ઈન્ફિનિક્સના 2 સ્માર્ટફોન લોન્ચ:ઈન્ફિનિક્સ હૉટ 11 અને હૉટ 11Sમાં 5,000mAhની બેટરી મળશે, પ્રારંભિક કિંમત 8,999 રૂપિયા

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 50MP કેમેરાથી સજ્જ ઈન્ફિનિક્સ હૉટ 11નું વેચાણ 21 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે
 • ઈન્ફિનિક્સ હૉટ 11Sની સેલ ડેટ હજુ કન્ફ્રર્મ નથી

ઈન્ફિનિક્સે ભારતમાં હૉટ 11 સિરીઝ લોન્ચ કરી છે. આ સિરીઝમાં બે સ્માર્ટફોન હૉટ 11 અને હૉટ 11S સામેલ છે. બંને સ્માર્ટફોનમાં 4GB રેમ અને 64GB સ્ટોરેજનું ઓપ્શન મળશે. ગયા વર્ષે લોન્ચ થયેલા ઈન્ફિનિક્સ હૉટ 10ની સરખામણીએ કેમેરા અને ડિસ્પ્લે અપગ્રેડ કરી છે. આ કંપનીનો પ્રથમ ફોન છે, જે 50MP કેમેરાથી સજ્જ છે.

ઈન્ફિનિક્સ હૉટ 11 અને ઈન્ફિનિક્સ હૉટ 11Sની કિંમત

 • ઈન્ફિનિક્સ હૉટ 11ના 4GB રેમ + 64GB વેરિઅંટની કિંમત 10,999 રૂપિયા છે. આ ફોન ચાર કલર ઓપ્શન 7 ડિગ્રી પર્પલ, સિલ્વર વેવ, એમરાલ્ડ ગ્રીન અને પોલર બ્લેક કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
 • ઈન્ફિનિક્સ હૉટ 11S પણ એક જ સ્ટોરેજ ઓપ્શન 4GB રેમ + 64GBમાં આવશે. તેની કિંમત 8,999 રૂપિયા છે. તેમાં ત્રણ કલર ઓપ્શન ગ્રીન વેવ, પોલર બ્લેક અને 7 ડિગ્રી પર્પલ છે.
 • ઈન્ફિનિક્સ હૉટ 11નું વેચાણ 21 સપ્ટેમ્બરથી ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. ઈન્ફિનિક્સ હૉટ 11Sની સેલ ડેટ હજુ કન્ફ્રર્મ નથી.

ઈન્ફિનિક્સ હૉટ 11નું સ્પેસિફિકેશન

 • ઈન્ફિનિક્સ હૉટ 11માં 6.78 ઇંચની FHD+ ડિસ્પ્લે આપી છે. ફોનમાં પંચ હોલ ડિઝાઇન છે અને આ 90Hz હાઈ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. સાથે જ તેમાં 180Hzનો ટચ સેમ્પલિંગ રેટ પણ મળે છે, જે ગેમર્સને ગમશે.
 • ફોનમાં ટેક મીડિયા G88 SoC પ્રોસેસર છે.
 • ગ્રાહકોને 5,000mAhની બેટરી મળશે. ફોનમાં ચાર્જિંગ માટે USB ટાઈપ C કેબલ મળશે. તે 18W ફાર્સ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
 • કેમેરાની વાત કરીએ તો બેકમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં પ્રાઈમરી કેમેરા 50MPનો છે. આ ઉપરાંત તેમાં બે અને AI કેમેરા મળે છે. કંપનીએ દાવો કર્યો છે કે, કેમેરા 2K બોકેહ વીડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 8MP નો કેમેરા આપ્યો છે.
 • સ્માર્ટફોન ફિંગરપ્રિન્ટ સેન્સર, ફેસ અનલોક જેવા સિક્યોરિટી ફીચર ધરાવે છે. આ લેટેસ્ટ Android 11 પર આધારિત XOS 7.6 પર કામ કરે છે.

ઈન્ફિનિક્સ હૉટ 11Sના સ્પેસિફિકેશન

 • આ સ્માર્ટફોનમાં 6.6 ઇંચની FHD+ ડિસ્પ્લે આપી છે. ડિસ્પ્લેમાં વોટરડ્રોપ નોચ ડિઝાઇન મળશે. ફોન મીડિયા ટેક હીલિયો G70 પ્રોસેસર પર કામ કરે છે.
 • ફોન એન્ડ્રોઇડ 11 પર કામ કરે છે અને તેમાં ફેસ અનલોક તથા ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે. આ ફોનમાં બેકમાં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ મળશે. ફોનમાં પ્રાઈમરી કેમેરા 13 છે. આ ઉપરાંત ફોનમાં બેકમાં વધુ એક AI કેમેરા મળશે.
 • આ ફોનમાં USB ટાઈપ C કેબલ ચાર્જિંગ ફીચર મળશે. ફોનમાં 5,200mAhની બેટરી મળે છે.