ઓનલાઈન ગેમ્સનો ચસકો:ભારતીયોએ ગેમ્સની ઈન એપ ખરીદીમાં મન મૂકી 1 વર્ષમાં 3770 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા, બેટલ ગેમ કંપનીઓને માલામાલ બનાવી

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાઈનાન્શિયલ યર 2020માં રિયલ મની ગેમ્સની રેવેન્યૂ આશરે 13.58 કરોડ રૂપિયા સુધી પહોંચી

કોરોનાની એન્ટ્રી થયા બાદ વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન અભ્યાસને કારણે લોકોને ગેમિંગની એવી લત લાગી કે ભારત હવે ગેમિંગ એપનું મોટું માર્કેટ બની રહ્યું છે. ભારતીયો મન મૂકીને ગેમિંગ પાછળ પૈસા વાપરી રહ્યા છે.

ક્રાફ્ટન ઈંક કંપનીમાં ઈન્ડિયા એન્ડ મિડલ ઈસ્ટ એન્ડ નોર્થ આફ્રિકાના હેડ, અનુજ ટંડને જણાવ્યું કે 2020 અને 2021માં સૌથી મોટો એ તફાવત એ રહ્યો કે લોકો ગેમ્સ પાછળ વધારે પૈસા ખર્ચવા લાગ્યા. આ વર્ષે એપની ખરીદી પણ લોકોએ મન મૂકીને કરી.

રિયલ મની ગેમ્સની રેવેન્યૂ 13 હજાર કરોડથી વધારે રહી, બેટલ રોયલ ગેમ્સની ખરીદી ભારતમાં 100 મિલિયન ડોલર (આશરે 754 કરોડ રૂપિયા)થી વધારે થઈ. 2022માં ઈન એપ ખરીદીથી દેશની ઈકોનોમી બૂસ્ટ થશે.

ગેમિંગ એન્ડ ઈન્ટરેક્ટિવ મીડિયા વેન્ચર ફંડ લુમિકાઈ અને કન્સલ્ટિંગ ફર્મ રેડસીરના રિપોર્ટ પ્રમાણે, ફાઈનાન્શિયલ યર 2020માં રિયલ મની ગેમ્સની રેવેન્યૂ 1.8 બિલિયન ડોલર (આશરે 13.58 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ. ઓવરઓલ ઈન્ડસ્ટ્રીમાં તેનો શેર 51% છે.

ભારતમાં રોયલ બેટલ ગેમ્સની બોલબાલા
ગેમ ડેવલપમેન્ટ ફર્મ સુપર ગેમિંગના કો ફાઉન્ડર સંકેત નાધાનીએ જણાવ્યું કે, સિમ્પલ અને હાઈપર કેઝ્યુઅલ ગેમ્સ થોડા દિવસો માટે રમો તો તેની પાછળ ખર્ચો થતો નથી. પરંતુ આવી ગેમ્સ મહિનાઓ સુધી રમ્યા બાદ તેને અપગ્રેડ કરવા માટે કંપની તમારી પાસેથી પૈસા માગે છે. ભારતમાં MaskGun ટોપ ગેમિંગ એપમાં સામેલ થઈ છે. તેની Silly Royale ગેમ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ગેમ છે. તેને 5 મહિનામાં 1 કરોડથી વધારે વખત ડાઉનલોડ કરાઈ છે.

એશિયન માર્કેટમાં ગેમિંગનો ગ્રોથ
માર્કેટ રિસર્ચ અને કન્સલ્ટિંગ ફર્મ નિકો પાર્ટનર્સના રિપોર્ટ પ્રમાણે ભારત મોબાઈલ ગેમ્સ અને PC ગેમિંગમાં એશિયા માર્કેટનો ગ્રોથ ઝડપથી થઈ રહ્યો છે. 2021માં તેની પ્રોજેક્ટેડ રેવેન્યૂ 534.1 મિલિયન ડોલર (આશરે 4 હજાર કરોડ રૂપિયા) થવાનું અનુમાન છે. 2025 સુધી રેવેન્યૂ 1.49 બિલિયન ડોલર (આશરે 11 હજાર કરોડ રૂપિયા)ની આસપાસ હોઈ શકે છે.

નાઝરા ટેક્નોલોજીસના ચીફ એક્ઝિક્યુટિવ મનીષ અગ્રવાલનું માનવું છે કે, ગૂગલ પ્લે અને એપલ પ્લે સ્ટોર પર ભારતમાં ઈન એપ ખરીદદારી આશરે 500 મિલિયન ડોલર (આશરે 3770 કરોડ રૂપિયા) પાર કરી રહી છે. છેલ્લાં 3 વર્ષમાં ફ્રી ફાયર, કોલ ઓફ ડ્યુટી મોબાઈલ, બેટલ ગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા સહિતની મલ્ટિ પ્લેયર ગેમ્સની ઈન એપ ખરીદી 50 મિલિયન ડોલર (આશરે 377 કરોડ રૂપિયા) હતી. તેમાં 10ગણો ગ્રોથ થયો છે.

2022માં ગેમિંગ સ્ટોર કેવો રહેશે
સંકેત નાધાનીનું કહેવું છે કે, ભારતમાં પૌરાણિક કથાઓ સાથે સંકળાયેલી ગેમ્સ લોન્ચ થતા લોકો તેમાં વધારે રુચિ દાખવે છે. રિપોર્ટ પ્રમાણે, 60% ગેમર્સ ભારતીય વિષયો, પૌરાણિક કથાઓ અને જાણીતી હસ્તીઓના પાત્રો સાથે ગેમ રમવા માગે છે.

અન્ય સમાચારો પણ છે...