તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • In Whatsapp Now The Voice Message Can Be Reviewed Before It Is Sent, The Company Will Soon Launch This Feature.

વ્હોટ્સએપ યુઝર્સ આનંદો:હવે વોઈસ મેસેજ સેન્ડ કરતાં પહેલાં તેને રિવ્યૂ કરી શકાશે, કંપની ટૂંક સમયમાં આ ફીચર લોન્ચ કરશે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધી યુઝર્સને ઓડિયો મેસેજના પ્રિવ્યૂ માટે કોઈ ઓપ્શન મળતો નહોતો
  • આ ફીચર સાથે વ્હોટ્સએપ પ્લેબેક સ્પીડ્સ ફોર વોઈસ મેસેજ ફીચર પર પણ કામ કરી રહી છે

મેસેજિંગ એપ વ્હોટ્સએપ યુઝર્સને વધુ સારી સુવિધા આપવા માટે અવારનવાર નવાં નવાં ફીચર્સ લોન્ચ કરતી રહી છે. તેની હરોળમાં એક નવું ફીચર જોડાવા જઈ રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ ઓડિયો મેસેજનો પ્રિવ્યુ લઈ શકશે. અર્થાત યુઝર્સ અન્ય યુઝર્સને ઓડિયો મેસેજ સેન્ડ કરતાં પહેલાં એક વાર સાંભળી શકશે ત્યારબાદ સેન્ડ કરી શકશે. વ્હોટ્સએપનાં ફીચર ટ્રેક કરતી વેબસાઈટ WABetaInfoએ ટ્વીટ કરી આ અપકમિંગ ફીચરની માહિતી આપી છે.

આ ફીચર હાલ ટેસ્ટિંગ ફેઝમાં છે. કેટલાક બીટા યુઝર્સમાં આ ફીચર અવેલેબલ છે. આ ફીચરની માગ ઘણા સમયથી યુઝર્સ કરી રહ્યા હતા. ફીચર્સનો ફાયદો એ રહેશે કે હવે યુઝર વોઈસ મેસેજનો પ્રિવ્યૂ લઈ શકશે. આ પહેલાં યુઝર્સને આવી કોઈ સુવિધા મળતી નહોતી. એક વખત વોઈસ મેસેજ સાંભળી લીધા બાદ યુઝર્સ નક્કી કરી શકશે કે તેને સેન્ડ કરવો કે ડિલીટ કરવો. હાલ આ ફીચરનું બીટા યુઝર્સ પર ટેસ્ટિંગ થઈ રહ્યું છે.

વેબસાઈટે શેર કરેલા વીડિયો પ્રમાણે રિવ્યૂ બટન સેન્ડ બટનની ડાબી બાજુ જોવા મળશે. વોઈસ મેસેજ રેકોર્ડ કર્યા બાદ યુઝર્સને Reviewનો ઓપ્શન જોવા મળશે.

પ્લેબેક સ્પીડ્સ ફોર વોઈસ મેસેજ
વ્હોટ્સએપે બીટા યુઝર્સ માટે આ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચરની મદદથી યુઝર વોઈસ મેસેજની સ્પીડ બદલી શકે છે. તેમાં યુઝર્સને વોઈસ મેસેજમાં 1x, 1.5x અને 2xની સ્પીડનો ઓપ્શન મળશે. પહેલાં વોઈસ મેસેજ નોર્મલ સ્પીડમાં સંભળાશે. તેના પર ફર્સ્ટ ટેપ કરતાં સ્પીડ 1x, બીજી વાર ટેપ કરતાં 1.5x અને ત્રીજી વાર ટેપ કરતાં 2x થશે.

આ ફીચરમાં વોઈસ મેસેજની સ્પીડ વધારવાનો ઓપ્શન મળશે. સ્પીડ સ્લો કરવા માટે યુઝર્સને કોઈ ઓપ્શન નહિ મળે. આ ફીચર iOS અને એન્ડ્રોઈડના બીટા વર્ઝન પર અવેલેબલ થતાં કહી શકાય કે વ્હોટ્સએપ ટૂંક સમયમાં તેને ગ્લોબલી લોન્ચ કરી શકે છે.