તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

WTC ફાઈનલ:ભારત-ન્યૂઝીલેન્ડની મેચનું લાઈવ ટેલિકાસ્ટ તમારા ફોનમાં જોવા માટે આ ટેલિકોમ કંપનીઓ હોટસ્ટાર સબસ્ક્રિપ્શન ફ્રીમાં આપી રહી છે, જાણો પ્લાન્સની વિગત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજથી ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ શરૂ થવાની છે. આ પહેલો અવસર છે કે ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમાશે. મેચ સાઉથેમ્પ્ટનના ધ એઝિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. તમે પણ ભારતીય ટીમને ઘરે બેસીને ચીયર્સ કરવા માગો છો તો ટીવી સાથે ઓનલાઈન પ્લેટફોર્મ અથવા એપ પર જોઈ શકો છો. આ મેચનું લાઈવ ટેલિકાસ્ટ બપોરે 3 વાગ્યે શરૂ થશે.

સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર ટેલિકાસ્ટ થશે મેચ
ભારત Vs ન્યૂઝીલેન્ડની મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે. આ મેચને સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પર જોઈ શકાશે. તે ટાટા સ્કાયની ચેનલ નંબર 460, ડિશ ટીવીની ચેનલ નંબર 607 અને D2Hની ચેનલ નંબર 405 પર આવે છે. આ સિવાય સિટી નેટવર્ક પર તે ચેનલ નંબર 475 પર આવે છે.

હોટસ્ટાર એપ પર લાઈવ જોઈ શકાશે મેચ
જો તમે ટીમ ઈન્ડિયાને ઘરે બેસી ચીયર કરવા માગો છો તો હોટસ્ટાર એપની મદદથી તે કરી શકો છો. જો તમારી પાસે 399 રૂપિયાનું VIP સબસ્ક્રિપ્શન હશે તો જ તમે એપ પર લાઈવ મેચની મજા માણી શકશો. મેચ સાથે તમે ડિઝ્ની પ્લસ અને હોસ્ટારના અન્ય કન્ટેન્ટની પણ મજા માણી શકશો.

અલગ અલગ ટેલિકોમ ઓપરેટરના આ પ્લાન પર હોટસ્ટાર સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળશે

એરટેલના પ્લાન
401 રૂપિયાનો પ્લાન

આ પ્લાનની માન્યતા 28 દિવસની છે. આ પ્લાનની સાથે Disney+Hotstar VIP સબસ્ક્રિપ્શન મળે છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગ અને દૈનિક 100 SMSની સાથે આવે છે. તેમાં તમને 3GB ડેટા દરરોજ મળે છે.

448 રૂપિયાનો પ્લાન
448 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલની સુવિધા મળશે. તેમાં ડેઈલી 100 SMSની સાથે 3GB હાઈ સ્પીડ ડેટાનું એક્સેસ 28 દિવસ માટે મળશે. પ્લાનમાં Disney+Hotstar VIPનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

599 રૂપિયાનો પ્લાન
599 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલની સુવિધા મળશે. તેમાં ડેઇલી 100 SMSની સાથે 2GB હાઈ-સ્પીડ ડેટાનું એક્સેસ 56 દિવસ માટે મળશે. પ્લાનમાં Disney+Hotstar VIPનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

2,698 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 2GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા મળે છે. તે સિવાય, જિયોના પેકની જેમ જ 100 SMS દરરોજ અને Disney+Hotstar VIPનું એક વર્ષનું સબસ્ક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવે છે. તેમાં ડિઝની+હોટસ્ટાર VIP સબસ્ક્રિપ્શન, એરટેલ એક્સટ્રીમ પ્રીમિયમ, અનલિમિટેડ ચેન્જની સાથે ફ્રી હેલો ટ્યુન્સ, વિંક મ્યુઝિક, 1 વર્ષની વેલિટિડીની સાથે Shaw Academyનો ફ્રી ઓનલાઈન કોર્સ અને FASTagની ખરીદી પર 100 રૂપિયાનું કેશબેક મળશે.

