તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઈમ્પેક્ટ:વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન સ્ટડીને કારણે આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડ બ્રેક 31 લાખ યુનિટ PC વેચાયા, 33% માર્કેટ શેર સાથે hp નંબર 1 પર

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • hpનો માર્કેટ શેરમાં આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 102.1%નો ગ્રોથ થયો
  • 45.4%ના વાર્ષિક ગ્રોથ સાથે ડેલ બીજા નંબરે તો લેનોવો 73.4%ના વાર્ષિક ગ્રોથ સાથે ત્રીજા સ્થાને રહી

કોરોનાવાઈરસને લીધે ભલે દુનિયાભરની ઈન્ડસ્ટ્રીને નુક્સાન થયું હોય, પરંતુ PCની ડિમાન્ડ વધી છે. મહામારીમાં વર્ક ફ્રોમ હોમ અને ઓનલાઈન સ્ટડીને કારણે PCની ડિમાન્ડ વધી છે. IDC (ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન)ના રિપોર્ટ પ્રમાણે, 2021ના પ્રથમ ક્વાર્ટરમાં અર્થાત જાન્યુઆરીથી માર્ચ દરમિયાન PC માર્કેટમાં 3.1 મિલિયન (આશરે 31 લાખ) યુનિટનું વેચાણ થયું.

વાર્ષિક આધારે આ વર્ષે 73.1%નો ગ્રોથ થયો. 2021ના પ્રથમ ક્વાર્ટરમાં અત્યાર સુધીના કોઈ પણ પ્રથમ ક્વાર્ટર કરતાં સૌથી વધારે PC વેચાયા છે. અર્થાત આ એક નવો રેકોર્ડ પણ છે.

નોટબુકની ડિમાન્ડ વધારે
PC કેટેગરીમાં નોટબુકની ડિમાન્ડ વધારે રહી છે. યર ઓન યર પ્રથમ ક્વાર્ટરમાં નોટબુકના વેચાણમાં 116.7%નો ગ્રોથ રહ્યો. બીજી તરફ ડેસ્કટોપ કેટેગરી સ્થિર રહી છે. ઘણી કંપનીઓએ રિમોટ વર્કિંગ અપનાવ્યું છે. તેને લીધે આ સેગમેન્ટમાં તેજી આવી છે.

મહામારીને લીધે થોકની ડિમાન્ડ અગ્રેસર
IDC ઈન્ડિયાના PC ડિવાઈસિસના માર્કેટ એનાલિસ્ટ, ભરત શેનોયે કહ્યું કે- કોરોના વાઈરસના કેસ વધતાં મોટી કંપનીએ તેમના કર્મચારી માટે થોકમાં PCની ખરીદી કરી.

hp ફરી નંબર 1 પર આવી

વર્ક ફ્રોમ હોમને કારણે PCની ડિમાન્ડ વધી
વર્ક ફ્રોમ હોમને કારણે PCની ડિમાન્ડ વધી

ઓવરઓલ PC માર્કેટમાં આ વર્ષે hpનો દબદબો રહ્યો છે. કંપનીનો માર્કેટ શેરમાં આ વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં 102.1%નો ગ્રોથ થયો છે. કંપની કન્ઝ્યુમર સેગમેન્ટમાં 33% માર્કેટ શેર ધરાવે છે તો કમર્શિયલ સેગમેન્ટમાં 32.8% સાથે તે પ્રથમ નંબરે છે.

ડેલ ટેક્નોલોજી 21.8% માર્કેટ શેર સાથે બીજા સ્થાને છે. ડેલે પ્રથમ ક્વાર્ટર દરમિયાન 45.4%નો વાર્ષિક ગ્રોથ હાંસલ કર્યો છે. તો લેનોવો 73.4%ના વાર્ષિક ગ્રોથ સાથે ત્રીજા સ્થાને રહી છે.