થોડા દિવસ પહેલાં જ ગ્લોબલી ગૂગલની સર્વિસિસ ઠપ થઈ હતી. હવે તેની હરોળમાં ફેસબુકની માલિકીની એપ્સ ઈન્સ્ટાગ્રામનો વારો આવ્યો છે. ફોટો અને વીડિયો શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ કેટલાક એન્ડ્રોઈડ યુઝર્સ માટે ક્રેશડાઉન થયું છે. ટેક્નિકલ ગ્લિચને કારણે થોડી સેકન્ડ્સ એપનો ઉપયોગ કર્યા પછી ઓટોમેટિકલી એપ ક્રેશ થઈ રહી છે.
એપની સર્વિસિસમાં ટેક્નિકલ ખામી સર્જાતા યુઝર્સ ટ્વિટર પર ફરિયાદો કરી રહ્યા છે. ટ્વિટર પર #Instagramdown, #Instagram down, #InstagramCrashing અને #Instagram Crashing ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે. ઓનલાઈન આઉટેજ ટ્રેકર ડાઉનડિટેક્ટર પર પણ હાલ આ ખામી લાઈવ જોવા મળી રહી છે. ડાઉનડિટેક્ટરના ડેટા પ્રમાણે, ઈન્સ્ટાગ્રામમાં ખામી હોવાની ફરિયાદોનો ટ્રાફિક સાંજે 4 વાગ્યાથી વધી રહ્યો છે. યુઝર્સે 70% ફરિયાદ ન્યૂઝફીડ, 22% લોગ ઈન અને 6% વેબસાઈટની કરી છે.
ફેસબુક, ટ્વિટર અને જીમેઈલ જેવી સર્વિસ પણ અગાઉ અનેક વખત ક્રેશડાઉન થઈ ચૂકી છે. હવે ઈન્સ્ટાગ્રામ યુઝર્સને પણ તેનો અનુભવ મળી રહ્યો છે. આ ખામી માત્ર એન્ડ્રોઈડ યુઝર્સને જ થઈ રહી છે તેવું ટ્વિટરની ફરિયાદો પરથી માલુમ પડી રહ્યું છે. ઢગલો ફરિયાદો છતાં ઈન્સ્ટાગ્રામ તરફથી આ મામલે હજુ કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
10 ડિસેમ્બરે પણ એપમાં ખામી સર્જાઈ હતી
10 ડિસેમ્બરે ફેસબુકની માલિકીની એપ્સ મેસેન્જર અને ઈન્સ્ટાગ્રામના યુઝર્સને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. ગ્લોબલી યુઝર્સને નવા મેસેજિસ નહોતા મળી રહ્યા તો કેટલાક યુઝર્સને લોગ ઈનમાં તકલીફ પડી હતી.
ઈન્સ્ટાગ્રામની ખામીનાં મીમ્સ ટ્રેન્ડિંગમાં
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.