ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર:હવે યુઝર્સે ફની વીડિયો જોવા માટે ક્રિએટરને 'મની' આપવા પડશે, મહિનાનો ખર્ચ 370 રૂપિયા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 હજારથી વધારે ફોલોઅર્સ ધરાવતા ક્રિએટર્સ કમાણી કરી શકશે
  • પ્લાન લેનારા યુઝર્સ ક્રિએટર્સના લાઈવ સેક્શનમાં પોતાનો સવાલ હાઇલાઇટ કરી શકશે

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામની મજા હવે તમારા માટે મોંઘી સાબિત થઈ શકે છે. કંપનીએ 'Badges' ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી ક્રિએટર્સ તેમના ફેન પાસેથી કમાણી કરી શકશે. યુઝર તરીકે તમારે ક્રિએટર્સના કન્ટેન્ટ જોવા માટે હવે પૈસા આપવા પડશે. કંપની આ ફીચરનું ટેસ્ટિંગ ઘણા સમયથી કરી રહી હતી. હાલ એને અમેરિકાના સિલેક્ટેડ યુઝર્સ માટે લોન્ચ કરાયું છે.

આ ફીચરનો ઉપયોગ 18 વર્ષથી વધારે ઉંમરના યુઝર્સ કરી શકશે. આ ફીચરથી પૈસા કમાવવા માટે ક્રિએટર્સના 10 હજારથી વધારે ફોલોઅર્સ હોય એ જરૂરી છે. કંપની મે, 2020થી આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહી છે. ફાઈનલી હવે એને લોન્ચ કરાયું છે.

પૈસા આપો અને કન્ટેન્ટ જુઓ

આ ફીચરનો લાભ અમેરિકાના યુઝર્સને મળશે. કંપનીએ એના 3 મંથલી પ્લાન લોન્ચ કર્યા છે. એમાં 0.99 ડોલર (આશરે 74 રૂપિયા), 1.99 (આશરે 148 રૂપિયા) અને 4.99 ડોલર (આશરે 370 રૂપિયા)ના પ્લાન છે. લેવલ પ્રમાણે એમાં હાર્ટની સંખ્યા મળશે. કંપની ક્રિએટર્સને મળતા પૈસામાં કંપની પોતાનો કોઈ ભાગ નહિ લે. જોકે 2023 બાદ કંપની ક્રિએટર્સની રેવેન્યુ પર 30% લેશે.

Badges ખરીદવાના ફાયદા

ઈન્સ્ટાગ્રામના FAQ પેજ પ્રમાણે Badges ખરીદનારા યુઝર્સ ક્રિએટર્સના લાઈવ સેક્શનમાં પોતાનો સવાલ હાઈલાઈટ કરી શકે છે. ક્રિએટર્સ યુઝર્સના સવાલને એડિટ કે ડિલિટ નહિ કરી શકે. ક્રિએટર્સ લાઈવ સ્ટ્રીમ જોનારા યુઝર્સની કમેન્ટ પિન પણ કરી શકે છે.