પાસવર્ડની પારાયણ:'Iloveyou' અને 'SAIRAM' જેવાં પાસવર્ડ રાખ્યા હશે તો હેકર્સ 1 સેકન્ડમાં તમને પાયમાલ બનાવી દેશે, આ રીતે સ્ટ્રોન્ગ પાસવર્ડ ક્રિએટ કરો અને સેફ રહો

2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઈંગ્લિશના રોમાન્ટિક શબ્દોનો પાસવર્ડ રાખવામાં મહિલાઓ આગળ
 • ભારતમાં 200માંથી 62 પાસવર્ડ એવા છે જેને હેકર્સ 1 સેકન્ડમાં હેક કરી શકે છે

સોશિયલ મીડિયા અકાઉન્ટ હોય કે પછી ડિજિટલ વોલેટની એપ તેને સિક્યોર રાખતી ચાવી એક માત્ર તમારો 'પાસવર્ડ' છે. જો આ પાસવર્ડ એવો હોય કે તેને ક્રેક કરવામાં હાઈ ટેક હેકર્સ માથું ખંજવાળતા થઈ જાય તો જ તે સ્ટ્રોન્ગ ગણી શકાય. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે સૌથી વધારે ‘123456’ પાસવર્ડ રખાય છે પરંતુ તેવું નથી. એક રિસર્ચ પ્રમાણે ભારતમાં સૌથી વધારે પોપ્યુલર પાસવર્ડ ‘password’ છે. ભારતની હરોળમાં જાપાનના પણ યુઝર્સ છે. જાપાનને દુનિયાનું ટેક હબ કહી શકાય પરંતુ જાપાની યુઝર્સ પાસવર્ડ રાખવામાં ભારતીયો જેવા જ છે.

iloveyou અને omsairam સૌથી સામાન્ય પાસવર્ડ
દેશમાં સૌથી વધારે 'iloveyou', 'krishna', 'sairam' અને 'omsairam' પાસવર્ડની બોલબાલા છે. ટેક રિસર્ચ ફર્મ NordePassના તાજેતરના રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ વેબસાઈટ યુઝર્સને પાસવર્ડ મેનેજ કરવામાં મદદ કરે છે. ડેટા પ્રમાણે 123456789, 12345678, india123, qwerty, abc123, xxx, Indya123, 1qaz@WSX, 123123, abcd1234 અને 1qaz પાસવર્ડ પણ કોમન પાસવર્ડ છે.

મહિલાઓના રોમાન્ટિક પાસવર્ડ
નામવાળા પાસવર્ડ મહિલા અને પુરુષ બંને યુઝર્સમાં પોપ્યુલર છે. 'priyanka', 'sanjay', 'rakesh સહિતના નામ વધારે છે. પાસવર્ડ માટે ઈંગ્લિશમાં રોમાન્ટિક શબ્દો 'iloveyou', 'sweetheart','lovely', 'sunshine'પણ ઘણા કોમન છે. આવા પાસવર્ડનો ઉપયોગ મહિલાઓ વધારે કરે છે.

nordpass વેબસાઈટ પ્રમાણે ટોપ 10 કોમન પાસવર્ડ
nordpass વેબસાઈટ પ્રમાણે ટોપ 10 કોમન પાસવર્ડ

1 સેકન્ડમાં હેક થઈ શકે છે પાસવર્ડ
હેકર્સ સૌથી કોમન પાસવર્ડ માત્ર 1 સેકન્ડમાં હેક કરી લે છે. ભારતમાં 200માંથી 62 પાસવર્ડ એવા છે જેને હેકર્સ 1 સેકન્ડમાં હેક કરી લે છે.

સિક્યોર પાસવર્ડ જનરેટ કરવા આ વાતોનું ઘ્યાન રાખો

 • પાસવર્ડમાં મિનિમમ 10થી 15 કેરેક્ટરનો ઉપયોગ કરો
 • આલ્ફાબેટ અને નંબર્સનો ઉપયોગ કરો
 • પાસવર્ડમાં એક આલ્ફાબેટ કેપિટલ જરૂર રાખો
 • ! @ # $ % ^ & * ) જેવાં સ્પેશિયલ કેરેક્ટરનો ઉપયોગ કરો
 • સમયાંતરે પાસવર્ડ બદલતાં રહો
 • શક્ય હોય તો પાસવર્ડને OTP સાથે પણ પ્રોટેક્ટ કરો

પાસવર્ડ જનરેટ કરવામાં આ ભૂલ ન કરો

 • સરળ શબ્દોનો ઉપયોગ ન કરો
 • 8થી ઓછા કેરેક્ટરનો ઉપયોગ ન કરો
 • પોતાનું નામ, બર્થ ડેટ જેવી પર્સનલ ડિટેલનો ઉપયોગ ન કરો
 • પોતાના યુઝરનેમને પાસવર્ડ ન બનાવો.
 • કોઈને પૂછ્યા પછી પાસવર્ડ ન બનાવો.

હવે પાસફ્રેઝની બોલબાલા
ઘણા યુઝર ડેટા અને ડિવાઈસના પ્રોટેક્શન માટે પાસવર્ડને બદલે પાસફ્રેઝનો ઉપયોગ કરી રહ્યા છે. અન્ય પાસવર્ડની સરખામણમીએ તેને ક્રિએટ કરવા સરળ હોય છે પરંતુ તેને ક્રેક કરવા અઘરું કામ છે. અલગ અલગ પ્લેટફોર્મ પર પાસવર્ડ બનાવવા અને તેને યાદ રાખવા સરળ બને છે ઉદાહરણ દ્વારા તેને સમજો...

માની લો કે તમે અમદાવાદમાં રહો છો. તો તમે I live in Ahmedabadમાંથી દરેક પ્રથમ અક્ષર મેળવીએ તો IliA બનશે. હવે એપ પ્રમાણે ફેસબુકનો f કે જીમેલનો g લીધો. સાથે જ હંમેશાં યાદ રહે તેવા નંબર્સ એડ કરી લીધા. તેમાં ડેટઓફ બર્થ કે યર સામેલ કરી શકો છો. હવે તમારો જીમેલ પાસવર્ડ IliAg2015 અને ફેસબુકનો પાસવર્ડ IliAf2015 બની શકે છે. આ રીતે તમે કોઈ પણ પાસફ્રેઝ બનાવી શકો છો.