ટેક ન્યૂઝ:ઈન્સ્ટાગ્રામ iOS યુઝર્સ માટે એકાઉન્ટ ડિલીટ કરવાનો વિકલ્પ ઉમેરી રહ્યું છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટાગ્રામ iOS યુઝર્સ માટે એક નવી સુવિધા લાવી રહ્યું છે. iOS યુઝર્સ જો ઈચ્છે તો હવે ઈન્સ્ટાગ્રામમાંથી પોતાનું એકાઉન્ટ ડિલીટ પણ કરી શકે છે. આ પહેલાં ઈન્સ્ટાગ્રામ એપ એકાઉન્ટ ડિલીટ કરવાની સુવિધા નહોતું આપતું. હવે, ઇન્સ્ટાગ્રામે એપ સ્ટોરની નવીનતમ ગાઈડલાઈનનું પાલન કરવા માટે એપ્લિકેશનમાંથી એકાઉન્ટ ડિલીટ કરવાનો વિકલ્પ પોતાની એપમાં ઉમેર્યો છે. એપલે તેની એપ સ્ટોર ગાઇડલાઇન્સને અપડેટ કરી છે. આ અપડેટ સાથે કંપનીએ તમામ એપ્સ માટે એકાઉન્ટ ડિલીટ ઓપ્શન ફરજિયાત કરી દીધો છે.

iOS યુઝર્સ એપ્લિકેશનની અંદરથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ ડિલીટ કરી શકશે
ઈન્સ્ટાગ્રામમાં પહેલાં પણ એકાઉન્ટ ડિલીટ કરવાનો વિકલ્પ હતો, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ જટિલ હતી. એકાઉન્ટ ડિલીટ કરવા માટે યુઝર્સે ડેસ્કટોપ અથવા મોબાઈલ પર વેબ બ્રાઉઝર દ્વારા લોગ-ઈન કરવું પડતું અને પછી એકાઉન્ટ ડિલીટ થતું પણ હવે ગાઈડલાઈનમાં અપગ્રેડેશનના કારણે તમે ઈન્સ્ટાગ્રામ એપમાંથી પણ એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. જો કે, આ એકાઉન્ટ ડિલીટ કરવાનો વિકલ્પ માત્ર iOS માટે જ ઉપલબ્ધ છે, એન્ડ્રોઈડ માટે નહીં.

એપ્લિકેશનની અંદર તમે ફક્ત એકાઉન્ટને ડિએક્ટિવેટ જ કરી શકો છો, પરંતુ ઈન્સ્ટાગ્રામ સર્વર્સમાંથી તમારો ડેટા ડિલીટ કરી શકતાં નથી. એક નિવેદનમાં મેટાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘અમે લોકોને તેમના ઈન્સ્ટાગ્રામ પર વિતાવેલા સમય અને અનુભવ નિયંત્રિત કરવાની વધુ રીતો આપવા માગીએ છીએ. અમે iOSની સેટિંગ્સમાં એકાઉન્ટ ડિલીટ કરવાનો વિકલ્પ શરૂ કર્યો છે અને આ સિવાય તમારી પાસે તમારા એકાઉન્ટને કામચલાઉ રીતે નિષ્ક્રિય કરવાનો વિકલ્પ પણ હશે.’

જો તમે ઈન્સ્ટાગ્રામ પરથી તમારું એકાઉન્ટ ડિલીટ કરો છો તો પણ તમારી પાસે એપ્લિકેશન એકાઉન્ટ રિકવરી મેળવવા માટે 30 દિવસનો સમય હશે. તે એકાઉન્ટને ડિએક્ટિવેટ કરવા જેવું જ છે. આ સમયગાળા દરમિયાન યુઝર્સ નક્કી કરી શકે છે, કે તેઓ એપ્લિકેશન છોડવા માંગે છે કે નહીં. જો તેઓ 30 દિવસની અંદર એકાઉન્ટમાં લોગ-ઈન કરશે તો પછી તેમનું એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પરથી ડિલીટ થશે નહિ. iOS યુઝર્સ આ સ્ટેપ્સને ફોલો કરીને પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી શકે છે. એપ્લિકેશન પર Profile section >> Account>> Delete Account પર જઈને તમારું એકાઉન્ટ ડિલીટ કરી શકો છો. આ પ્રોસેસ પછી તમને બે વિકલ્પો જોવા મળશે કે તમારા એકાઉન્ટને ડિલીટ કરો અથવા ડિએક્ટિવેટ કરો. તમે જે વિકલ્પ પસંદ કરવા ઈચ્છો છો તેના પર ક્લિક કરો.​​​​​​​ સ્ક્રીનશોટમાં આપણે જોઈ શકીએ છીએ, કે હજુ પણ ઈન્સ્ટાગ્રામ પ્રાથમિક પસંદગી તરીકે ડિએક્ટિવેશન વિકલ્પને હાઇલાઇટ કરે છે. તે યુઝર્સને તેના પર ક્લિક કરવા માટે પ્રોત્સાહિત કરે છે.