ઇન્સ્ટાગ્રામનાં નવા સેફ્ટી ફીચર્સ:ટીનેજર્સને સેફ કરવા કંપનીની નવી પહેલ, ટૂંક સમયમાં પ્લેટફોર્મ પર આ ખાસ ફીચર્સ મળશે

9 મહિનો પહેલા
  • ઇન્સ્ટાગ્રામ નાની ઉંમરના યુઝર્સને શોધવા માટે આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરશે

ઇન્સ્ટાગ્રામ હવે ટીનેજર્સની સેફ્ટીને ગંભીરતાથી લઇ રહ્યું છે. કંપની ટૂંક સમયમાં નાના બાળકો અને ટીનેજર્સની સેફ્ટીને ધ્યાનમાં રાખીને નવા ફીચર્સ લોન્ચ કરવાની છે.

કંપનીએ મંગળવારે નવી ટેક્નોલોજી રજૂ કરી. તેનો ઉદ્દેશ નાની ઉંમરનાં બાળકોને અકાઉન્ટ બનાવતા રોકવા અને પુખ્ત વયનાં યુઝર્સને અજાણ્યા યુવાન યુઝર્સનો કોન્ટેક્ટ કરતા રોકવાનો છે.

1. ઓછી ઉંમરના લોકો અકાઉન્ટ નહિ બનાવી શકે
ઇન્સ્ટાગ્રામ નાની ઉંમરના યુઝર્સને શોધવા માટે આર્ટફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નિકનો ઉપયોગ કરશે અને સાઈન-અપ દરમિયાન યુઝરની ઓછી ઉંમર તરત ખબર પડી જશે. ઘણા લોકો તેમની જન્મતારીખ સાચી કહે છે તો ઘણા ખોટું પણ બોલે છે. અમે આ બધું રોકવા માટે વધારે કામ કરવા ઇચ્છીએ છીએ, પરંતુ સાચી ઉંમર વેરિફાય કરવું અઘરું કામ છે. આ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે અમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અનેં મશીન લર્નિંગ ટેક્નિક ડેવલપ કરી રહ્યા છીએ. તેનાથી ટીનેજર્સને સુરક્ષિત રાખી શકાશે.

2. અજાણ્યા યુઝર્સ ટીનેજર્સનો કોન્ટેક્ટ કરી નહીં શકે
આ ઉપરાંત કંપની એક નવું ફીચર રજૂ કરશે જેમાં પુખ્ત વયનાં યુઝર્સ 18 વર્ષની ઓછી ઉંમરના જે યુઝર્સને ફોલો નથી કરતા તેમને મેસેજ નહીં મોકલી નહિ શકે. તેનાથી અનવોન્ટેડ કોન્ટેક્ટ રોકી શકાશે. આ ફીચર મશીન લર્નિંગ ટેક્નિક પર કામ કરશે. સાઈન-અપ દરમિયાન જ તેમની ઉંમર ખબર પડી જશે.

3. ટીનેજર્સને અલર્ટ મળશે
જે પુખ્ત વયનાં યુઝર્સ ટીનેજર્સ સાથે ખરાબ વ્યવહાર કરે છે, તેમના માટે ઇન્સ્ટાગ્રામ એક કડક પગલું ભરશે. કંપની આ બધા યુઝર્સના સજેસ્ટ લિસ્ટમાં ટીનેજરનાં અકાઉન્ટ દેખાડવાનું બંધ કરી દેશે. તેઓ યુઝર્સને અલર્ટ પણ કરશે, તેમાં પ્રાઇવેટ મેસેજ મોકલવા પર પણ પ્રતિબંધ આવી શકે છે. આ ટૂલનો ઉપયોગ કંપની યુઝરને અલર્ટ કરવા કરશે અને તેમને અજાણ્યા યુઝર્સને બ્લોક કરવા, રિપોર્ટ કરવા કે બૅન કરવાનો વિકલ્પ પણ આપશે.