PUBG ગેમર્સ સાવધાન:અમેરિકન વેબસાઈટનો દાવો- APK ફાઈલથી નવી PUBG ગેમ રમનારા પ્લેયરની પ્રાવઈસીને જોખમ, કંપની યુઝર્સ ડેટા ચીન મોકલી રહી છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રિપોર્ટ પ્રમાણે, ભારતીય યુઝર્સ માટે નવાં નામ અને નવી પ્રાઈવસી સાથે લોન્ચ થયેલી ગેમ હજુ પણ ચીનના ટેન્સેન્ટના સર્વર પર કામ કરી રહી છે
  • CAITએ IT મંત્રાલયને પત્ર લખી નવી PUBG બૅન કરવાની માગ કરી છે

ક્રાફ્ટન PUBG મોબાઈલ ડેવલપરે 'બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા' ગેમ ઓફિશયલી ગેમ લોન્ચ કરી નથી. જો તમે PUBG લવર્સ છો તો તાજેતરના રિપોર્ટથી તમને દુ:ખ પહોંચી શકે છે. નવા રિપોર્ટ પ્રમાણે બેટગ્રાઉન્ડ્સ ઈન્ડિયા ડેટાને ચીન મોકલી રહી છે. IGN નામની અમેરિકન વેબસાઈટનો દાવો છે કે આ ગેમ ડેટા ચીનના કેપિટલ બેઈજિંગમાં મોકલી રહી છે. APK ફાઈલથી ગેમ રમી રહેલા યુઝર્સની પ્રાઈવસીને જોખમ છે.

આ પહેલાં બૅન કરાઈ હતી PUBG
રિપોર્ટમાં ચોંકાવનારી વાત સામે આવી છે. ભારતીય યુઝર્સ માટે નવાં નામ અને નવી પ્રાઈવસી સાથે લોન્ચ થયેલી ગેમ હજુ પણ ટેન્સેન્ટના સર્વર પર કામ કરી રહી છે. ગયા વર્ષે સરકારે PUBG સહિત 117 એપ્સ દૂર કરી હતી. ડેટા સિક્યોરિટીને ધ્યાનમાં રાખી સરકારે આ નિર્ણય લીધો હતો. ત્યારબાદ ક્રાફ્ટને ટેન્સેન્ટ સાથે પાર્ટનરશિપ તોડી ભારતીય યુઝર્સ માટે નવી ગેમ લોન્ચ કરવાની વાત કહી હતી. કંપનીએ કહ્યું હતું કે ભારતના નિયમનું પાલન થશે અને યુઝર્સના ડેટા ભારતમાં જ રાખવામાં આવશે.

અન્ય દેશમાં ડેટા મોકલી શકાતા નથી
નવા રિપોર્ટમાં ક્રાફ્ટનના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. કંપની હજુ પણ ચીનમાં ડેટા મોકલી રહી છે તે વાત ઉજાગર થઈ છે. IGN ઈન્ડિયાના ડેટા સ્નિફર એપની મદદથી આ વાત માલુમ કરી છે. હવે નવી બેટલગ્રાઉન્ડ્સ મોબાઈલ ઈન્ડિયા પર સવાલો ઉભા થયા છે. હવે ગેમિંગ કંપનીએ લીગલ પ્રોસેસમાંથી પસાર થવું પડી શકે છે.

CAITએ IT મંત્રાલયને પત્ર લખ્યો
ભારતના ઘણા પોલિટિકલ લીડર્સે નવાં અવતારમાં લોન્ચ થનારી PUBGને બૅન કરવાની માગ કરી છે. CAIT (કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા)ના સેક્રેટરી જનરલે IT મંત્રાલયને પત્ર લખી નવી PUBG બૅન કરવાની માગ કરી છે. સાથે જ તેને ભારતીય નાગરિકો માટે જોખમ ગણાવી છે.