તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • If You Receive An SMS From An Unknown Source For Vaccine Registration, Beware Before Downloading The Link, SMS Malware Can Steal Your Data

એન્ડ્રોઈડ યુઝર્સ અલર્ટ:વેક્સિન રજિસ્ટ્રેશન માટે અનનોન સોર્સ પરથી SMS આવે તો લિંક ડાઉનલોડ કરતાં પહેલાં ચેતી જજો, SMS માલવેર તમારો ડેટા ચોરી કરી શકે છે

5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આવા ફેક મેસેજની લિંક પર ક્લિક કરી પર્સનલ ડિટેલ શેર સબમિટ કરતાં જ ડેટા ચોરી થઈ શકે છે
 • આ માલવેર કોન્ટેક્ટ લિસ્ટ અને સેન્ડ તેમજ વ્યૂ ટેક્સ્ટ મેસેજની પરમિશન માગે છે

દેશમાં વેક્સિનેશનને વેગ આપવા માટે 18+નું વેક્સિનેશન શરૂ થયું છે. તેનો લાભ લેવા માટે હેકર્સ પણ એક્ટિવ બન્યા છે. હવે હેકર્સ SMS વૉર્મ માલવેરની આડમાં લોકોનો ડેટા ચોરી કરી રહ્યા છે. આ માલવેર યુઝર્સના ફોનમાંથી કોન્ટેક્ટ લિસ્ટની ડિટેલ ચોરી કરે છે. માલવેર રિસર્ચર લુકસે ટ્વીટ કરી આ માલવેરની માહિતી આપી છે.

તેના ટ્વીટ પ્રમાણે આ SMS માલવેર ભારતીય એન્ડ્રોઈડ યુઝર્સને ટાર્ગેટ બનાવી રહ્યો છો. લુકસે તેના સ્ક્રીન શૉટ પણ શેર કર્યા છે.

આ પ્રકારના માલવેર યુક્ત SMSને સાચા સમજી જો યુઝર તેમાં આપેલી લિંક પર ક્લિક કરી વેક્સિનેશન માટે રજિસ્ટ્રેશન કરે તો માલવેર કોન્ટેક્ટ લિસ્ટ અને સેન્ડ તેમજ વ્યૂ ટેક્સ્ટ મેસેજની પરમિશન માગે છે. જો યુઝર આ પ્રકારની પરમિશન આપી દે છે તો હેકર્સ માલવેર દ્વારા યુઝરના કોન્ટેક્ટ લિસ્ટ ચોરી કરી શકે છે.

ઓસ્ટ્રેલિયાની ફર્મ સાયબલના જણાવ્યા પ્રમાણે એક વખત યુઝર SMS વૉર્મ માલવેરની લિંક પર ક્લિક કરી દે છે તો તે પ્રાઈવેટ અકાઉન્ટ એક્સેસ અને સર્વિસ ઓપરેટ કરી શકે છે. તે યુઝરના ડિવાઈસમાંથી ડેટા પણ ડિલીટ કરી શકે છે.

આ પ્રકારના SMS માલવેરથી કેવી રીતે બચીને રહેશો

 • વેક્સિન રજિસ્ટ્રેશન માટે કોવિન પોર્ટલ કે આરોગ્ય સેતુ એપનો જ ઉપયોગ કરો.
 • કોઈ પણ એપ કે વેબસાઈટને અનનોન સોર્સ પરથી ડાઉનલોડ કે એક્સેસ કરતાં બચો.
 • SMS દ્વારા એપ ડાઉનલોડની લિંક આવે તો તેના પર ક્લિક ન કરો. કોઈ પણ એપ ડાઉનલોડ કરવા માટે પ્લે સ્ટોરનો જ ઉપયોગ કરો.
 • એપને પરમિશન આપતાં પહેલાં ચકાસો કે એપ કેવાં પ્રકારની પરમિશન માગી રહી છે.
 • ઓથેન્ટિક ન હોય તેવી ગમે તે .zip ફાઈલ પર ક્લિક ન કરો.
 • તમારા ડિવાઈસ અને સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને હેકર્સથી બચાવવા માટે ટુ ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખો.