તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રેટિંગ:સ્વદેશી કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ ‘આરોગ્ય સેતુ’ એપને MITના રિવ્યૂમાં 5માંથી માત્ર 2 જ રેટિંગ મળ્યું

10 મહિનો પહેલા
 • MITએ આરોગ્ય સેતુ એપની સરખામણી અન્ય 25 દેશોની એપ સાથે કરી
 • ચીનની કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપને 1 પણ રેટિંગ મળ્યું નહીં
 • એપની અનિવાર્યતા, ડેટાનો ઉપયોગ, એપના ડેટાને ડિલીટ કરવામાં લાગતો સમય, કેવા પ્રકારનો ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને ઓવરઓલ ટ્રાન્સપરન્સીને આધારે રેટિંગ આપવામાં આવ્યું
 • આરોગ્ય સેતુ એપ કલેક્ટેડ ડેટાનો પ્રકાર અને સમયસર એપના ડેટા ડિલીટ કરવાનાં માપદંડ પર ખરી ઉતરી

અમેરિકા સ્થિત MIT (મશાચુસેટ્સ ઓફ ટેક્નોલોજી)એ વિવિધ દેશોની કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપનાં રેટિંગનું લિસ્ટ જાહેર કર્યું છે. ડેટા પ્રાઈવસી અને સિક્યોરિટી સહિતનાં પરિબળો પર આપવામાં આવેલાં આ રિવ્યૂમાં સ્વદેશી એપ ‘આરોગ્ય સેતુ’ને 5માંથી માત્ર 2 રેટિંગ મળ્યું છે. તેને ટ્રાન્સપરન્સી અને વોલન્ટિયર યુઝેસ માટે સુરક્ષિત ગણવામાં આવી નથી. MITએ 25 દેશોની કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપનાં રેટિંગ જાહેર કર્યાં છે.

તમામ એપને 5 પરિબળોના આધારે રેટિંગ મળ્યું

MITએ 5 પરિબળોના આધારે તમામ ટ્રેકિંગ એપનું આંકલન કર્યું છે. તેમાં એપની અનિવાર્યતા, ડેટાનો ઉપયોગ, એપના ડેટાને ડિલીટ કરવામાં લાગતો સમય, કેવા પ્રકારનો ડેટા કલેક્ટ કરવામાં આવે છે અને ઓવરઓલ ટ્રાન્સપરન્સી સામેલ છે. આરોગ્ય સેતુ એપ કલેક્ટેડ ડેટાનો પ્રકાર અને સમયસર એપના ડેટા ડિલીટ કરવાનાં માપદંડ પર ખરી ઉતરી છે. બાકીનાં 3પરિબળો પર સ્કોર હાંસલ કરવામાં એપ નિષ્ફળ બની છે. તેને લીધે એપને 2 રેટિંગ મળ્યું છે.

સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની એપને 5 રેટિંગ

સિંગાપોર, ઓસ્ટ્રેલિયા, નોર્વે, ઈઝરાયલ, આયલેન્ડ, ઓસ્ટ્રિયા અને રિપબ્લિક ચેકની કોરોનાવાઈર ટ્રેકિંગ એપને 5માંથી 5 રેટિંગ મળ્યું છે. જોકે પાડોશી દેશ ચીનની એપને 1 પણ રેટિંગ મળ્યું નથી. ફ્રાન્સ અને ઈરાનની કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપના માત્ર 1 જ રેટિંગ મળ્યું છે.

આરોગ્ય સેતુ એપને ગૂગલ પ્લે સ્ટોર પર 4.4 રેટિંગ

આરોગ્ય સેતુ એપ MIT રેટિંગમાં ભલે પાછળ રહી હોય પરંતુ પ્લે સ્ટોર પર યુઝર તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે. આરોગ્ય સેતુ એપને પ્લે સ્ટોર પર 4.4 અને એપ સ્ટોર પર 4.2 રેટિંગ મળ્યું છે. ભારતમાં આરોગ્ય સેતુ એપના 9 કરોડથી વધારે યુઝર્સ છે.

આરોગ્ય સેતુ એપ

 • ‘આરોગ્ય સેતુ’ એપ કોરોનાવાઈરસ ટ્રેકિંગ એપ છે.
 • તે લોકેશન અને GPS ને આધારે કોરોનાવાઈરસના સંક્રમિતોને ટ્રેક કરી યુઝર્સને કેટલું જોખમ છે તેની માહિતી આપે છે.
 • એપ કોરોનાવાઈરસનુ જોખમ, કેસોની અપડેટ્સ અને સેલ્ફ અસેસમેન્ટ સહિતના અનેક ફીચર્સ ધરાવે છે. ગુજરાતી, અંગ્રેજી, હિન્દી સહિત એપ કુલ 11 ભાષા સપોર્ટ કરે છે.
 • એપમાં ટૂંક સમયમાં લોકડાઉનના સમયમાં જરૂરિયાત માટે બહાર જવા માટેને ઈ-પાસ ઈશ્યુ કરવામાં આવશે.
 • એપ એન્ડ્રોઈડ અને iOS બંને ઓપરેટિંગ સિસ્ટમ પર કાર્યરત છે.
 • થોડા દિવસ અગાઉ ફીચર ફોન અને લેન્ડલાઈન યુઝર્સ માટે સરકારે IVRS સર્વિસ લોન્ચ કરી હતી. તેમાં યુઝર 1920 નંબર પર મિસ્ડ કોલ કરી હેલ્થ અલર્ટ મેળવી શકે છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો