તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય સેનાએ પોતાના સેનિકો અને ઓફિસરો માટે સોશિયલ મીડિયા એપ્સ બૅન કરી હતી. આ નિર્ણય એકદમ સફળ રહ્યો છે. સેનાએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ સહિત કુલ 89 એપ્સના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આશરે 13 લાખ સેનિકોમાંથી માત્ર 8 ઓફિસર્સે આ પ્રતિબંધોનું ઉલ્લંઘન કર્યું છે. આશરે 730 ઓફિસરોના શિરે આ એપ્સના પ્રતિબંધ જળવાઈ રહે તેની જવાબદારી સોંપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ફેસબુકના હનીટ્રેપમાં ફસાઈ ડિજિટલ ડેટા અને સંવેદનશીલ માહિતી લીક થવાની શંકાને આધારે એપ્સ પર પ્રતિબંધનો નિર્ણય લેવાયો હતો. 5 વર્ષ પહેલાં સામાન્ય જનતાની જેમ સુરક્ષા બળોને ઈન્ટરનેટ અને ઈન્ટરનેટ મીડિયાની એકજેવી પહોંચ હતી.
ડેટા લીક થઈ દુશ્મનો સુધી ન પહોંતે તે માટે બૅન
સેના માટે પ્રતિબંધિત એપ્સમાં 59 એવી ચાઈનીઝ એપ્સ પણ સામેલ છે જેણે ભારત સરકારે સામાન્ય લોકો માટે પણ બૅન કરી છે. સેનિકો અને તેમની ગતિવિધિઓની સંવેદનશીલ માહિતી પોતાના દુશ્મનોથી બચાવવા માટે આ કડક નિર્ણય લેવાયો હતો. તેથી ભારતીય સેનામાં વ્હોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, એલા, સ્નેપચેટ, PUBG,મેસેન્જર, રેડિટ, ટ્રુકોલર, એન્ટિ વાઈરસ 360 સિક્યોરિટી, ટિન્ડર, ટમ્બલર, હંગામા, songs.pk,કેમ સ્કેનર, ઓકે ક્યુપિડ, ડેઈલી હન્ટ સહિતની એપ્સ પર રોક લગાવી છે.
ગત વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય સેનાએ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ, PUBG અને ટ્રુકોલર સહિત કુલ 89 એપ્સ પર સેનિકો માટે બૅન લગાવ્યો હતો. તેમાંથી 59 એ ચાઈનીઝ એપ્સ છે જે થોડા મહિના પહેલાં જ ભારતમાં બૅન થઈ છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.