• Gujarati News
  • Utility
  • Gadgets
  • India Receives 27,000 Spam Calls Per Hour From A Single Number, Ranking Fourth In The List Of 20 Countries; Avoid This Way

રિપોર્ટ:ભારતમાં એક જ નંબરથી દર કલાકે 27 હજાર સ્પૅમ કોલ થાય છે, 20 દેશોનાં લિસ્ટમાં ચોથા સ્થાને; આ રીતે બચો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્પૅમ કોલથી સૌથી પ્રભાવિત દેશ બ્રાઝિલ છે. ત્યારબાદ પેરુ અને યુક્રેન ત્રીજા નંબરે
  • ગ્લોબલી 3.78 કરોડ સ્પૅમ કોલની ઓળખ થઈ અને 18.20 હજાર કરોડ સ્પૅમ મેસેજ બ્લોક થયાં.

કોરોનાની એન્ટ્રી થયા બાદ દુનિયાભરમાં ડિજિટલાઈઝેશન વધવાની સાથે સ્પૅમ કોલિંગની સંખ્યામાં પણ વધારો થયો છે. આ વર્ષે સ્પૅમ કોલથી પ્રભાવિત 20 દેશોમાં ભારત ચોથા નંબરે પહોંચ્યો છે. આ પહેલાં આપણો દેશ 9માં નંબરે હતો. સેલ્સ અને ટેલિમાર્કેટિંગ કોલ તેનું કારણ છે. ટ્રુકોલરના એન્યુઅલ ગ્લોબલ સ્પૅમ રિપોર્ટ પ્રમાણે ભારતમાં એક સ્કેમર આશરે 20.2 કરોડ સ્પૅમ કોલ કરે છે. એક જ નંબરથી દર કલાકે 27 હજાર અને દરરોજ 6.64 લાખ કોલ થાય છે.

30 કરોડ સ્પૅમ બ્લોક થયા
ગ્લોબલી ડિજિટલાઈઝેશન વધી જતાં સ્પૅમ સ્કેમનું જોખમ વધ્યું છે. રિપોર્ટ પ્રમાણે જુલાઈ 2020થી જૂન 2021 દરમિયાન આશરે 5.94 કરોડ અમેરિકન યુઝર્સ સ્પૅમના શિકાર બન્યા. દરેક યુઝરને 502 ડોલર (આશરે 38 હજાર રૂપિયા)નું નુકસાન થયું. ટ્રુકોલરે આ વર્ષે આશરે 3.78 કરોડ સ્પૅમ કોલની ઓળખ કરી અને 30 કરોડ સ્પૅમ કોલ યુઝર બ્લોક કર્યા. સાથે જ 18.45 હજાર કરોડ અનનોન કોલની ઓળખ થઈ જ્યારે 58.60 હજાર કરોડ અનનોન મેસેજની ઓળખ થઈ.

ભારતમાં આશરે દર સ્પૅમરે સરેરાશ 20.2 કરોડ સ્પૅમ કોલ કર્યા

  • સ્પૅમ કોલથી સૌથી પ્રભાવિત દેશ બ્રાઝિલ છે. ત્યારબાદ પેરુ અને યુક્રેન ત્રીજા નંબરે છે. ભારત ચોથા સ્થાને જ્યારે મેક્સિકો પાંચમા નંબરે છે.
  • રિપોર્ટ પ્રમાણે ભારતમાં સ્પૅમર 20.2 કરોડ સ્પૅમ કોલ કરે છે. તે એક જ નંબરથી દર કલાકે 27 હજાર અને દરરોજ 6.64 લાખ કોલ કરવામાં આવે છે.
  • ગ્લોબલી 3.78 કરોડ સ્પૅમ કોલની ઓળખ થઈ અને 18.20 હજાર કરોડ સ્પૅમ મેસેજ બ્લોક થયાં.
  • ટ્રુકોલરે ગ્લોબલી 30 કરોડ યુઝર્સને 37.80 હજાર સ્પૅમ કોલ્સની ઓળખ કરી બ્લોક કરવામાં મદદ કરી.

આ રીતે સ્પૅમ કોલ્સથી બચો
સ્પૅમ કોલ્સ કે SMSથી બચવા માટે ટ્રુકોલર જેવી એપ્સનો ઉપયોગ કરો. આ સિવાય ફોનમાં 'do not disturb' સર્વિસ ઓન રાખો. આ સર્વિસ ઓન કરવા માટે મેસેજમાં જઈ 1909 નંબર પર 'start 0' મેસેજ ટાઈપ કરી સેન્ડ કરવો પડશે. તમે 1909 નંબર પર ફોન કરી સ્પૅમ કોલથી છુટકારો મેળવી શકો છો.