રિપોર્ટ:ભારતીયો ફોન પર દરરોજ 4.8 કલાક સમય પસાર કરે છે, એપ ડાઉનલોડ્સમાં પણ 28%નો વધારો થયો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એપ એનીએ 2021ના ત્રીજા ક્વાર્ટરનો રિપોર્ટ જાહેર કર્યો છે
  • 5.5 કલાકની સાથે ઈન્ડોનેશિયા પહેલા નંબરે

ભારતના લોકો આ સમયે સ્માર્ટફોન પર સૌથી વધુ સમય વિતાવી રહ્યા છે. આ સાથે ભારત મોબાઈલ પર સમય વિતાવવાના મામલે ચોથા નંબર પર પહોંચી ગયું છે. મોબાઈલ એપ એનાલિસ્ટ કંપની એપ એનીએ એક રિપોર્ટમાં આ જાણકારી આપી છે.

5.5 કલાકની સાથે ઈન્ડોનેશિયા પહેલા નંબરે
મોબાઈલ એપ એનાલિસ્ટ કંપની એપ એનીના એક રિપોર્ટના અનુસાર 5.5 કલાકની સાથે ઈન્ડોનેશિયા પહેલા નંબર પર, 5.4 કલાકની સાથે બ્રાઝિલ બીજા નંબર પર, 5 કલાકની સાથે દક્ષિણ કોરિયા ત્રીજા નંબર પર, 4.8 કલાકની સાથે ભારત ચોથા નંબરે અને 4.8 કલાકની સાથે મેક્સિકો પાંચમાં નંબર પર છે.

ભારતીય યુઝર્સ દરરોજ 24 કલાકમાંથી 4.8 કલાક મોબાઈલ પર પસાર કરી રહ્યા છે. ગયા વર્ષના પહેલા ક્વાર્ટરમાં આ સમય 4 કલાકનો હતો. તેમાં સૌથી વધારે યુઝર્સ ગેમિંગના છે. તે ઉપરાંત ફિનટેક અને ક્રિપ્ટો એપ્સ પણ ભારતમાં ઘણી લોકપ્રિય થઈ રહી છે.

એપ એનીએ 2021ના ત્રીજા ક્વાર્ટરનો રિપોર્ટ જાહેર કર્યો છે. કુલ એપ્સની ડાઉનલોડિંગમાં પણ 28%નો વધારો જોવા મળ્યો છે, ત્યારબાદ ડાઉનલોડ થયેલી કુલ એપ્સની સંખ્યા 24 હજાર કરોડ પહોંચી ગઈ છે. રિપોર્ટના અનુસાર, ભારત મોબાઈલ ગેમિંગના હિસાબથી સમગ્ર દુનિયામાં મોટું માર્કેટ છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, પ્રત્યેક પાંચમી મોબાઈલ ગેમ એપ ભારતમાં જ ડાઉનલોડ થાય છે.