• Gujarati News
  • Utility
  • Gadgets
  • Infinix Hot 10 Review| Infinix Hot 10 Gets 6 GB RAM And 128 GB Storage, Know Instead Of Redmi 9 Prime And Realme C15, Would It Make Sense To Spend 10 Thousand Rupees On Infinix Hot 10

ફર્સ્ટ ઓપિનિયન:ઈન્ફિનિક્સ હોટ 10માં 6GBની રેમ અને 128GBનું સ્ટોરેજ, રેડમી 9 પ્રાઈમ અને રિઅલમી C15ને બદલે 10 હજાર રૂપિયા ખર્ચ કરવા કેટલા યોગ્ય જાણો?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈન્ફિનિક્સ હોટ 10ની ટક્કર રેડમી 9 પ્રાઈમ અને રિઅલમી C15થી થશે
  • 9999 રૂપિયામાં રેડમી 9 પ્રાઈમનાં 4GB+64GB વેરિઅન્ટ અને રિઅલમી C15નાં 3GB+32GB વેરિઅન્ટ અવેલેબલ છે

ઈન્ફિનિક્સે માર્કેટમાં બજેટ સ્માર્ટફોન તરીકે ઈન્ફિનિક્સ હોટ 10 લોન્ચ કર્યો છે. કંપની આ ફોનમાં ઓછી કિંમતમાં એડવાન્સ ફીચર્સ મેળવવા ઈચ્છતી ઓડિયન્સના ટાર્ગેટ કરે છે. 10 હજારથી ઓછી કિંમત ધરાવતા આ ફોનમાં શું નવું મળશે, કયા એડવાન્સ ફીચર મળશે અને શું તે વેલ્યુ ફોર મની છે કે કેમ આવો આ તમામ વાતો ફર્સ્ટ ઓપિનિયનથી જાણીએ...

ઈન્ફિનિક્સ હોટ 10ની કિંમત?

  • સૌ પ્રથમ ફોનની કિંમતની વાત કરવામાં આવે તો તેનાં સિંગલ 6GB+128GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. SD કાર્ડથી સ્ટોરેજ 256GB સુધી એક્સપાન્ડ કરી શકાશે. જોકે તે મોંઘું પડશે કારણે 256GB કાર્ડની કિંમત 3500 રૂપિયા છે.
  • ઈન્ફિનિક્સ હોટ 10નાં ઓબ્સિડિયન બ્લેક, એમ્બર રેડ, મૂનલાઈટ ઝેડ અને ઓશિયન વેવ કલર વેરિઅન્ટ અવેલેબલ છે. તેનો પ્રમથ સેલ 16 ઓક્ટોબરથી શરૂ થશે.

ફોનના બેસ્ટ પાર્ટ કયા છે?
પ્રથમ: 5200mAhની બેટરી

  • ફોનમાં 5200mAhની બેટરી મળે છે. તે 18 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફુલ ચાર્જમાં 23 કલાક વીડિયો જોઈ શકાશે અથવા 41 કલાક સુધી સોન્ગ સાંભળી શકાય છે અથવા 9 કલાક સુધી ગેમ્સ રમી શકાય છે અથવા 18 કલાક સુધી ઈન્ટરેન્ટ સર્ફિંગ કરી શકાય છે અથવા 31 કલાક સુધી કોલિંગ કરી શકાય છે. તેમાં 66 દિવસનો સ્ટેન્ડ બાય ટાઈમ મળે છે.

બીજો: રેમ અને સ્ટોરેજ

  • ફોનમાં 6GB DDR4 રેમ છે. મલ્ટિ ટાસ્કિંગ અથવા ગેમિંગ માટે આટલી રેમ કોઈ સમસ્યા ઉત્પન્ન નહિ કરે. તેના 128GB ઓનબોર્ડ સ્ટોરેજને એક્સપાન્ડ કરી શકાય છે. તેથી વારંવાર સ્ટોરેજ ખાલી કરવાનું પણ ટેન્શન નથી.

ત્રીજો: પ્રોસેસર

  • ફોન એન્ડ્રોઈડ 10 OS પર બેઝ્ડ છે અને તેમાં 2GHzનું ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો G70 પ્રોસેસર મળે છે. તેનો AnTuTu સ્કોર 191731 છે જયારે મીડિયાટેક G35નો સ્કોર 107193 અને સ્નેપડ્રેગન 665નો સ્કોર 166126 છે. તેમાં હાઈપર એન્જીન ગેમ ટેક્નોલોજીનો પણ ઉપયોગ કર્યો છે, જ હેવી ગેમ્સનો લોડ સરળતાથી લે છે. ગેમિંગ દરમિયાન તેમાં સારી પાવર એફિશિયન્સી મળે છે.

