ટેક ન્યૂઝ:ઈન્સ્ટાગ્રામ લાવ્યું નવું અપડેટ, હવે રીલ્સ 60 સેકન્ડની જગ્યાએ 90 સેકન્ડની બનશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેટાની માલિકીની ફોટો-શેરિંગ પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે રીલ્સ માટે 90 સેકન્ડના વિકલ્પની જાહેરાત કરી છે. કંપનીએ આ એપ્લિકેશન પર કન્ટેન્ટ ક્રિએટર્સ માટે પ્રેક્ષક વર્ગ વધારવામાં મદદ કરવાના હેતુથી તેની નવી સુવિધાઓના રોલઆઉટની જાહેરાત કરી. આ નવી સુવિધાઓમાં ક્રિએટર્સ માટે તેમની પોતાની ઓડીયો ફાઇલોને રીલ્સમાં અપલોડ કરવાનો વિકલ્પ પણ સામેલ છે.

ઈન્સ્ટાગ્રામ તેના નવા અપડેટ સાથે રીલ્સની લંબાઈ તેના અગાઉના 60 સેકંડના માર્કથી 90 સેકંડ સુધી લંબાવી રહ્યું છે. કંપનીના જણાવ્યા મુજબ સમયમાં વધારો કરવાથી યુઝર્સને રીલ્સ પર પોતાની જાતને વ્યક્ત કરવા માટે વધુ સમય મળશે. કંપનીએ એક બ્લોગપોસ્ટમાં જણાવ્યું હતું કે, 'તમારી પાસે તમારા વિશે તથા પડદા પાછળની વધારાની ક્લિપ્સ ફિલ્માવવા વધુ સમય મળશે.'

કંપની દ્વારા જાહેર કરાયેલી બીજી નવી સુવિધા ક્રિએટર્સને તેમની આગામી વીડિયોમાં 'શું થવું જોઈએ' તે માટેના પ્રેક્ષકોના પોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. આ ફીચર ક્રિએટર્સ અને પ્રેક્ષકો વચ્ચે સંબંધ મજબૂત બનાવશે. મેટા-માલિકીના પ્લેટફોર્મે તાજેતરમાં ટેમ્પ્લેટ્સ લોન્ચ કર્યું હતું, જે યુઝર્સને રીલ્સ બનાવવાના ભાગને કાપીને ટેમ્પલેટનો ઉપયોગ કરીને સરળતાથી રીલ બનાવવાની મંજૂરી આપે છે. કંપનીએ તેના બ્લોગ પોસ્ટમાં વધુમાં ઉમેર્યું હતું કે, 'અમે પ્રેક્ષકો સાથે જોડાવા અને રીલ્સ પર મનોરંજન પૂરું પાડવા માટે નવા અપડેટ લાવ્યા રાખીશું.'

ઈન્સ્ટાગ્રામે ગુમ થયેલા બાળકો માટે AMBER Alerts લોન્ચ કર્યું
આ અઠવાડિયાની શરૂઆતમાં ઈન્સ્ટાગ્રામે એક નવું ફીચર રજૂ કર્યું હતું, જે લોકોને તેમના વિસ્તારમાં ગુમ થયેલા બાળકો વિશેની સૂચનાઓ જોવામાં અને શેર કરવામાં મદદ કરશે. અનિવાર્યપણે જો કોઈ બાળક ગુમ થઈ જાય છે અને કોઈ સ્થળે કાયદા અમલીકરણ ઓથોરિટી ચેતવણી જારી કરે છે, તો તે વિસ્તારના યુઝર્સના ઈન્સ્ટાગ્રામ ફીડ પર પ્રતિબિંબિત થશે. આ એલર્ટ ગુમ થયેલ બાળક વિશેની માહિતી અને કેટલાંક ફોટોસ (જો ઉપલબ્ધ હોય તો) સાથે દેખાશે. 1 જૂન, 2022 ના રોજ પ્રકાશિત એક બ્લોગ પોસ્ટમાં, મેટાએ જણાવ્યું હતું કે AMBER Alerts પહેલા 25 દેશોમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ યાદીમાં ભારતનો સમાવેશ થતો નથી.