• Gujarati News
  • Utility
  • Gadgets
  • In The Second Wave Of Coronavirus, Twitter Has Released An Advanced Search Feature To Make Medical Resources Easily Available To The Public. Tweets Can Be Searched By Location And Time Limit.

હેલ્પફુલ ફીચર:કોરોનાવાઈરસની બીજી લહેરમાં મેડિકલ રિસોર્સ લોકોને સરળતાથી મળી રહે તે માટે ટ્વિટરે એડવાન્સ સર્ચ ફીચર રિલીઝ કર્યું, લોકેશન અને ટાઈમ લિમિટ પ્રમાણે ટ્વીટ સર્ચ કરી શકાશે

9 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એડવાન્સ સર્ચ ફિલ્ટરની મદદથી યુઝર્સ પોતાની જરૂરિયાતના રિસોર્સના ટ્વીટને ફિલ્ટર કરી મદદ લઈ શકે છે
  • સ્પેસિફિક હેશટેગ, ટાઈમ પીરિયડ, ટ્વીટ ફિલ્ટર અને લોકેશન પણ કેટેગરાઈઝ કરી શકાશે

કોરોનાવાઈરસની બીજી લહેરમાં મેડિકલ રિસોર્સની અછતને કારણે લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ લઈ રહ્યા છે. ઓક્સીજન, હોસ્પિટલ કે પછી પ્લાઝ્મા ડોનર માટે યુઝર્સ સોશિયલ મીડિયાનો સહારો લઈ રહ્યા છે. તેને જોતાં ટ્વિટરને તેનું એડવાન્સ સર્ચ ફીચર રીવિલ કર્યું છે. આ ફીચરની મદદથી લોકોને મેડિકલ રિસોર્સ જલ્દી મળી રહે તે માટે કંપનીએ ટ્વીટ કરી તેની માહિતી આપી છે.

એડવાન્સ સર્ચ ફિલ્ટરની મદદથી યુઝર્સ પોતાની જરૂરિયાતના રિસોર્સના ટ્વીટને ફિલ્ટર કરી મદદ લઈ શકે છે. તેમાં સ્પેસિફિક હેશટેગ, ટાઈમ પીરિયડ, ટ્વીટ ફિલ્ટર અને લોકેશન પણ કેટેગરાઈઝ કરી શકાશે.

પોતાની આસપાસ જ મેડિકલ રિસોર્સ મળી રહે તે માટે યુઝર near youનો ઓપ્શન પસંદ કરી શકે છે. આ ઓપ્શનની મદદથી યુઝરે સિલેક્ટ કરેલા હેશટેગ અને કી વર્ડના તેની નજદીકની લોકેશનના ટ્વીટ જોવા મળશે. જેથી જલ્દી મેડિકલ રિસોર્સ મેળવી શકાય. તેના હેશટેગ સર્ચ કરીટોપ રાઈટમાં ટોગલ બટન પર ટેપ કરી near you ઓપ્શનની પસંદગી કરવાની રહેશે. આ ફીચરનો ઉપયોગ કરતાં સમયે તમારું લોકેશન ઓન રહે તે જરૂરી છે.

તમારી ટાઈમલાઈનમાં લેટેસ્ટ ટ્વીટ જોવા માટે તમે 'Sparkle'નો ઉપયોગ કરી શકો છો. તે હોમ ટાઈમલાઈનમાં ટોપ રાઈટમાં જોવા મળશે. તેના પર ટેપ કરી મોસ્ટ રિસન્ટ ટ્વીટ જોવા મળશે.

ટ્વિટરે આ ડેવલપમેન્ટ એટલા માટે રીવિલ કર્યું કારણ છે ગૂગલના ડેટા પ્રમાણે છેલ્લા કેટલાક દિવસોથી રેમડેસીવિર ઈન્જેક્શન, RT-PCR ઈન્જેક્શન, ઓક્સીજન સિલિન્ડર અને હોસ્પિટલ રિલેટેડ સર્ચની સંખ્યા વધી છે. તેથી એડવાન્સ ફિલ્ટર સર્ચની મદદથી યુઝર્સને તેમના મેડિકલ રિસોર્સ જલ્દી મળી રહે તે માટે કંપનીએ તેની જાહેરાત કરી છે.