શરૂઆતથી જ ઇન્સ્ટાગ્રામમાંથી ગુમ છે. આ ફીચરને સૌથી પહેલા સોશિયલ મીડિયા કન્સલ્ટન્ટ મેટ નાવરરા (Matt Navarra) દ્વારા જોવામાં આવ્યું હતું, જેમણે એડમ મોસેરીની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો, જેમાં ટ્વિટરના ‘રીટ્વીટ’ જેવા જ આઇકોન સાથે રિપોસ્ટ ટેબ બતાવવામાં આવ્યું હતું.

પાછળથી એક રિવર્સ એન્જિનિયર, એલેસાન્ડ્રો પાલુઝીએ ‘resposts’ ફીચર ટેસ્ટ માટે સ્પ્લેશ સ્ક્રીન લાગે છે, તેનો એક સ્નિપેટ શેર કર્યો હતો, જેમાં ફીચરમાં નવું શું છે? તે જણાવવામાં આવ્યું હતું. જો તમે ‘resposts’ ફીચરનો ઉપયોગ કરીને તમારી ફીડ પર ફરીથી કોઈ પોસ્ટ અથવા રીલ પોસ્ટ કરો છો, તો તે તમારા ફોલોઅર્સને એક અલગ ‘રિપોસ્ટ્સ’ ફીડમાં દેખાશે અને આ ફરીથી શેર કરેલી પોસ્ટ્સ પર આવતી કોમેન્ટ્સ તમને મેસેજ તરીકે મળશે.

ઈન્સ્ટાગ્રામ માટે કોઈ પોસ્ટને ફરીથી શેર કરવી એ સંપૂર્ણપણે નવી વાત નથી. પોસ્ટ, સ્ટોરી કે રીલને ફરીથી શેર કરવાની સુવિધા ઘણા સમયથી છે, પરંતુ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કર્યા વગર કોઈપણ વ્યક્તિ પોતાના ફીડ પર કોઈ પોસ્ટને ફરીથી શેર કરી શકતી નથી, તેમાં પોતાનું જોખમ સામેલ હોય છે. ટિકટોકમાં પણ વીડિયોને ફરીથી બનાવવાની સુવિધા છે ત્યારે ઇન્સ્ટાગ્રામ માટે આ સુવિધા લાવવાનો સમય આવી ગયો હોય એવું લાગે છે.

નવો ‘resposts’ વિકલ્પ શેર મેનુમાં ઉપલબ્ધ થશે
યુઝર્સને શેર મેનૂમાં તેમની પ્રોફાઇલ પર પોસ્ટ શેર કરવાનો વિકલ્પ આપવામાં આવશે. આ સિવાય, કોઈ પોસ્ટને ફરીથી શેર કરતી વખતે યુઝર્સ તેના પર પોતાનું કેપ્શન અથવા પ્રતિક્રિયા પણ લખી શકશે, જેમ કે હાલમાં ટ્વિટર પર ‘ક્વોટ’ ટ્વીટ સુવિધા સાથે ઉપલબ્ધ છે. જો કે આ ફીચરની હજુ સુધી પુષ્ટિ થઇ નથી.

ઈન્સ્ટાગ્રામ શોપિંગ ફીચરને પાછુ ખેંચી શકે
એવું પણ બહાર આવ્યું છે કે, ઇન્સ્ટાગ્રામ તેના ઘણા શોપિંગ ફીચર્સને પાછું ખેંચી રહ્યું છે, સીધી જાહેરાત દ્વારા ઇ-કોમર્સ વધારવા માટે તેનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઈન્સ્ટાગ્રામથી પ્રોડક્ટ ખરીદવાને બદલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈચ્છે છે કે, યૂઝર્સ એપ પર દર્શાવવામાં આવેલી જાહેરાતો જોઈને પ્રોડક્ટ ખરીદે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ફેરફાર અંગે ઇન્સ્ટાગ્રામના ઇન્ટરનલ સ્ટાફને પણ જાણકારી આપવામાં આવી છે.