રિપોર્ટ:ભારતમાં ડિસ્પ્લેવાળા સ્માર્ટ સ્પીકરનો ક્રેઝ વધી રહ્યો છે, વર્ષના અંત સુધી 7.5 લાખ યુનિટ્સનાં વેચાણની આશા

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • એમેઝોન ઈકો ડિવાઈસનો જાન્યુઆરી-સપ્ટેમ્બર મહિનામાં માર્કેટ શેર 95.9% રહ્યો
  • શાઓમીએ સપ્ટેમ્બરમાં 7.1% માર્કેટ શેર સાથે આ સેગમેન્ટમાં એન્ટ્રી કરી હતી

ભારતમાં દિવસેને દિવસે સ્માર્ટ સ્પીકરનો ક્રેઝ વધતો જાય છે. એક રિપોર્ટ પ્રમાણે, સ્માર્ટ હોમ સ્પીકર્સનું શિપમેન્ટ આ વર્ષના અંત સુધીમાં 7.5 લાખ યુનિટ થવાની આશા છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે. તેમાં એમેઝોન ઈકો ડિવાઈસ સૌથી આગળ છે. જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનામાં તેનો માર્કેટ શેર 95.9% રહ્યો છે.

શાઓમીએ સપ્ટેમ્બરમાં યુનિટ શિપમેન્ટમાં 7.1%નો માર્કેટ શેર હાંસલ કર્યો છે. ગૂગલ પાસે સપેટમ્બર મહિના સુધીનો માર્કેટ શેર 1.2% છે.

‘ભારતીયો સ્માર્ટ ટેક્નોલોજી ઝડપથી અપનાવી રહ્યા છે. તેમાં સ્માર્ટ સ્પીકરની જેમ અવાજથી કન્ટ્રોલ થતાં ડિવાઈસ પણ સામેલ છે. ફૈસલ કાવોસા, સંસ્થાપક અને મુખ્ય વિશ્લેષક, ટેકઆર્કે કહ્યું કે- યુઝર્સ એવા ડિવાઈસની ખરીદી કરી રહ્યા છે જે ઉપયોગી હોવાની સાથે સારો યુઝર એક્સપિરિઅન્સ પણ આપે.’ કાવોસાએ ઈન્ડિયન સ્માર્ટ સ્પીકર માર્કેટ સ્કેન રિપોર્ટમા જણાવ્યું કે, એમેઝોન આ અવસરે સારો લાભ ઉઠાવી રહ્યું છે. ઈકો ડિવાઈસને લોકપ્રિય બનાવવા માટે યુઝર્સને વધારે એન્ગેજિંગ કન્ટેન્ટ આપવા માટે એપ્સની મોટી રેન્જ પ્રદાન કરી છે.

2021માં જૂન મહિના સુધી એપલ એરપોડ્સ 3 લોન્ચ કરી શકે છે, તેમાં બ્લડ ઓક્સીજન લેવલ અને હાર્ટ રેટ મોનિટરિંગ પણ મળશે

ડિસ્પ્લેવાળું સ્પીકર સૌથી લોકપ્રિય

  • જુલાઈ-સપ્ટેમ્બરની વાત કરવામાં આવે તો આ સમયગાળામાં ઈકો ડોટ થર્ડ જનરેશન સૌથી વધુ વેચાનાર સ્માર્ટ સ્પીકર છે. તેનો માર્કેટ શેર 53% છે.
  • જાન્યુઆરીથી સપ્ટેમ્બર મહિનામાં ઈકો મોડેલનો માર્કેટ શેર 70.4% રહ્યો છે. સ્માર્ટ સ્પીકરની સરેરાશ કિંમત 5,560 રૂપિયા રહી, જે ઓવરઓલ શિપમેન્ટમાં ડિસ્પ્લે ઈનેબલ્ડ ડિવાઈસિસની ડિમાન્ડ વધવાને કારણ વધારે થઈ શકે છે.
  • જુલાઈ-સપ્ટેમ્બરમાં સરેરાશ કિંમત 6100 રૂપિયા હતી. ભારતમાં ડિસ્પ્લેવાળા સ્માર્ટ સ્પીકર ખરીદવાનું વલણ વધ્યું છે.
  • ત્રીજા ત્રિમાસિકગાળામાં બીજા ત્રિમાસિકગાળા કરતા ડિસ્પ્લેવાળા સ્માર્ટ સ્પીકરનું શિપમેન્ટ 87% વધ્યું. ત્રીજા ત્રિમાસિકગાળામાં ડિસ્પ્લેવાળા સ્માર્ટ સ્પીકરનો માર્કેટ શેર 6.4% હતો.
  • રિપોર્ટ પ્રમાણે, ડિસ્પ્લેવાળા સ્માર્ટ સ્પીકર્સમાં 65.9% 8 ઈંચ સ્ક્રીન ડિસ્પ્લે સાઈઝથી સજ્જ હતા. આ એમેઝોન ઈકો શૉ 8ને સૌથી લોકપ્રિય ડિસ્પ્લેવાળું સ્પીકર બનાવે છે. ડિસ્પ્લે ઈનેબલ્ડ સ્માર્ટ સ્પીકર્સમાં કોમ્પિટિટર્સ માટે હજુ પણ સ્કોપ છે, ખાસ કરીને ત્યારે જ્યારે તે ખૂબ ટ્રેન્ડમાં છે.