ન્યૂ ફીચર:ઈન્સ્ટાગ્રામ તેના ક્રિએટર્સ માટે નવું ફીચર લાવ્યું, હવે બ્રાન્ડ સાથે ડીલ કરવું સરળ બનશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઈન્સ્ટાગ્રામે શનિવારે રીલ્સ અને લાઈવ બંને માટે નવા બ્રાન્ડેડ કન્ટેન્ટ ટેગ જોડવાની જાહેરાત કરી છે. તેનાથી ક્રિએટર્સને ફાયદો થશે. નવા ટેગથી ક્રિએટર્સ બ્રાન્ડ સાથે વધારે ડીલ કરી શકશે અને પોતાાના રીલ્સ કન્ટેન્ટનાં માધ્યમથી તરત રેવેન્યૂ જનરેટ કરી શકશે.

કંપનીએ કહ્યું કે, અમે સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે ક્રિએટર્સ બ્રાન્ડેડ કન્ટેન્ટ બનાવતા સમયે સ્પષ્ટ રીતે ખુલાસો કરી શકે છે. તેનાથી કોઈ ફરક પડતો નથી કે તેઓ કયા ફોર્મેટમાં તેનો ઉપયોગ કરે છે.

એડવર્ટાઈઝર વગર બ્રાન્ડેડ કન્ટેન્ટ બનાવી શકાશે

  • ઈન્સ્ટા સ્ટોરીઝમાં બ્રાન્ડેડ કન્ટેન્ટ જાહેરાતો દેખાશે જ્યાં @મેન્શન, લોકેશન અને હેશટેગ જોવા મળે છે. અત્યાર સુધી બ્રાન્ડેડ કન્ટેન્ટ એડ માત્ર ક્રિએટર્સની હાલની પોસ્ટ પર જ કરવામાં આવતું હતું.
  • ઈન્સ્ટાગ્રામ હવે એક નવો વર્કફ્લો શરૂ કરવા જઈ રહ્યું છે, જ્યાં એડવર્ટાઈઝરની આવશ્યકતા વગર બ્રાન્ડેડ કન્ટેન્ટની જાહેરાતો બનાવી શકાય છે. હવે ક્રિએટર્સ વધુ સરળ રીતે બ્રાન્ડેડ કન્ટેન્ટની જાહેરાતો પોસ્ટ કરી શકશે.