તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ન્યૂ ફીચર:ભારતમાં ઈન્સ્ટાગ્રામે ટિકટોક જેવું શોર્ટ વીડિયો શેરિંગ ફીચર ‘રીલ્સ’ લોન્ચ કર્યું

3 મહિનો પહેલા
  • ‘રીલ્સ’ની મદદથી યુઝર્સ 15 સેકન્ડનો વીડિયો બનાવી તેને શેર કરી શકશે
  • ટિકટોકની જેમ ‘રીલ્સ’માં પણ મ્યૂઝિક અને ઈફેક્ટ ઉમેરી શકાશે
  • ફીચરમાં મ્યૂઝિક એક્સપિરિઅન્સ માટે કંપનીએ સારેગામા સાથે પાર્ટનરશિપ કરી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામે ભારતમાં તેનું લેટેસ્ટ ફીચર ‘રીલ્સ’ લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝર્સને ટિકટોક જેવો જ એક્સપિરિઅન્સ આપશે. અગાઉ તેને ટેસ્ટિંગ માટે ફ્રાન્સ અને જર્મનીમાં લોન્ચ કરાયું હતું, હવે ભારતીય યુઝર્સ પણ તેનો ઉપયોગ કરી શકશે. આ ફીચરથી યઝર્સ ઈન્સ્ટાગ્રામમાં 15 સેકન્ડના ક્રિએટિવ વીડિયો બનાવી તેને શેર કરી શકશે.

ઈન્સ્ટાગ્રામ ‘રીલ્સ’
આ ફીચર્સથી યુઝર 15 સેકન્ડના શોર્ટ વીડિયો બનાવી શકશે. ટિકટોકની જેમ રીલ્સમાં પણ મ્યૂઝિક અને ઈફેક્ટ ઉમેરી શકાશે. સાથે જ યુઝર્સને ટિકટોકની જેમ 'Duet' ફીચર પણ મળશે. આ ફીચરનો ઉપયોગ ન્યૂઝ ફીડના ટોપ પર સ્ટોરીઝ સેક્શનથી કરી શકાશે. વીડિયો બની ગયા બાદ યુઝર્સ તેને ઈન્સ્ટા સ્ટોરીમાં શેર કરી શકશે અને તેને સેવ પણ કરી શકશે. આ ફીચરમાં મ્યૂઝિક એક્સપિરિઅન્સ માટે કંપનીએ સારેગામા સાથે પાર્ટનરશિપ કરી છે. તેથી કોપી રાઈટની કોઈ સમસ્યા ન થાય.

ક્રિએટર્સ માટે એક અવસર
ટિકટોકની જેમ ઈન્સ્ટાગ્રામ આ ફીચરને ક્રિએટર્સ માટે એક અવસર માને છે. ઈન્સ્ટાગ્રામે ફીચર લોન્ચ કરતાં પહેલાં જ ક્રિએટર્સ સાથે પાર્ટનરશિપ કરી છે. લોન્ચિંગ પહેલાં આ ફીચર એમી વિર્ક, કોમલ પાંડેય જેવા ક્રિએટર્સના અકાઉન્ટ પર એક્ટિવ જોવા મળ્યું છે. ઈન્સ્ટાગ્રામના પ્રોડક્ટ વાઈસ પ્રેસિડન્ટ વિશાલ શાહના જણાવ્યા અનુસાર, રીલ્સના માધ્યમથી ભારતને નવા સુપરસ્ટાર મળશે.

ઉલ્લેખનીય છે કે સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ્સ બેન કરી છે. સૌથી મોટી અસર ટિકટોકને થતાં કંપનીએ યુઝર્સને ટિકટોકનો એક્સપિરિઅન્સ આપવા માટે આ ફીચર લોન્ચ કર્યું છે. હાલ ભારતમાં ટિકટોકના સ્વદેશી વિકલ્પ તરીકે ચિનગારી, રોપોસો સહિતની એપ્સ પસંદ બની છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો