તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • India Smartphone Market Share Latest; Shipments Decline As Per International Data Corporation’s (IDC) Report

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020માં સ્માર્ટફોન માર્કેટ 1.7% ગગળ્યું:ભારતમાં 15 કરોડ સ્માર્ટફોન વેચાયા, કોવિડને કારણે ઓનલાઈન માર્કેટમાં 12%નો ગ્રોથ

11 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોવિડ-19 મહામારીની અસર સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રી પર થઈ છે. IDC (ઈન્ટરનેશનલ ડેટા કોર્પોરેશન)ના રિપોર્ટ પ્રમાણે, છેલ્લા ઘણા વર્ષોથી સતત ગ્રોથ કરી રહેલી સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં વાર્ષિક 1.7%નો ઘટાડો જોવા મળ્યો છે. ગત વર્ષે ભારતમાં 15 કરોડ સ્માર્ટફોનની ખરીદી થઈ હતી. આ દરમિયાન ઓનલાઈન ચેનલે ઓવરઓલ માર્કેટને પાછળ છોડ્યું છે. 2020માં ઓનલાઈન માર્કેટનો શેર 48% રહ્યો. વાર્ષિક આધારે તેના ગ્રોથમાં 12%નો ઘટાડો રહ્યો.

દિવાળી પહેલાંના અઠવાડિયાંમાં ફાયદો થયો
IDCના ક્વાર્ટરલી મોબાઈન ફોન ટ્રેકર પ્રમાણે, 2020માં ઓક્ટોબર અને નવેમ્બરમાં પ્રી દિવાળી વીક્સ દરમિયાન રિટેલ વેચાણમાં ધીરે ધીરે વધારો થતો જોવા મળ્યો છે. આ દરમિયાન ઓફલાઈન ચેનલમાં 5%નો વાર્ષિક ગ્રોથ રહ્યો છે. ફેસ્ટિવ ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર) દરમિયાન વાર્ષિક આધારે 21%ના ગ્રોથ સાથે રેકોર્ડ 45 મિલિયન (4.5 કરોડ) ડિવાઈસ શિપમેન્ટ થયાં.

2021માં સિંગલ ડિજિટ ગ્રોથ હશે
IDC ઈન્ડિયાના રિસર્ચ ડાયરેક્ટર, ક્લાઈન્ટ ડિવાઈસિસ એન્ડ IPDS, નવકેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે, 2020ના અંતિમ દિવસોમાં સ્માર્ટફોન માર્કેટનો પુનર્જન્મ થયો. આશા છે કે 2021માં સ્માર્ટફોન માર્કેટમાં વાર્ષિક આધારે સિંગલ ડિજટનો ગ્રોથ થાય. મિડ રેન્જ સેગમેન્ટ અને અફોર્ડેબલ 5G સ્માર્ટફોન (આશરે 18,000 રૂપિયા)ના વધારે વિકલ્પ મળશે.

મીડિયાટેક અને ક્વૉલકોમનો દબદબો રહેશે
2020માં મીડિયોટેક પ્રોસેસર બેઝ્ડ સ્માર્ટફોનના 43% માર્કેટ શેર સાથે લીડ કર્યું. તો 40% માર્કેટ શેર સાથે ક્વૉલકોમ બીજા નંબર પર છે. મીડિયાટેકે પોતાના 200 ડોલર (આશરે 14,500 રૂપિયા) સેગમેન્ટનો વિસ્તાર કર્યો છે. 2020માં 5Gનું શિપમેન્ટ 2 મિલિયન (20 લાખ) યુનિટને ક્રોસ કરી ગયું છે. 2020માં ચાઈનીઝ OEMs (ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ)એ સૌથી વધારે ડિવાઈસ લોન્ચ કર્યાં છે.

2021માં 5G ડિવાઈસ પર ફોકસ
IDC ઈન્ડિયામાં ક્લાઈન્ટ ડિવાઈસિસના એસોસિએટ રિસર્ચ મેનેજર, ઉપાસના જોશીએ કહ્યું કે, 2021માં 5G ડિવાઈસિસ વધારે લોન્ચ થવાની અને ASP (એવરેજ સેલિંગ પ્રાઈસ)માં વધારાની આશા છે. સ્માર્ટફોન વેન્ડર્સ 5G ડિવાઈસિસને મલ્ટિપલ પ્રાઈસ પોઈન્ટ તરીકે વધારે લોન્ચ કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો