ચેન્જ ઈન પોલિસી:ઈન્સ્ટાગ્રામને તમારાં અકાઉન્ટ પર શંકા જણાશે તો સરકારી આઈડી પ્રૂફ આપવું પડશે, નહીં તો અકાઉન્ટ બંધ થઈ જશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્સ્ટાગ્રામની નવી પોલિસી માત્ર શંકાસ્પદ અકાઉન્ટ પર લાગુ થશે
  • જો યુઝર્સ આઈડી નહીં બતાવે તો કંપની અકાઉન્ટ ડિસેબલ કરશે

ફેસબુકની માલિકીની એપ ઈન્સ્ટાગ્રામ હવે સુરક્ષાને લઈ વધારે કડક બની છે. કંપનીએ તેની પોલિસીમાં ફેરફાર કર્યો છે. હવે જો ઈન્સ્ટાગ્રામને કોઈ અકાઉન્ટ શંકાસ્પદ જણાશે તો તેનું અકાઉન્ટ બંધ કરશે. સોશિયલ મીડિયા પર શંકાસ્પદ ગતિવિધિઓને રોકવા માટે કંપનીએ આ નિર્ણય કર્યો છે.

કોને લાગુ પડશે આ પોલિસી?
આ નવી પોલિસી મોટા ભાગના યુઝર્સને લાગુ નહીં પડે. માત્ર શંકાસ્પદ ગતિવિધિઓ સાથે સંકળાયેલા બોટ્સ અને અકાઉન્ટ્સને જ લાગુ પડશે. કંપનીના જણાવ્યા અનુસાર યુઝર ફ્રેન્ડલી ન હોય અથવા એવા અકાઉન્ટ્સ જેના ફોલોઅર્સ તેના દેશ કરતાં વિદેશમાં વધારે હોય તેવા અકાઉન્ટ્સ પર કાર્યવાહી થઈ શકે છે. આવા અકાઉન્ટ્સ યુઝરે ઈન્સ્ટાગ્રામને સરકારી આઈડી પ્રૂફ આપવાનું રહેશે જો તેમ ન કર્યું તો કંપની તેમનું અકાઉન્ટ કાયમી બંધ કરી દેશે.

ફેસબુકે પણ આ પ્રકારની પોલિસી લાગુ કરી છે
ઈન્સ્ટાગ્રામની ઓનર કંપની ફેસબુકે પણ સોશિયલ મીડિયામાં શંકાસ્પદ ગતિવિધિઓ રોકવા માટે આ પ્રકારની પોલિસી બનાવી છે. તે અંતર્ગત યુઝરે પોપ્યુલર પેજ પ્રસ્થાપિત કરવા માટે કંપનીને પોતાની ઓળખ આપવાની હોય છે.

વર્ષ 2016માં ઈલેક્શન કેમ્પેઈન માટે ઈન્સ્ટાગ્રામ પ્રભાવી ટૂલ બન્યુ હતું
ઈન્સ્ટાગ્રામે ખાસ કરીને તેના પ્લેટફોર્મ પર અમેરિકામાં ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલિસી ચેન્જ કરી હોવાનું મનાય છે. એક રિપોર્ટ અનુસાર, વર્ષ 2016માં રશિયાની ચૂંટણીના હસ્તક્ષેપ પર સીનેટ ઈન્ટેલિજન્સ કમિટીના એક રિપોર્ટ અનુસાક ઈનસ્ટાગ્રામ IRA દ્વારા પોતાના ઈન્ફોર્મેશન ઓપરેશન કેમ્પેઈન સંચાલિત કરવા માટે ઉપયોગી સૌથી પ્રભાવશાળી ટૂલ બન્યું હતું.

અન્ય સમાચારો પણ છે...