• Gujarati News
  • Utility
  • Gadgets
  • Indigenous Microblogging Site Koo Will Now Have 8 Languages In Real Time Translation, The Company Will Soon Launch 25 Local Language Support

ન્યૂ ફીચર:સ્વદેશી માઈક્રોબ્લોગિંગ સાઈટ Koo પર હવે 8 ભાષાઓનું રિયલ ટાઈમ ટ્રાન્સલેશન થશે, ટૂંક સમયમાં કંપની 25 સ્થાનિક ભાષા સપોર્ટ લોન્ચ કરશે

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ ફીચરની મદદથી યુઝર્સના કમ્યુનિકેશનમાં હવે ભાષા અવરોધ નહિ બને
  • હિન્દી, મરાઠી, કન્નડ, તમિળ સહિતની ભાષા રિયલ ટાઈમમાં ટ્રાન્સલેટ થશે

સ્વદેશી માઈક્રોબ્લોગિંગ સાઈટ Koo એપમાં નવું ફીચર ઉમેરાયું છે. કંપનીએ ઈન્ટરનેશનલ ટ્રાન્સલેશન ડે પર ભાષા ટ્રાન્સલેટ કરવાનું ફીચર લોન્ચ કર્યું. હવે યુઝર 8 ભાષાઓમાં રિયલ ટાઈમ ટ્રાન્સલેશન કરી શકશે. આ ફીચર હિન્દી, મરાઠી, કન્નડ, તમિળ, અસમિયા, બંગાળી, તેલુગુ અને અંગ્રેજીમાં ઓટોમેટિક ટ્રાન્સલેશન કરશે.

આ ફીચરની મદદથી યુઝર્સના કમ્યુનિકેશનમાં હવે ભાષા અવરોધ નહિ બને. Koo આ ટ્રાન્સલેશન ટેક્નોલોજી પોતાનાં પ્લેટફોર્મ પર લોન્ચ કરનાર પ્રથમ પ્લેટફોર્મ છે.

કમ્યુનિકેશન વિથઆઉટ બેરિયર
સ્વદેશી માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મે અલગ અલગ ક્ષેત્રના યુઝર્સ અને સેલેબ્સને આકર્ષિત કર્યા છે. આ પ્લેટફોર્મ પર મુખ્ય મંત્રી, રાજકીય નેતા, ખેલાડીઓ અને આધ્યાત્મિક ગુરુ જોડાયા છે. હવે ટ્રાન્સલેશન ફીચરની મદદથી તમામ ક્ષેત્રના લોકો સારું કમ્યુનિકેશન કરી શકશે.

વિવિધ ભાષાનો વિચાર કરતાં kooના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારત એક અનોખો દેશ છે. અહીં હજારો ભાષા અને બોલીઓ બોલાય છે. મોટા ભાગની પ્રોડક્ટ્સ એવું માને છે કે યુઝર ગ્લોબલ ભાષા બોલે છે પરંતુ ભારત માટે તેવું નથી. ભારતને તેની જ ભાષામાં વાત કરવા અને પોતાના વિચારો વ્યક્ત કરવા માટે આ ફીચરથી કંપની યુઝર એક્સપિરિઅન્સ વધુ સારો બનાવવા માગે છે. લોકો સુધી પોતાની પહોંચ વધારવા માટે પ્રસિદ્ધ વ્યક્તિઓ આ ફીચરનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જાણવા કંપની ઉત્સાહિત છે.

25 સ્થાનિક ભાષા કવર થશે

લોન્ચિંગના માત્ર 16 મહિનામાં જ koo એપને 1 કરોડથી વધારે ડાઉનલોડ મળ્યા છે. તેમાં 50%થી વધારે યુઝર્સ સક્રિય રીતે હિન્દી ભાષામાં એક્ટિવ છે. કંપનીએ 10 કરોડ ડાઉનલોડ્સનું લક્ષ્ય રાખ્યું છે. આ સાથે જ એપ પર 25 સ્થાનિક ભાષાનો સપોર્ટ પણ મળશે.