રિપોર્ટ:2020માં ટેબ્લેટ સેલિંગમાં 14.7%નો વધારો, લેનોવો નંબર 1 પર રહી; સેમસંગ એપલનાં મોંઘાં ટેબ્લેટ પણ ડિમાન્ડમાં રહ્યાં

એક વર્ષ પહેલા

IDC (ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન)ના રિપોર્ટ પ્રમાણે, ગત વર્ષે ભારતીય ટેબ્લેટ માર્કેટમાં રેકોર્ડ 14.7%નો વાર્ષિક ગ્રોથ જોવા મળ્યો છે. 2020માં કુલ 2.8 મિલિયન (આશરે 28 લાખ) ટેબ્લેટનું વેચાણ થયું છે. આ સેગમેન્ટમાં ચાઈનીઝ કંપની લેનોવોનો વાર્ષિક ગ્રોથ 6.6% રહ્યો છે. જોકે 2019ની સરખામણીએ તેનો માર્કેટ શેર 3% ઘટી 39% થયો છે. 2019માં કંપનીનો માર્કેટ શેર 42% હતો.

સેમસંગનો માર્કેટ શેરમાં સૌથી વધારે ગ્રોથ
બીજા નંબરે સાઉથ કોરિયન ટેક કંપની સેમસંગ છે. સેમસંગનો 13% સૌથી વધારે ગ્રોથ થયો છે. 2020માં કંપનીનો કુલ માર્કેટ શેર 32% રહ્યો, જે માર્કેટ 2019માં 19% હતો. IDCના વર્લ્ડવાઈડ ક્વાર્ટ્લી પર્સનલ કમ્પ્યુટિંગ ડિવાઈસ ટ્રેકર પ્રમાણે, 2019ની સરખામણીએ કન્ઝ્યુમર સેગમેન્ટમાં વેચાણનો ગ્રોથ 157% વધી ગયો છે.

એપલ ત્રીજા નંબરે પહોંચી
અમેરિકન કંપની એપલ ભારતમાં ટેબ્લેટ વેચાણના મામલે ત્રીજા નંબરે રહી છે. તેના માર્કેટ શેરમાં વાર્ષિક 13%નો ગ્રોથ થયો છે. એપલે આઈફોનના ત્રીજા સ્થાનને રિપ્લેસ કર્યું છે. એપલે આખા વર્ષ દરમિયાન સ્ટોક અવેલેબિલિટી માટે સંઘર્ષ કર્યો છે. 2019માં આઈબોલ 15% માર્કેટ શેર સાથે ત્રીજા નંબરે હતી. આ વખતે કંપની 4%ના માર્કેટ શેર સાથે ચોથા સ્થાને પહોંચી છે.

ભારતમાં હુવાવેનો માર્કેટ શેર વધ્યો
ચાઈનીઝ કંપની હુવાવેનો ભારતમાં ટેબ્લેટ સેલિંગમાં માર્કેટ શેર 3% વધ્યો છે. 2019ની સરખામણીએ તેનો માર્કેટ શેર વધ્યો છે. 2019માં કંપનીનો માર્કેટ શેર 1% હતો. અન્ય તમામ કંપનીઓનો કુલ માર્કેટ શેર 10% રહ્યો છે.

20 હજાર કરતાં વધુ કિંમતનાં ટેબ્લેટની ડિમાન્ડ વધી
રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 7000થી 15000 રૂપિયાના ટેબ્લેટની ડિમાન્ડ સૌથી વધારે રહી છે. ટેબ્લેટનાં કુલ વેચાણમાં તેમનું યોગદાન સૌથી વધારે રહ્યું છે. તો 20 હજારથી વધારે કિંમતવાળા ટેબ્લેટના વેચાણમાં 72.3%નો ગ્રોથ થયો છે. તેમાં સેમસંગ ગેલેક્સી ટેબ S6 અને આઈપેડ 10.2ની ડિમાન્ડ વધારે રહી છે.