અપકમિંગ ફીચર:ઈન્સ્ટાગ્રામે ક્લબહાઉલ જેવું ઓડિયો રુમ્સ ફીચરનું ટેસ્ટિંગ શરૂ કર્યું, અપકમિંગ ફીચરનો સ્ક્રીન શૉટ લીક થયો

5 મહિનો પહેલા
  • ક્લબહાઉસની જેમ ઈન્સ્ટાગ્રામના આ ફીચરમાં પણ ઓડિયો રૂમમાં એ જ લોકો સામેલ થઈ શકશે જેમને ઈન્વિટેશન મળ્યું હોય
  • યુઝર્સને તેમના ઓડિયો રુમ્સનું નામ એડિટ કરવાનો ઓપ્શન મળશે
  • હાલ આ ફીચર ટેસ્ટિંગ ફેઝમાં છે

લાઈવ ઓડિયો ચેટ એપ ક્લબહાઉસ એન્ડ્રોઈડ યુઝર્સ માટે લાઈવ થઈ છે. ક્લબહાઉસની પોપ્યુલારિટી જોઈને અન્ય સોશિયલ મીડિયા એપ્સ પણ તેનાં જેવું ફીચર લોન્ચ કરવાની તૈયારી દર્શાવી રહી છે. તેની હરોળમાં ફેસબુકની એપ ઈન્સ્ટાગ્રામ પણ લાઈવ ઓડિયો રૂમ્સ ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. આ ફીચરના ટેસ્ટિંગનો સ્ક્રીન શૉટ શેર થતાં હવે તેનાં લોન્ચિંગની ઘડીઓ ગણાઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામનાં ઓડિયો રુમ્સ ફીચર વિશે માર્ચ મહિનામાં ટેક ટિપ્સર એલેઝાન્ડ્રોએ સ્ક્રીન શૉટ શેર કર્યો હતો. ફીચરનાં ડેવલપમેન્ટ પ્રોગ્રેસ વિશે ફરી તેણે ટ્વિટર પર સ્ક્રીન શૉટ શેર કર્યો છે. તેમાં જોઈ શકાય છે કે ઓડિયો રુમ્સમાં યુઝર્સ ઈન્વાઈટ સેન્ડ કરી અન્ય યુઝર્સ સાથે કનેક્ટ થઈ શકે છે. ક્લબહાઉસની જેમ ઈન્સ્ટાગ્રામના આ ફીચરમાં પણ ઓડિયો રૂમમાં એ જ લોકો સામેલ થઈ શકશે જેમને ઈન્વિટેશન મળ્યું હોય. સાથે જ યુઝર્સને ઓડિયો રુમનું નામ એડિટ કરવાનો પણ ઓપ્શન મળશે.

ઈન્સ્ટાગ્રામનું UI પણ ક્લબહાઉસ જેવું જ જોવા મળી રહ્યું છે. તેમાં ટોપ પર માઈક્રોફોન આઈકોન જોવા મળી રહ્યો છે. તેનાથી યુઝર ઓડિયો મ્યુટ/અનમ્યુટ કરી શકશે. તેમાં એડ મેમ્બરનો ઓપ્શન પણ મળશે.

હજુ આ ફીચર પર કંપની ટેસ્ટિંગ કરી રહી છે. એલેઝાન્ડ્રોએ શેર કરેલા સ્ક્રીન શૉટ પરથી કહી શકાય કે કંપનીએ હજુ UI પર કામ કરવાની જરૂર છે. ટૂંક સમયમાં ઈન્સ્ટાગ્રામ તેના યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કરશે. આ ફીચર ઈન્સ્ટાગ્રામ યુઝર્સ માટે પોતાની ક્લબહાઉસ એપની જેમ કામ કરશે.

ફેસબુક પણ ક્લબહાઉસ જેવી એપ લોન્ચ કરશે
આ એપ પોપ્યુલર બની ગઈ કે તેવી જ એપ ફેસબુક પણ બનાવવા જઈ રહી છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, આ ઓડિયો બેઝ્ડ સોશિયલ નેટવર્ક ક્લબહાઉસ જેવું હશે. ક્લબહાઉસને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને રોબિનહુડના CEO વ્લાદ ટેનેવ દ્વારા તેનું નામ લેવાતા અચાનક તેના યુઝર્સની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે

ક્લબહાઉસ જેવું જ ટ્વિટરનું Spaces ફીચર

લાઈવ ઓડિયો કન્વર્ઝેશન માટે ટ્વિટરે ગયા વર્ષે Spaces ફીચર લોન્ચ કર્યું હતું. આ ફીચર પણ ક્લબહાઉસ એપ જેવું જ છે. આ ફીચરની મદદથી હોસ્ટ લાઈવ ઓડિયો ચેટ શરૂ કરી શકે છે અને સિલેક્ટેડ યુઝર્સ લાઈવ ચેટ રૂમમાં જોડાઈ શકે છે. આ ફીચરની મજાની વાત એ છે કે તેમાં હોસ્ટ સિવાયના યુઝર્સે લાઈવ ચેટમાં બોલવા માટે પરમિશન લેવી પડે છે. હોસ્ટ પરમિશન આપે તો જ અન્ય યુઝર્સ કન્વર્ઝેશનમાં જોડાઈ શકે છે. આ ફીચર iOS અને એન્ડ્રોઈડ બંને યુઝર્સ માટે અવેલેબલ છે. કોમ્પોઝ ટ્વીટમાં જઈને Spaces ફીચરનો ઉપયોગ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...