વ્હોટ્સએપનું નવું ફિચર:એપથી થોડા સમય માટે બ્રેક લેવા માગો છો, તો વ્હોટ્સએપમાં ઇન્ટરેસ્ટિંગ ફિચર આવી ગયું છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં તેને એન્ડ્રોઈડ અને ioS બંને ડિવાઈસ માટે રોલઆઉટ કરવામાં આવશે
  • અત્યારે એપ પર ડિલીટ અકાઉન્ટનો ઓપ્શન છે, જે અકાઉન્ટને સંપૂર્ણ રીતે બંધ કરે છે

જો તમે વ્હોટ્સએપ પર આખો દિવસ આવતી નોટિફિકેશનથી હેરાન થાવ છો, તો વ્હોટ્સએપમાં એક નવું ફિચર આવી ગયું છે. આ ફિચરની મદદથી તમે ઈચ્છો ત્યારે બ્રેક લઈ શકશો અને ફરીથી વાપસી કરી શકશો. આ ફિચર કયું છે જાણીએ...

ફેસબુક- ઈન્સ્ટાગ્રામની જેમ લોગઆઉટ કરી શકાશે

  • વ્હોટ્સએપના અપડેટ અને ફિચર્સને ટ્રેક કરતી સાઈટ WaBetaInfoના નવા રિપોર્ટના અનુસાર, ટૂંક સમયમાં તમામ યુઝર્સને વ્હોટ્સએપમાં લોગાઉટનું ફિચર મળશે. છેલ્લા ઘણા સમયથી આ નવા ફિચર માટે માગ કરવામાં આવી રહી હતી. આ નવા ફિચરની મદદથી યુઝર્સ હવે વ્હોટ્સએપને પણ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામની જેમ લોગઆઉટ કરી શકશે.
  • વ્હોટ્સએપે લોગઆઉટનું ફિચર વર્ઝન 2.21.30.16માં આપ્યું છે. તેથી થઈ શકે છે કે કોઈ યુઝરના સ્માર્ટફોનમાં વ્હોટ્સએપનું આ વર્ઝન હોય પરંતુ તેની એપમાં લોગઆઉટનું ફિચર ન આપ્યું હોય. આવું એટલા માટે છે કેમ કે, હજી સુધી આ ફિચર તમામ લોકો માટે પબ્લિક નથી કરવામાં આવ્યું.
  • એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, લોગાઉટ ઓપ્શન આવ્યા બાદ ડિલીટ અકાઉન્ટનો ઓપ્શન નહીં રહે. ડિલીટ અકાઉન્ટથી યુઝરનું વ્હોટ્સએપ અકાઉન્ટ હંમેશાં માટે બંધ થઈ જાય છે.

વેબ વ્હોટ્સએપમાં પહેલાથી જ લોગઆઉટનું ફિચર

વર્તમાનમાં સામાન્ય યુઝર્સ માટે વ્હોટ્સએપના માત્ર વેબ વર્ઝનમાં લોગઆઉટનું ફિચર આપવામાં આવ્યું છે. વેબ વ્હોટ્સએપ પર લોગ ઈન કરવા માટે https://web.whatsapp.com/ પર જઈને તમારા સ્માર્ટફોનથી OR કોડ સ્કેન કરવાનો હોય છે. ત્યારબાદ લોગઆઉટ કરવા માટે આ સ્ટેપ ફોલો કરવાના હોય છે.

  • ચેટ્સની સાઈડ (લેફ્ટ)માં ટોપ પર ત્રણ વર્ટિકલ ડૉટ પર ક્લિક કરો.
  • એક મેનૂ ઓપન થશે, તેમાં નીચે લોગઆઉટના ઓપ્શન પર ક્લિક કરો.

તે ઉપરાંત તમારા સ્માર્ટફોન દ્વારા પણ વેબ વ્હોટ્સએપ પર લોગઆઉટ કરી શકો છો

  • એન્ડ્રોઈડમાં વ્હોટ્સએપ પર બનેલા ત્રણ વર્ટિકલ ડૉટ પર ક્લિક કરો અને ત્યાંથી વ્હોટ્સએપ વેબ પર ક્લિક કરો
  • iOsમાં સેટિંગમાં જઈને વ્હોટ્સએપ/ડેસ્કટોપ પર ક્લિક કરો. લોગઆઉટ ફ્રોમ ઓલ ડિવાઈસિસ પર ક્લિક કરો