ઈન્સ્ટાગ્રામની કડકાઈ:અભદ્ર ભાષાના ઉપયોગ પર હવે અકાઉન્ટ બ્લોક થશે, કંપનીએ દુનિયાભરમાં આવા પર્સનલ અકાઉન્ટને ટાર્ગેટ કરવાની શરૂઆત કરી

એક વર્ષ પહેલા

ઈન્સ્ટાગ્રામ પ્રાઈવેટ ડાયરેક્ટ મેસેજ (DMs)માટે હવે કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. કંપનીએ એ યુઝર્સને બ્લોક કરવાની શરૂઆત કરી છે, જે વારંવાર અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે. કંપનીએ જણાવ્યું કે કોઈ યુઝર્સ નિયમ તોડે છે તો તેનાં અકાઉન્ટમાંથી મેસેજ મોકલવાની સુવિધા બંધ કરવામાં આવશે.

ઈન્સ્ટાગ્રામે જણાવ્યું કે કોઈ યુઝર ખોટી ભાષાવાળો મેસેજ કરવાનું યથાવત રાખશે, તો તેનું અકાઉન્ટ બ્લોક કરવામાં આવશે. કંપની એવા અકાઉન્ટ્સ બ્લોક કરી રહી છે જેનો હેતુ માત્ર અન્ય યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવાનો છે. કંપનીએ દુનિયાભરમાં આવા પર્સનલ અકાઉન્ટને ટાર્ગેટ કરવાની શરૂઆત કરી છે.

ફૂટબોલર જોડે થયેલાં દુર્વ્યવહારને લીધે આ નિર્ણય લીધો
બ્રિટનમાં ફૂટબોલર સાથે થયેલા ઓનલાઈન દુર્વ્યવહાર પછી કંપનીએ નવી અપડેટ રિલીઝ કરી છે. કંપનીએ કહ્યું હતું કે અમે ઈન્સ્ટાગ્રામ પર આવું ચાલવા નહિ દઈએ. કંપનીએ જણાવ્યું કે, લોકો મેસેજમાં એ લોકોને ટેગ કરે છે જેમને તેઓ ઓળખતા પણ નથી. તેથી યુઝર્સ તેમને ટેગ કોણ કરી શકે છે તે પણ નક્કી કરી શકે છે.

ગત જુલાઈમાં પણ એક્શન લેવાયું હતું
ગત વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે ઈન્સ્ટાગ્રામ પર અભદ્ર ભાષાના 6.5 મિલિયન (65 લાખ) મેસેજ પર કાર્યવાહી કરી હતી. આ તમામ મેસેજ ડાયરેક્ટ મેસેજ હતા. કંપનીનું કહેવું છે કે ડાયરેક્ટ મેસેજનો ઉપયોગ કોઈ યુઝર માટે કરવામાં આવે છે. તેનાથી નફરત ફેલાવાનું જોખમ નથી રહેતું.

ઓક્ટોબરમાં ડાયરેક્ટ મેસેજ ફીચર લોન્ચ થયું હતું
ગત વર્ષે ઓક્ટોબરમાં ફેસબુકે ઈન્સ્ટાગ્રામ મેસેજને ફેસબુક મેસેન્જર પ્લેટફોર્મ પર લોન્ચ કર્યું હતું. તેની મદદથી યુઝર્સ મેસેન્જર એપનો પણ એક્સેસ કરી શકે છે. આ જ રીતે ઈન્સ્ટાગ્રામ ડાયરેક્ટ મેસેજના યુઝર પણ ફેસબુક મેસેન્જરથી મેસેજ કરી શકે છે.

ટ્વિટરે પણ યુઝર્સ પર બૅન લગાવ્યો હતો
તાજેતરમાં ટ્વિટર પણ આ પ્રકારની કાર્યવાહી કરતાં જોવા મળી રહ્યું છે. ટ્વિટર હિંસા ભડકાવતા અકાઉન્ટ્સ બ્લોક કરવાનું કામ કરી રહ્યું છે. પહેલાં પૂર્વ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ ટ્વિટરની મદદથી જ હિંસા ફેલાવી હતી. તો ભારતમાં ખેડૂત આંદોલન દરમિયાન પણ ઘણા એવા અકાઉન્ટ્સ બ્લોક કરવામાં આવ્યા છે જે હિંસા ફેલાવવામાં મદદ કરી રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...