ઈન્સ્ટાગ્રામમાં એક નવી સિક્યોરિટી અપડેટ આવી છે. નવી અપડેટ યુઝર્સને સિક્યોરિટી ચેકઅપથી અકાઉન્ટ સુરક્ષિત રાખવાની માહિતી આપશે. જો કોઈ યુઝર્સનું અકાઉન્ટ પહેલાંથી હેક થયું છે અથવા તેનાં અકાઉન્ટનો ડેટા લીક થયો છે તો તેના વિશે પણ યુઝર્સ જાણી શકશે.
નવી અપડેટમાં યુઝર્સને નવા લોગ ઈન પહેલાં સિક્યોરિટી ચેકઅપનું નોટિફિકેશન મળશે. ઘણા દેશોના યુઝર્સ પોતાનાં અકાઉન્ટનાં માધ્યમથી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ સિક્યોર કરી શકશે. જોકે ભારતમાં હાલ આ સુવિધા નહિ મળે. ટૂંક સમયમાં તેને શરૂ કરવામાં આવશે.
અકાઉન્ટ હેકની માહિતી માટે લોગ ઈન એક્ટિવિટી ચેક કરો
જો તમે જાણવા માગો છો કે તમારું અકાઉન્ટ થયું છે કે કેમ તો સૌ પ્રથમ તમારું ઈન્સ્ટા અકાઉન્ટ ઓપન કરી સેટિંગ્સમાં જઈને લોગ ઈન એક્ટિવિટી ચેક કરો. આ લિસ્ટમાં તે તમામ ડિવાઈસનું લિસ્ટ જોવા મળશે જેના પર તમારું અકાઉન્ટ લોગ ઈન થયું હશે.
અકાઉન્ટ સુરક્ષિત રાખવાની પ્રોસેસ
ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન
પોતાના મોબાઈલ નંબરથી ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં ટૂ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન કરો. તમે તેના માટે ડુઓ મોબાઈલ અથવા ગૂગલ ઓથેન્ટિફિકેશનનો પણ ઉપયોગ કરી શકો છો.
ઈ-મેલ અને ફોન નંબર અપડેટ કરો
પોતાનાં અકાઉન્ટ સાથે અટેચ કરેલો ઈમેલ અને ફોન નંબર હંમેશાં અપ ટુ ડેટ રાખો. જો ઈમેલ અથવા ફોન નંબર બદલો છો તો તેને અપડેટ કરવાનું ન ભૂલો.
દરેક મેસેજનો ઈન્સ્ટાગ્રામનો ન માનો
અગાઉ એવું જોવા મળ્યું કે ઈન્સ્ટાગ્રામના નામે ઘણા બધા યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલવામાં આવ્યા. આ તમામ મેસેજ ફેક હતા. કંપની ક્યારેય યુઝર્સને ડાયરેક્ટ મેસેજ મોકલતી નથી.
લોગ ઈન રિક્વેસ્ટ ઓન રાખો
લોગ ઈન રિક્વેસ્ટ ઓન થયા બાદ તમને દરેક લોગ ઈન બાદ એક નોટિફિકેશન મળશે. જે રીતે જીમેલ અને ફેસબુકમાં મળે છે. આ ટૂ ફેક્ટર ઓથેન્ટિફિકેશનનો જ એક ભાગ છે. તેનો ફાયદો એ થશે કે કોઈ ડિવાઈસ પર તમારું અકાઉન્ટ લોગ ઈન થશે તો તમને નોટફિકેશન મળશે.
વ્હોટ્સએપની મદદથી ટૂ ફેક્ટર ઓથેન્ટિફિકેશન
ઈન્સ્ટાગ્રામ ટૂંક સમયમાં ટુ ફેક્ટર ઓથેન્ટિફિકેશનથી નવું ફીચર લોન્ચ કરવા જઈ રહી છે. નવાં ફીચર સાથે ઈન્સ્ટાગ્રામમાં લોગ ઈન કરતાં સમયે યુઝર્સ વ્હોટ્સએપ મેસેજ કે વ્હોટ્સએપ બિઝનેસમાં ઓથેન્ટિફિકેશન કોડ મેળવી શકશે. અત્યાર સુધી યુઝર્સને માત્ર તેમના નંબર પર SMSનાં માધ્યમથી કોડ મોકલવામાં આવતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.