ઈન્ફિનિક્સનો અપકમિંગ સ્માર્ટફોન ઈન્ફિનિક્સ હૉટ 11 2022 આ વર્ષની શરૂઆતથી જ ઘણો ચર્ચામાં છે. ફોનની લોન્ચિંગ તારીખને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. જો કે, હવે કંપનીએ ઈન્ફિનિક્સ હોટ 11 2022ની લોન્ચ ડેટ કન્ફર્મ કરી દીધી છે. ફ્લિપકાર્ટ પર લાઈવ પેજના અનુસાર, કંપનીનો આ ફોન ભારતમાં 15 એપ્રિલના રોજ રજૂ થશે. ફોનમાં કંપની દમદાર બેટરી અને ડિસ્પ્લેની સાથે ઘણા શાનદાર ફીચર્સ આપવાની છે.
6.7 ઈંચની શાનદાર ડિસ્પ્લે
ફ્લિપકાર્ટ પર લાઈવ લેન્ડિંગ પેજના અનુસાર, ફોનમાં કંપની ઘણા બેસ્ટ ઈન ક્લાસ ફીચર ઓફર કરવાની છે. ઈન્ફિનિક્સના આ ફોનમાં તમને 550 નિટ્સની પીક બ્રાઈટનેસ અને HD+ રિઝોલ્યુશનવાળી 6.7 ઈંચની પંચ-હોલ ડિસ્પ્લે જોવા મળશે. આ ડિસ્પ્લેનો સ્ક્રીન ટૂ બોડી રેશિયો 89.5% હશે.
5000mAhની બેટરીથી સજ્જ છે ફોન
ફોનમાં કંપની 5000mAh બેટરી આપવાની છે અને તે USB ચાર્જિંગ પોર્ટની સાથે આવશે. બાયોમેટ્રિક સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ચ સેંસર પણ આપવામાં આવ્યા છે. ફોનના રિઅરમાં સ્ક્વેર શેપ કેમેરા મોડ્યુલ છે. તેમાં બે કેમેરા અને એક LED ફ્લેશ પણ છે.
48MPનો મેન કેમેરા મળશે
લીક રિપોર્ટ્સના અનુસાર, કંપની આ ફોનને 4GB રેમ અને 128GB સુધીના ઈન્ટરનલ સ્ટોરેજમાં લોન્ચ કરી શકે છે. પ્રોસેસર તરીકે તેમાં યુનીસોક T700 ચિપસેટ મળવાની અપેક્ષા છે. ફોટોગ્રાફી માટે ફોનમાં 48MPનો પ્રાઈમરી કેમેરા અને 8MPનો ફ્રંટ કેમેરા આપવામાં આવી શકે છે.
કિંમત 10,999 રૂપિયાની આસપાસ હશે
તેની 10 હજાર રૂપિયાના બ્રેકેટવાળા ફોન્સ સાથે ટક્કર થશે, જેમાં રિયલમી C20, રેડમી 9A સહિત ઘણા ડિવાઈસિસ સામેલ છે. ફોનને ત્રણ કલર ઓપ્શન- અરોરા ગ્રીન, પોલર બ્લેક અને સનસેટ ગોલ્ડમાં ઉપલબ્ધ હશે. તેની પ્રારંભિક કિંમત 10,999 રૂપિયાની આસપાસ હોઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.