ટેક ન્યૂઝ:રીલ્સ પરની લાઇક્સ અને વ્યૂ કાઉન્ટને છુપાવવા માટે ઈન્સ્ટાગ્રામ કરી રહ્યું છે પ્લાનિંગ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટાગ્રામ હવે પોતાના પર લાગેલા કલંકને દૂર કરવાની દિશામાં વધુ એક પગલું ભરી રહ્યું છે. અમુક લોકોના મત મુજબ ઈન્સ્ટાગ્રામ માત્ર લાઈક્સ અને વ્યૂઝ પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે ત્યારે એક જાણીતાં ટિપસ્ટરે શેર કર્યું છે કે, ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં રીલ્સ પરની લાઇક્સ અને વ્યૂઝને છુપાવી શકે છે. તાજેતરમાં ઈન્સ્ટાગ્રામે રીપીટ થતી સ્ટોરીઝની બગને ઠીક કરવા માટે એક અરજન્ટ અપડેટ બહાર પાડ્યું. આ સમયે ઘણાં બધા યુઝર્સે અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઈન્સ્ટાગ્રામને ટ્રોલ કર્યું હતું. ત્યારે પોતાની બગડેલી ઈમેજને સુધારવા માટે ઈન્સ્ટાગ્રામ આવનાર સમયમાં આવું કોઈ પગલું ભરે તેવી સંભાવનાઓ દર્શાવાઈ રહી છે.

મેટાના ઈન્સ્ટાગ્રામ પ્લેટફોર્મ પર રીલ્સ, શોર્ટ વીડિયો એ અગ્રણી ભૂમિકા ભજવે છે. રીલ્સ ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ કેટલાક લોકો રીલના લાઇક્સ અને વ્યૂઝ દર્શાવવા બદલ કંપનીની ટીકા કરે છે, કારણ કે લોકો હંમેશાં તે વીડિયોને લાઇક આપે છે જેમાં પહેલાથી સારી એવી લાઇક્સ હોય. એલેસાન્ડ્રો પાલુઝીના ટ્વીટ અનુસાર, મેટાની માલિકીનું ઇન્સ્ટાગ્રામ દર્શકો માટે રીલ્સની પસંદ અને વ્યૂઝ કાઉન્ટને છુપાવવા માટે નવી કાર્યક્ષમતા પર કામ કરી રહ્યું છે.

આ ફંકશન hide ના વિકલ્પથી અલગ પડે છે, જે ક્રિએટર્સ રીલ્સ પોસ્ટ કરતી વખતે જુએ છે. અગાઉના ઇન્સ્ટાગ્રામે ફીડ પોસ્ટ્સની લાઈક્સ બતાવવાનું બંધ કર્યું હતું. ડેવલપર નવી ફુલ-સ્ક્રીન મેઇન ફીડ અંગે ટેસ્ટિંગ કરી રહ્યો છે, જે પોસ્ટ્સને સ્ટેટિક ઈમેજમાં પ્રદર્શિત કરશે. આ ઉપરાંત વીડિયો કે રીલ્સ તેની ઓરિજિનલ સાઈઝમાં દેખાશે. આ ફીચરની પુષ્ટિ માર્ક ઝુકરબર્ગ સહિત ઈન્સ્ટાગ્રામના અધિકારીઓ દ્વારા થઈ ચૂકી છે. આ નવા વ્યૂમાં મેસેન્જર, ફીડ ઓપ્શન, કન્ટેન્ટ પર અપર બાર જેવા વિકલ્પો આપવામાં આવશે. આ નવું વ્યૂ તમને ટિકટોકના મેઈન પેજ પર જે રીતે વ્યુ જોવા મળતું તે દેખાડશે.

હાલમાં, અમે પુષ્ટિ કરી શકતા નથી કે આ ફિચર ક્યારે સ્થિર અપડેટમાં આવશે તેમછતાં અમે અપેક્ષા રાખીએ છીએ કે, તે ટૂંક સમયમાં આવશે, કારણ કે કંપનીએ આ ટેસ્ટિંગમાં અન્ય રીલ સંબંધિત સુવિધાઓ વિશે પહેલેથી જ સંકેત આપ્યો હતો.