ટેક ન્યૂઝ:ભારતની પહેલી વર્ચ્યુઅલ ઈન્ફ્લુએન્સર કાયરાએ ઈન્સ્ટાગ્રામ પર 1 લાખ ફોલોઅર્સનો આંકડો કર્યો પાર

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

વર્ચ્યુઅલ ઈન્ફ્લુએન્સર હાલ વિશ્વમાં ખૂબ લોકપ્રિય થઈ રહ્યા છે, કારણકે લોકો વર્ચુઅલ વર્લ્ડના વિચારને સ્વીકારવા લાગ્યા છે. ભારતે પણ આ બેન્ડવેગનમાં ડિસેમ્બર 2021માં લોન્ચ થયેલી પહેલી વર્ચ્યુઅલ ઈન્ફ્લુએન્સર કાયરા સાથે કૂદકો લગાવ્યો છે. કાયરાએ હાલ ઈન્સ્ટાગ્રામ પર એક લાખ ફોલોઅર્સનો આંકડો પાર કરી દીધો છે અને તેણે આ માટે તેના ફોલોઅર્સનો આભાર પણ માન્યો છે.

બે દિવસ પહેલા શેર કરેલી પોસ્ટમાં, કાયરાએ લખ્યું હતું, ‘100,000! જ્યારે મેં શરુ કર્યું ત્યારે મેં ક્યારેય કલ્પના પણ કરી નહોતી કે, આટલાં બધા લોકો મને ફોલો કરવાનું પસંદ કરશે. છેલ્લાં 5 મહિના મારા માટે એક સુંદર યાત્રા સમાન રહ્યા છે. આ યાત્રામાં મારી સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર. આ જગ્યા જુઓ, કારણકે હજી ઘણું બધું આવવાનું બાકી છે.’ કાયરાએ હાથના ટેકે પોતાનું ફેસ રાખી બ્લુ શર્ટ પહેરેલો પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે. આ પોસ્ટને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે ટિપ્પણી કરી કે, ‘તમે માણસ છો કે રોબોટ? તમે ખૂબસૂરત લાગો છો!!!’ બીજા એક યુઝરે ટિપ્પણી કરી, ‘મને હાલ જ તમારા એકાઉન્ટ વિશે ખ્યાલ પડ્યો. તમને આ ઊંચાઈએ જોઈને મને આનંદ થયો. અભિનંદન.’ કાયરાના ઈન્સ્ટાગ્રામ બાયોનું કહેવું છે કે, તે મુંબઈમાં રહેતી ભારતની પહેલી મેટા-ઈન્ફ્લુએન્સર છે. તેણે પોતાના બાયોમાં ડ્રીમ ચેઝર, મોડેલ અને ટ્રાવેલર પણ લખ્યું છે. કાયરા ટોપ સોશિયલ ઇન્ડિયાના બિઝનેસ હેડ હિમાંશુ ગોયલનું સર્જન છે. તે વર્ષ 2020થી તેની વિચારધારાથી આ પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહ્યો છે. આ અંગે તમારા વિચારો શું છે?