અલર્ટ:લોન લેવા માટે આ ‘સરકારી વેબસાઈટ’નો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, હેકર્સ તમારા પર્સનલ ડેટા ચોરી કરી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફેક વેબસાઈટ પર હેકર્સ આધાર કાર્ડ, રાશન કાર્ડ અને PAN કાર્ડની ડિટેલ ચોરી કરી રહ્યા છે
  • સાયબરપીસ ફાઉન્ડેશનના ઓટોબોટ ઈન્ફોસેફ પ્રાઈવેટ લિમિટેડે આ કેસમાં તપાસ કરી

જો તમે લોન લેવા માટે ‘પ્રધાનમંત્રી યોજના લોન’ નામની વેબસાઈટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છો તો ચેતી જજો. દિલ્હી સ્થિતિ થિંક ટેન્ક સાયબરપીસ ફાઉન્ડેશને લોન લેનાર લોકોને અલર્ટ કર્યા છે. ફાઉન્ડેશનના જણાવ્યા પ્રમાણે, લોન લેનાર લોકોને લોભાવા માટે ‘પ્રધાનમંત્રી યોજના લોન’ નામથી એક ફેક વેબસાઈટ ડેવલપ કરાઈ છે. આ વેબસાઈટ પર લોકો સાથે ફ્રોડ થઈ રહ્યા છે. તેના પરથી લોકોની પર્સનસ ડિટેલ ચોરી કરવામાં આવી રહી છે. આ નામથી એપ પણ એક્ટિવ છે. જોકે તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી રિમૂવ કરવામાં આવી છે.

આ ફેક વેબસાઈટનાં માધ્યમથી હેકર્સ લોકોના આધાર કાર્ડ, રાશન કાર્ડ, PAN કાર્ડની ડિટેલ ચોરી કરે છે. ત્યારબાદ તેનો ખોટી રીતે ઉપયોગ કરે છે. સાયબરપીસ ફાઉન્ડેશનના ઓટોબોટ ઈન્ફોસેક પ્રાઈવેટ લિમિટેડે આ કેસમાં તપાસ હાથ ધરી છે.

ડૉટ કૉમનના નામથી ડોમેન એક્ટિવ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે વેબસાઈટ પાસે .comનું એક ડોમેન છે. જ્યારે ભારત સરકાર સંબંધિત વેબસાટ .gov.in અથવા .nic.in પર હોસ્ટ કરવામાં આવે છે. વેબસાઈટ પર ઘણી ગ્રામેટિલી ભૂલો જોવા મળે છે.

ફાઉન્ડેશને જણાવ્યું કે વેબસાઈટ www.pradhanmantriyojanaloan[.]com પર્સનલ માહિતી અને બેંક ખાતાની ડિટેલ માટે પૂછે છે. જ્યારે ગ્રાહક પોતાની પર્સનલ ડિટેલ આપે છે ત્યારે તેની પાસે એક થેન્ક્યુ મેસેજ આવે છે. આ પહેલાં આ નામથી એક એપ પણ એક્ટિવ હતી. એપનાં માધ્યમથી હેકર્સ એડ્રેસ પ્રૂફ સહિતની માહિતી યુઝર્સ પાસેથી પડાવી લેતા હતા.

વેબસાઈટ પર આ રીતે ચાઉં કરવામાં આવે છે પર્સનલ ડિટેલ
વેબસાઈટ પર રહેલો QR કોડ યુઝર્સ ડિકોડ કરે ત્યાર બાદ તેમને ફોનપે મર્ચન્ટ UPI સ્ટ્રિન્ગ મળે છે. UPI IDના વેરિફિકેશનનો પ્રયાસ કરવામાં આવે છે, પરંતુ તેને ઈનવેલિડ માનવામાં આવે છે. ત્યારબાદ ડિટેલ વેરિફાય કરવા માટે નવું પેજ ઓપન થાય છે. તેમાં મોબાઈલ નંબર અને OTP માગવામાં આવે છે. પ્રોસેસ પૂરી થયા બાદ 10 અંકોની રિસિપ્ટ મળે છે.

ગૂગલે 100 ઈન્સ્ટન્ટ લોન એપ્સ દૂર કરી
ગૂગલે અત્યાર સુધી ભારતમાં પ્લે સ્ટોરથી આશરે 100 ઈન્સ્ટન્ટ લોન એપ્સ રિમૂવ કરી છે. સરકારની તરફથી સંસદમાં જણાવાયું છે કે આ એપ્સ નિયમોનું પાલન કરતી નહોતી. યુઝર્સ અને સરકારી એજન્સીઓએ આ એપ્સ માટે વિરોધ વ્યક્ત કર્યો હતો. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યૌગિકી મંત્રાલયને ઈન્સ્ટન્ટ લોનના નામે છેતરપિંડીની અનેક ફરિયાદો મળી હતી.