ઈનબેસ કોલિંગ સ્માર્ટવૉચ:4,299 રૂપિયાની અર્બન સ્પોર્ટ્સ વૉચમાં સ્પીકર અને માઈક છે, કોલિંગની સાથે મ્યુઝિક પણ સાંભળી શકાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્પોર્ટ્સ વૉચ IPX68 વોટરપ્રૂફ રેટિંગ ધરાવે છે
  • યુઝર્સ આને ગૂગલ ફિટ અને એપલ હેલ્થ જેવી એપ્લિકેશન્સ સાથે પણ સિંક કરી શકે છે

ઈનબેસ કંપનીએ ભારતમાં બ્લુટૂથ કોલિંગ ફંક્શનવાળી સ્પોર્ટ્સ વૉચ અર્બન સ્પોર્ટ્સ લોન્ચ કરી છે. તેના ડાયલ પેડની મદદથી કોલને રિસીવ કે રિજેક્ટ કરી શકાશે. કંપનીએ કરેલા દાવા પ્રમાણે, આ વૉચ 45 દિવસનું સ્ટેન્ડબાય બેકઅપ આપે છે. વૉચને સ્પોર્ટી લુક આપ્યો છે. તે કોઈ પણ પ્રકારની એક્ટિવિટી દરમિયાન પહેરી શકાય છે. તેની કિંમત 4,299 રૂપિયા છે.

બ્લુટૂથ કોલિંગ માટે તેમાં બિલ્ટ-ઈન સ્પીકર અને માઈક પણ છે. તેની મદદથી યુઝર આરામથી કોલ કરી શકશે. આ સ્માર્ટવૉચ ઘણા સ્પોર્ટ્સ મોડ ધરાવે છે અને હવામાન વિશે પણ જણાવે છે. તે IPX68 વોટરપ્રૂફ રેટિંગ ધરાવે છે.

અર્બન સ્પોર્ટ્સના ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ વૉચમાં 1.28 ઇંચ IPS ટચસ્ક્રીન ડિસ્પ્લે આપી છે. આ વૉચમાં યુઝર મ્યુઝિક પણ સાંભળી શકે છે. વૉચમાં જે સ્પીકર આપ્યું છે તે HD સાઉન્ડ સપોર્ટ કરે છે. વૉચ યુઝરના હાર્ટ રેટ, બ્લડ પ્રેશર અને ઓક્સિજન લેવલ પર ધ્યાન રાખે છે,
  • યુઝર્સ આને ગૂગલ ફિટ અને એપલ હેલ્થ જેવી એપ્લિકેશન્સ સાથે પણ સિંક કરી શકે છે. આ સ્માર્ટવૉચ મેસેજ નોટિફિકેશન અને એક્ટિવિટી નોટિફિકેશન માટે વાઈબ્રેશન અલર્ટથી પણ સજ્જ છે. તેમાં 2 વર્ષનો ડેટા સ્ટોર રહેશે.
  • અર્બન સ્પોર્ટ્સ 45 દિવસ સ્ટેન્ડબાય અને ડેઈલી યુઝ પર 10 દિવસનું બેટરી બેકઅપ આપે છે. કોલિંગ ફંક્શન સાથે આ 3 દિવસનું બેકઅપ આપે છે. વૉચમાં ઘણા વૉચ ફેસ મળશે. યુઝર્સ પોતે ડિઝાઈન કરેલા ફેસ પણ યુઝ કરી શકે છે.
અન્ય સમાચારો પણ છે...