જિયોના પ્લાન
401 રૂપિયાનો પ્લાન

401 રૂપિયાના 28 દિવસની વેલિડિટીવાળા પ્લાનમાં જિયો તેના ગ્રાહકોને 90GB ડેટા ઓફર કરી રહ્યો છે. એટલે કે દરરોજ 3GB ડેટા સિવાય કુલ 6GB વધારાનો ડેટા મળશે. આ પ્લાનમાં અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળશે. આ પ્લાનમાં યુઝર્સને 399 રૂપિયાની કિંમતનો એક વર્ષનો ડિઝની+ હોટસ્ટાર VIP ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળશે.

598 રૂપિયાનો પ્લાન
598 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ કોલની સુવિધા મળશે. તેમાં ડેઈલી 100 SMSની સાથે દરરોજ 2GB હાઈ સ્પીડ ડેટા 56 દિવસ માટે મળશે. પ્લાનમાં Disney+Hotstar VIPનું સબસ્ક્રિપ્શન પણ મળશે.

777 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં દરરોજ 1.5GB હાઈ સ્પીડ ડેટાની સાથે યુઝરને 5GB અતિરિક્ત ડેટા મળશે. એટલે કે પ્લાનમાં કુલ 131GB ડેટા મળશે અને આ પ્લાનની માન્યતા 84 દિવસની છે. આ પ્લાનની સાથે જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલિંગ, અન્ય નેટવર્ક પર કોલિંગ માટે 3000 મિનિટ્સ અને દરરોજ 100 SMS મળશે. આ પ્લાનની સાથે Disney+ Hotstar VIPનું સબસ્ક્રિપ્શન ઓફર કરવામાં આવી રહ્યું છે.

2599 રૂપિયાનો પ્લાન
એક વર્ષની વેલિડિટીવાળા આ પ્લાનમાં 365 દિવસ માટે 740GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલિંગની સાથે જિયો એપ્સનું ફ્રી એક્સેસ મળે છે. આ પ્લાનમાં યુઝર્સને Disney +Hotstar VIPનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ મળે છે જેની કિંમત 399 રૂપિયા છે.

Viના પ્લાન્સ
401 રૂપિયાનો પ્લાન

આ પ્લાનની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન મળી રહ્યું છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ, દરરોજ 3GB ડેટાની સાથે 16GB એડિશનલ ડેટા મળી રહ્યો છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. આ પ્લાનની સાથે દરરોજ 100 SMS પણ મળે છે. પ્લાનની સાથે બિંજ ઓલ નાઈટ ઓફર પણ મળી રહી છે, જેમાં યુઝર્સ રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અનલિમિટેડ ડેટાનો ઉપયોગ કરી શકે છે.

501 રૂપિયાનો પ્લાન
આ એક ડેટા પ્લાન છે. તેમાં તમને 56 દિવસ માટે 75GB ડેટા મળશે. જો કે, આ એક ડેટા પ્લાન છે તેથી તેમાં ફ્રી કોલિંગ અને SMSનો ફાયદો નહીં મળે. આ પ્લાનમાં તમને ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે.

601 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 56 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100SMS મળશે. તેમજ આ પ્લાનની સાથે પ્રતિ દિવસ 3GB ડેટા અને 32GB વધારાનો ડેટા મળશે. એટલે કે તમને આ પ્લાનની સાથે 200GB ડેટા મળશે. પ્લાનની સાથે બિંજ ઓલ નાઈટ ઓફર પણ મળી રહી છે. આ પ્લાનની સાથે પણ ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

801 રૂપિયાનો પ્લાન
આ પ્લાનમાં તમને 84 દિવસ માટે અનલિમિટેડ કોલિંગ અને દરરોજ 100 SMS મળશે. તેમજ આ પ્લાનની સાથે પ્રતિ દિવસ 3GB ડેટા અને 48GB વધારાનો ડેટા મળશે. એટલે કે તમને આ પ્લાનની સાથે 300GB ડેટા મળશે. પ્લાનની સાથે બિંજ ઓલ નાઈટ ઓફર પણ મળી રહી છે. આ પ્લાનની સાથે ડિઝની+ હોટસ્ટાર VIPનું સબસ્ક્રિપ્શન આપવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...