ભારત ચીન સીમા વિવાદ વચ્ચે સ્માર્ટફોન સહિત તમામ ચાઈનીઝ વસ્તુઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેવામાં સ્વદેશી સ્માર્ટફોનની માગ ઉઠી છે. તેને ધ્યાનમાં રાખી સ્વદેશી ટેક કંપની માઈક્રોમેક્સ ટૂંક સયમમાં કમબેક કરશે. કંપની 3 નવા સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારીમાં છે. તેમાં પ્રિમિયમ ફીચર્સ અને મોડર્ન લુકવાળા બજેટ સ્માર્ટફોન સામેલ છે. કંપનીએ ટ્વીટ કરીને તેની પુષ્ટિ કરી છે.
માઈક્રોમેક્સે છેલ્લે ગત વર્ષમાં ઓક્ટોબર મહિનામાં iOne નોટ સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. તેની કિંમત 8,199 રૂપિયા હતી.
કંપનીએ રીબ્રાન્ડ ચાઈનીઝ ફોન વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે
માઈક્રોમેક્સે રીબ્રાન્ડ ચાઈનીઝ ફોન વેચવાનો રેકોર્ડ બનાવ્યો છે. કંપનીના કો ફાઉન્ડર રાહુલ શર્માએ ડિસેમ્બર 2014માં યુ ટેલીવર્કનામથી સબ બ્રાન્ડની સ્થાપના કરી હતી. તે શરૂઆતમાં શેન્જેન બેઝ્ડ વેંડર કૂલપેડથી રીબ્રાન્ડ કરેલા ફોન લઈને આવી હતી. ત્યારબાદ કૂલપેડ સ્વતંત્ર બ્રાન્ડ બની હતી.
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, માઈક્રોમેક્સનું કમબેક મુશ્કેલીભર્યું હશે
ડિવાસિસ એન્ડ ઈકોસિસ્ટમના ડાયરેક્ટર નવકેન્દ્ર સિંહના જણાવ્યા અનુસાર, માઈક્રોમેક્સ ચોક્કસ રીતે આ સમયે કમબેક માટે પ્રયાસ કરી શકે છે. જોકે આ કમબેકમાં ઘણી મુશ્કેલીઓ છે. આ સમયે અનેક ટેક કંપનીઓ ભારતમાં કમબેક કરવાનું વિચારી રહી છે. હાલ બજારમાં ટોપ 5 બ્રાન્ડ્સે 75% માર્કેટ કવર કર્યું છે. તેવામાં માઈક્રોમેક્સને મહેનત કરવી પડશે.
એકસમયે માઈક્રોમેક્સનો દબદબો હતો
માઈક્રોમેક્સ એક સમયે ટેક માર્કેટમાં પોતાનો દબદબો ધરાવતી હતી. ગુરુગ્રામ બેઝ્ડ કંપની વર્ષ 2014માં ત્રીજા ત્રિમાસિકગાળામાં દુનિયાની 10મી સૌથી મોટી કંપની બની હતી. જોકે ભારતમાં શાઓમી, વિવો અને ઓપો જેવી ચાઈનીઝ ટેક કંપનીઓએ એન્ટ્રી મારતા માઈક્રોમેક્સે તેની લોકપ્રિયતા ગુમાવી હતી. વર્ષ 2018માં કંપનીએ ઇન્ફિનિટી N11 અને N12 સ્માર્ટફોન લોન્ચ કર્યા હતા અને વર્ષ 2019માં કંપનીએ એક જ સ્માર્ટફોન iOne નોટ લોન્ચ કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.