જો તમે હજી સુધી ન્યૂ યર સેલિબ્રેશનનો પ્લાન નથી બનાવ્યો તો ચિંતા કરવાની જરૂર નથી. તમે 2 દિવસની અંદર સારા લોકેશન અને સ્ટેની વ્યવસ્થા કરી શકો છો. જાણો એવા 2 પ્લેટફોર્મ વિશે, જ્યાંથી તમને બંપર ડિસ્કાઉન્ટની સાથે ટિકિટ અને હોટેલ મળશે. આ પ્લેટફોર્મ પર તમે 10થી 15 મિનિટમાં પોતાની ન્યૂ યર ટુર પ્લાન કરી શકો છો.
સૌથી પહેલા સસ્તી ટિકિટ વિશે વાત કરીએ
સારી જગ્યાએ ઝડપથી પહોંચવા માટે એર ટ્રાવેલ બેસ્ટ ઓપ્શન છે. એટલે કે 2-4 કલાકમાં તમે દેશના કોઈપણ ભાગમાં પહોંચી શકો છો. સસ્તા એર ફેર માટે સ્કાઈ સ્કેનર બેસ્ટ પ્લેટફોર્મ છે. અહીં હંમેશાં તમને સારું ડિસ્કાઉન્ટ મળે છે. આ પ્લેટફોર્મ એર ટ્રાવેલ સાથે સંબંધિત વેન્ડર્સની ઓફરને સ્કેન કરીને તમને બતાવે છે. પછી ટિકિટ બુકિંગ માટે તે વેન્ડરની પાસે મોકલે છે. તમે આ પ્લેટફોર્મની એપ પણ ઈન્સ્ટોલ કરી શકો છો.
સ્કાઈ સ્કેનર આ રીતે કામ કરે છે
સ્કાઈ સ્કેનર પર યુઝર લોકેશન વગર વેન્યુ સર્ચ કરી શકે છે. આ ફીચર દેશ અથવા વિદેશની સૌથી સસ્તી એર ટ્રાવેલ જણાવે છે. એટલે કે દુનિયામાં સૌથી સસ્તી ફ્લાઈટ ક્યાં હશે તેની માહિતી તમને આપશે. તમે તમારા શહેરના લોકેશનની સાથે પણ સસ્તા ફેર સર્ચ કરી શકો છો. તમે નક્કી તારીખના હિસાબથી પણ સસ્તા એર ટ્રાવેલ ફેર સર્ચ કરી શકો છો.
હોટેલ અથવા રહેવાની વ્યવસ્થા
હોટેલ સર્ચ કરવા માટે આમ તો ઘણી વેબસાઈટ અને પ્લેટફોર્મ છે, પરંતુ booking.com તમને બજેટમાં હોટેલ બુક કરવાની સુવિધા આપે છે. અહીં હોટેલ સર્ચ કરવા માટે તમારે જગ્યા અને તારીખ નાખવાની હોય છે. તેના પછી તે તમને ઘણા ઓપ્શન બતાવે છે. તમે અહીં લો ટૂ હાઈ સિલેક્ટ કરીને સૌથી સસ્તી હોટેલ પણ જોઈ શકો છો. અહીં તમને ઘણી એવી હોટેલ પણ મળી જાય છે જેનું બુકિંગ પૈસા વગર પણ કરી શકાય છે. અહીં હોટેલ પર મળતા બીજા ડિસ્કાઉન્ટ અને ઓફર્સ પણ મળી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.