ટેક ન્યુઝ:આઇકુ Neo 6 ફોન થઇ ગયો લોન્ચ, મળશે 4700mAhની બેટરી અને કિંમત ફક્ત 29,999 રૂપિયા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ભારતના મિડ રેન્જ સેગમેન્ટમાં એક નવો ફોન આવ્યો છે. ભારતમાં આઇકુનો આઇકુ Neo 6 નામનો એક નવો ફોન લોન્ચ થઈ ચુક્યો છે ત્યારે અહેવાલો તરફથી એવી માહિતી મળી રહી છે કે, આ એક દમદાર ફોન છે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 5G પ્રોસેસર મળે છે. તે 12 GB રેમ સાથે આવે છે. Neo 6 ખાસ કરીને ગેમિંગ પ્રેમીઓ માટે બનાવવામાં આવ્યો છે. તો ચાલો આ સ્માર્ટફોનની કિંમત અને તેના સ્પેસિફિકેશન્સ વિશે વધુ માહિતી મેળવીએ.

આઇકુ Neo 6ની કિંમત 29,999 રૂપિયાથી શરૂ
આઇકુ Neo 6 ને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે. 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 29,999 રૂપિયા છે, જ્યારે 12GB+256GB સ્ટોરેજની કિંમત 33,999 રૂપિયા છે. તમે તેને એમેઝોન અને આઇકુના સ્ટોર્સ પરથી ખરીદી શકો છો. આ ફોનમાં ડાર્ક નોવા અને સાયબર રેજ સહિત 2 કલર ઓપ્શન મળે છે. આ ફોનમાં 2 વર્ષનું એન્ડ્રોઇડ અપડેટ અને 2 વર્ષનું મંથલી સિક્યોરિટી અપડેટ મળશે.

આઇકુ Neo 6 સ્પેસિફિકેશન્સ

  • આઇકુ Neo 6માં 6.62 ઇંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 120હર્ટ્ઝ રિફ્રેશ રેટ સાથે આવે છે. તેનો ટચ સેમ્પલિંગ રેટ 360હર્ટ્ઝ છે.
  • આ સ્માર્ટફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 870 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. તે 12 GB રેમ અને 256 GB સ્ટોરેજને સપોર્ટ કરે છે.
  • આ સ્માર્ટફોનમાં 64 મેગાપિક્સલનો OIS પ્રાઈમરી કેમેરો, 8 મેગાપિક્સલનો વાઇડ એન્ગલ કેમેરા અને 2 મેગાપિક્સલનો મેક્રો સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 16 મેગાપિક્સલનો કેમેરો મળે છે.
  • આઇકુ Neo 6માં 4700mAhની બેટરી છે, જે 80W ફાસ્ટ ચાર્જરને સપોર્ટ કરે છે.
  • કનેક્ટિવિટી ઓપ્શનમાં 5G, 4G LTE, WI-FI, Bluetooth 5.2, GPS અને USB ટાઈપ-C પોર્ટ આપવામાં આવ્યા છે.