સરકારે 59 ચાઈનીઝ એપ્સને ભારતમાં બેન કરી છે. તેની સાથે જ ટિકટોક સહિતની એપના દેશી વિકલ્પોની ડિમાન્ડ વધી છે. ચાઈનીઝ એપ ટિકટોક બેન થતાં હવે યુઝર્સ સ્વેદશી ટિકટોક કહી શકાય તેવી ‘ચિંગારી’ એપ તરફ વળ્યા છે. થોડા દિવસ અગાઉ પ્લે સ્ટોર પર આ એપના માત્ર 10 લાખ ડાઉનલોડ્સ હતા. ટિકટોક બેન થતાં જ ગણતરીના દિવસોમાં આ આંકડો 1 કરોડને પાર પહોંચ્યો છે.
ચિંગારી એપ વર્ષ 2018માં જ લોન્ચ થઈ ચૂકી છે, પરંતુ અગાઉ ચાઈનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ અને હવે ટિકટોક બેન થતાં એપ એકાએક લાઈમલાઈટમાં આવી ગઈ છે. એપના કો ફાઉન્ડર સુમિત ઘોષે ગુરુવારે એપના કેટલાક આંકડાઓ દર્શાવતી એક ટ્વીટ પણ કરી છે. તે મુજબ ગુરુવારે ચિંગારી એપ પર 14.80 કરોડ વીડિયો જોવાયા હતા અને 36 લાખ વીડિયો લાઈક થયા છે. કંપનીએ એક મહિનાની અંદર 10 કરોડ ડાઉનલોડ્સનું લક્ષ્ય રાખ્યું છે.
આ સ્વદેશી એપને છત્તીસગઢના IT પ્રોફેશનલ્સ, ઓડિશાના ડેવલપર બિસ્વાત્મા અને કર્ણાટકના ગૌતમે વિકસાવી છે. આ એપને વિકસાવવામાં 2 વર્ષ લાગ્યાં હતાં. ગૂગલ પ્લે સ્ટોર પર એપ નવેમ્બર 2018માં લોન્ચ થઈ હતી. હાલ એપ સોશિયલ ફ્રી કેટેગરીમાં 2 નંબરે પહોંચી છે. ગૂગલ પ્લે સ્ટોર પર તેને 4.1 સ્ટાર મળ્યા છે.
‘ચિંગારી’ એપનાં ફીચર્સ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.