લૉ બજેટ સ્માર્ટફોન:48MP રિઅર કેમેરા અને 6,000mAhની બેટરીથી સજ્જ 'ઈન્ફિનિક્સ હોટ 10S' લોન્ચ થયો, કિંમત ₹9999

8 મહિનો પહેલા
  • ફોન મીડિયાટેક હીલિયો G85 ઓક્ટા કોર પ્રોસેસરથી સજ્જ છે
  • સિક્યોરિટી માટે તેમાં ફેસઅનલોક અને રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

હૉન્ગકૉન્ગની સ્માર્ટફોન કંપની ઈન્ફિનિક્સે ભારતીય માર્કેટમાં તેનો લેટેસ્ટ સ્માર્ટફોન 'ઈન્ફિનિક્સ હોટ 10S'લોન્ચ કર્યો છે. ફોન 6000mAhની બેટરી, મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર અને 48MP પ્રાઈમરી રિઅર કેમેરાથી સજ્જ છે. ગયા મહિને આ ફોન ઈન્ડોનેશિયામાં લોન્ચ થયો હતો.

ઈન્ફિનિક્સ હોટ 10Sની કિંમત
આ લૉ બજેટ સ્માર્ટફોનનાં 2 વેરિઅન્ટ લોન્ચ થયાં છે. ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા અને 6GB+64GB વેરિઅન્ટની કિંમત 10,999 રૂપિયા છે. ફોનનાં મોરાંડી પર્પલ, 7 ડિગ્રી પર્પલ, હાર્ટ ઓફ ઓશિયન અને 95 ડિગ્રી બ્લેક કલર વેરિઅન્ટની ખરીદી શકાશે. તેનો ફર્સ્ટ સેલ 27મેએ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ પર યોજાશે. ફર્સ્ટ સેલમાં યુઝર્સને 500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળશે.

ઈન્ફિનિક્સ હોટ 10Sનાં સ્પેસિફિકેશન

  • આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 10 બેઝ્ડ XOS 7.6 OS પર રન કરે છે. તે ડ્યુઅલ નેનો સિમ કાર્ડ સપોર્ટ કરે છે. ફોનમાં 6.82 ઈંચની HD+ IPS LCD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 720x1,640 પિક્સલ છે. ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90Hz છે. તેનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 90.66% છે.
  • ફોનમાં મીડિયાટેક હીલિયો G85 ઓક્ટા કોર પ્રોસેસર સાથે 6GB સુધીની રેમ મળે છે. ફોનનું ઈન્ટર્નલ સ્ટોરેજ 64GBનું છે. માઈક્રો SD કાર્ડની મદદથી ફોનનાં ઈન્ટર્નલ સ્ટોરેજને 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
  • ફોન 48MP (પ્રાઈમરી રિઅર કેમેરા)+ 2MP (ડેપ્શ સેન્સર)+ 2MP(AI લેન્સ)નાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપથી સજ્જ છે. સારી ફોટોગ્રાફી માટે તેમાં ક્વૉડ LED ફ્લેશ મળે છે.
  • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે. રિઅર કેમેરા પોટ્રેટ, નાઈટ, HDR,નાઈટ મોડ, પોટ્રેટ HDR સહિતનાં ફીચર્સ સપોર્ટ કરે છે. ફ્રન્ટ કેમેરા સુપર નાઈટ, AI પોટ્રેટ, AI 3D ફેસ બ્યૂટી, વાઈડ સેલ્ફી અને AR શોર્ટ્સ સપોર્ટ કરે છે.
  • ફોન 6,000mAhની બેટરીથી સજ્જ છે. તે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે 4G નેટવર્ક પર તે 52 કલાકનું ટોક ટાઈમ, 76 કલાકનું મ્યુઝિક પ્લેબેક, 27 કલાકનું વીડિયો પ્લેબેક આપે છે.
  • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે. સાથે જ ફોન ફેસઅનલોક પણ સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ v5, 3.5mm ઓડિયો જેક, FM રેડિયો, USB OTG સહિતના ઓપ્શન મળે છે.