તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિપોર્ટ:ફેસબુક પાસેથી યુઝર્સના ડેટા માગવામાં ભારત બીજા સ્થાને, જૂન મહિના સુધીમાં ભારતે 35 હજારથી વધારે રિક્વેસ્ટ મોકલી

5 દિવસ પહેલા
  • રિક્વેસ્ટના મામલે અમેરિકા પ્રથમ સ્થાને
  • ગ્લોબલ લેવલ પર ડેટા માટે સરકારની રિક્વેસ્ટ 23% વધી

ફેસબુકે કહ્યું કે તેના યુઝર્સના ડેટા સંબંધિત આ વર્ષે જાન્યુઆરીથી જૂન મહિના વચ્ચે ગ્લોબલી સરકારી રિક્વેસ્ટ 23% વધી છે. આ પ્રકારની રિક્વેસ્ટ મોકલવામાં અમેરિકા પ્રથમ સ્થાને અને ભારત બીજા સ્થાને છે.

ફેસબુકના રિપોર્ટ અનુસાર, આ દરમિયાન ભારતમાં 57,294 યુઝર્સ અને અકાઉન્ટ માટે કુલ 35,560 રિક્વેસ્ટ મોકલવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, 50% કેસના ડેટા ફેસબુકે રજૂ કર્યા છે. આ વર્ષે જૂન મહિના સુધીમાં ગ્લોબલી સરકાર દ્રારા મળેલી રિક્વેસ્ટમાં 23% વધારો થયો છે. રિક્વેસ્ટની સંખ્યા 1,73,875 થઈ છે.

ગત વર્ષે રિક્વેસ્ટની સંખ્યા 1,40,875 હતી. રિપોર્ટ પ્રમાણે, સૌથી વધારે 61,528 રિક્વેસ્ટ અમેરિકાથી મળી છે. આ રિક્વેસ્ટ 1,06,114 યુઝર્સ અથવા અકાઉન્ટ માટે કરવામાં આવી હતી. 88% કેસમાં કેટલાક ડેટા રજૂ કરવામાં આવ્યાં છે.

રિક્વેસ્ટના મામલે અમેરિકા, ભારત બાદ જર્મની, ફ્રાન્સ અને બ્રિટનનું સ્થાન છે. ફેસબુકે કહ્યું કે, તે કાયદા અને તેની સર્વિસિસ શરતોને આધારે સરકારી રિક્વેસ્ટના જવાબ આપે છે. કંપની મળેલી રિક્વેસ્ટની સમીક્ષા કાયદાને અનુસંધાને કરે છે.

ફેસબુક ઉપાધ્યક્ષ અને ડેપ્યુટી જનરલ કાઉન્સિલ ક્રિસ સોનડર્બીએ જણાવ્યું કે, અમે સરકારને લોકોની માહિતી સીધી રીતે પહોંચાડતા નથી. અમારું માનવું છે કે, જાણી જોઈને પોતાની સર્વિસ નબળી કરવાથી અમારા યુઝર્સની આવશ્યક સુરક્ષા પ્રભાવિત થશે.

ફેસબુકે કહ્યું કે, સમીક્ષાધીન સમયગાળા દરમિયાન, લોકલ કાયદા આધારે કન્ટેન્ટ પ્રતિબંધિત કરવાના મામલા 40% વધી 22,120 થયા છે. ભારતમાં 824 કન્ટેન્ટ બૅન કરવામાં આવ્યા છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો