ઈન્સ્ટાગ્રામે મહિનાઓ પહેલાં જાહેરાત કરી હતી કે, તે પ્લેટફોર્મ પર ઉંમરની ચકાસણી ફરજિયાત કરવા જઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હવે આખરે આ નિર્ણય પર કાર્ય કરી રહ્યું છે અને તે અંતર્ગત બધા યુઝર્સ માટે 'ડેટ ઑફ બર્થ' શેર કરવાનું ફરજિયાત છે. આ પ્લેટફોર્મનું લક્ષ્ય ૧૩ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું એક્સેસને પ્રતિબંધિત કરવાનું પણ છે. જો તમે ઈન્સ્ટાગ્રામ યુઝ કરવાનું ચાલુ રાખવા ઈચ્છો છો તો તમારે ઈન્સ્ટાગ્રામમાં તમારી 'ડેટ ઑફ બર્થ' શેર કરવી પડશે પછી ભલેને આ એકાઉન્ટ કોઈ વ્યવસાય અથવા પાલતુ પ્રાણી જેવી કોઈ વસ્તુ માટે હોય.એપ્લિકેશન પર આ નવી સૂચના એવા લોકો માટે છે, જેમણે પોતાની જાતને પ્રમાણિત કરી નથી.
આ અમને અમારા સમુદાયના યુવાન લોકોનું રક્ષણ કરવામાં મદદ કરે છે. જાહેરાતો સહિત તમારા અનુભવને વ્યક્તિગત બનાવવામાં મદદ કરવા માટે પણ અમે તમારી 'ડેટ ઑફ બર્થ' નો ઉપયોગ કરીશું. તે તમારી પબ્લિક પ્રોફાઇલનો ભાગ નહીં હોય.જ્યારે તે વર્ષ 2019માં શરૂ થયું ત્યારે ઈન્સ્ટાગ્રામમાં ઉંમરનું વેરિફિકેશન વૈકલ્પિક રીતે અમલીકરણમાં હતું. ત્યારબાદ પ્લેટફોર્મે યુઝર્સની ઉંમર ચકાસવા માટે પ્રોમ્પ્ટ્સ દબાણ કરવાનું શરૂ કર્યું. જોકે, યુઝર્સ અત્યાર સુધી આ સંકેતોને સરળતાથી બાયપાસ કરી શકતા હતા, પરંતુ નવા અપડેટ સાથે તમે તમારી ઉંમરને ચકાસવા માટેના આ પ્રોમ્પ્ટને હવે બાયપાસ કરી શકશો નહીં.
ફેક 'ડેટ ઑફ બર્થ' નહીં કરે કામ
યુઝર્સ એપ્લિકેશન પર ફેક 'ડેટ ઑફ બર્થ' એન્ટર કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ નવા અપડેટમાં હવે એઆઈ-આધારિત એલ્ગોરિધમ્સ યુઝર્સની સચોટ ઉંમર શોધી શકે છે. આ કામ ફેસબુક સાથે જોડાયેલી એપ્સ અથવા રમતોમાં દાખલ થયેલી તમારી ઉંમર કે પછી યુઝર્સને મળતી જન્મદિવસની શુભેચ્છાઓનું વિશ્લેષણ કરીને સચોટ માહિતી મેળવશે. ઈન્સ્ટાગ્રામની પેરેન્ટ કંપની મેટાની બાળકો માટે 'ઈન્સ્ટાગ્રામ ફોર કિડ્સ' એપ્લિકેશન બનાવવાની યોજના હતી. જો કે, આ એપ્લિકેશન બાળકોમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કેવી રીતે વધારી શકે છે, તે અંગે ઘણી ટીકા થયા પછી ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ યોજનાને પડતી મૂકવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.