ચોથો: ડિસ્પ્લે અને કેમેરા

  • ફોનમાં 6.7 ઈંચની મોટી HD+ LCD IPS પંચ હોલ ડિસ્પ્લે મળે છે, જેમાં 91.5% સ્ક્રીન ટુ બોડી રેશિયો, 480 નિટ્સ બ્રાઈટનેસ રેશિયો છે, જે આઈ કેર મોડથી સજ્જ છે.
  • ફોનમાં AI ટેક્નોલોજી પર બેઝ્ડ 4 રિઅર કેમેરા મળે છ, જેમાં 16MPનો પ્રાઈમરી લેન્સ સાથે 2MPનો મેક્રો લેન્સ છે, જે ઓબ્જેક્ટનો 8cm નજદીકથી ક્લિયર ફોટો લે છે. આ સિવાય 2MPનું ડેપ્થ સેન્સર અને એક લૉ લાઈટ સેન્સર મળે છે. ફોનમાં ક્વૉડ LED સેટઅપ છે.
  • પ્રાઈમરી કેમેરામાં ઓટો-સીન ડિટેક્શન, સુપર નાઈટ મોડ, ડોક્યુમેન્ટ મોડ, કસ્ટમ બોકેહ, AI HDR, AI 3D બ્યુટી, પેનોરામા, AR એનોમોજી અને AI 3D બોડી શિપિંગ જેવા મોડ મળે છે.
  • સેલ્ફી માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા છે, જેમાં AI HDR, AI પૉર્ટ્રિટ, AI 3D ફેસ બ્યુટી, AR એનોમોજી અને વાઈડ સેલ્ફીનો સપોર્ટ મળે છે. ખાસ વાત તો એ છે કે, અંધારામાં પણ સારી સેલ્ફી લઇ શકાય તેથી તેમાં ડ્યુઅલ LED ફ્લેશ સેટઅપ આપ્યો છે.

માર્કેટમાં કોની સાથે ટક્કર થશે?
જો કિંમતની રીતે જોઈએ તો ઇન્ફિનિક્સ હોટ 10 માર્કેટમાં તેની ટક્કર પહેલેથી રેડમી 9 પ્રાઈમ અને રિઅલમી C15 સાથે જોવા મળશે. રેડમી 9 પ્રાઈમના 4GB+64GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે અને રિઅલમી C15ના 3GB+32GB વેરિઅન્ટની કિંમત 9999 રૂપિયા છે. સ્પેસિફિકેશન મામલે કયો ફોન સારો છે તે જોઈએ...

ઈન્ફિનિક્સ હોટ 10રેડમી 9 પ્રાઈમરિઅલમી C15
ડિસ્પ્લે સાઈઝ6.7 ઈંચ6.53 ઈંચ6.5 ઈંચ
ડિસ્પ્લે ટાઈપHD+ LCD IPS પંચ હોલ ડિસ્પ્લેFHD+HD+ LCD
OSXOS 7.0 બેઝ્ડ એન્ડ્રોઈડ 10એન્ડ્રોઈડ 10એન્ડ્રોઈડ10
પ્રોસેસરમીડિયાટેક હીલિયો G70મીડિયાટેક હીલિયો G80મીડિયાટેક હીલિયો G35
રેમ/સ્ટોરેજ6GB+128GB4GB+64GB/4GB+128GB3GB+32GB/4GB+128GB
એક્સપાન્ડેબલ256GB512GB256GB
રિઅર કેમેરા16MP+2MP+2MP+લૉ લાઈટ સેન્સર13MP+8MP+5MP+2MP13MP+8MP+2MP+2MP
ફ્રન્ટ કેમેરા8MP8MP8MP
બેટરી5200mAh વિથ 18W FC(ફાસ્ટ ચાર્જિંગ)5020mAh વિથ 18W FC6000mAh વિથ 18W FC
કિંમત6GB+128GB: 9999 રૂપિયા

4GB+64GB: 9999 રૂપિયા

4GB+128GB: 11,999 રૂપિયા

3GB+32GB: 9999 રૂપિયા

4GB+128GB: 10,999 રૂપિયા

  • કમ્પેરિઝનમાં જોઈ શકાય છે કે 9999 રૂપિયાની કિંમતમાં સૌથી વધારે 6GB રેમ અને 128GB સ્ટોરેજ ઇન્ફિનિક્સ હોટ 10માં મળે છે. આટલી જ કિંમત ખર્ચ કર્યા પછી રેડમી 9 પ્રાઈમમાં માત્ર 4GB રેમ કે 64GB સ્ટોરેજ અને રિઅલમી C15માં માત્ર 3GB રેમ અને 32GB સ્ટોરેજ મળે છે.
  • બેટરી કેપેસિટી જોઈએ તો રિઅલમી C15 6000mAh બેટરી સાથે સૌથી આગળ છે જ્યારે ઇન્ફિનિક્સ હોટ 10 5200mAh અને રેડમી 9 પ્રાઈમમાં 5020mAh બેટરી મળે છે, ત્રણેયમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ મળે છે.
  • કેમેરાની વાત કરીએ તો ઇન્ફિનિક્સ હોટ 10માં 16MPના ત્રણ કેમેરા મળે છે, રેડમી 9 પ્રાઈમ અને રિઅલમી C15 આ બંનેમાં 13MPનું મેન સેન્સર મળે છે. ત્રણેય સ્માર્ટફોનમાં 8MPનો સેલ્ફી કેમેરા આપ્યો છે.
  • ડિસ્પ્લે ક્વોલિટી મામલે રેડમી 9 પ્રાઈમ સૌથી આગળ છે, તેમાં ફુલ HD+ ડિસ્પ્લે મળે છે, જ્યારે ઇન્ફિનિક્સ હોટ 10 અને રિઅલમી C15 HD+ LCD મળે છે.
  • જોવા જઈએ તો ત્રણેય સ્માર્ટફોન સારા છે, પરંતુ 9999 રૂપિયાના બજેટમાં સૌથી વધારે રેમ અને સ્ટોરેજ જોઈએ તો ઇન્ફિનિક્સ હોટ 10 સારો ઓપ્શન છે.