વ્હોટ્સએપ સમયાંતરે યુઝર ફ્રેન્ડલી ફીચર લોન્ચ કરે છે. તેની હરોળમાં કંપનીએ હવે ઈન એપ સપોર્ટ ફીચર ઉમેર્યું છે. તેની મદદથી વ્હોટ્સએપમાં કોઈ બગ અથવા અન્ય પ્રોબ્લેમનો રિપોર્ટ ડાયરેક્ટ કંપનીને કરી શકાશે. કંપની હાલ બીટા વર્ઝન પર તેનું ટેસ્ટિંગ કરી રહી છે. ટેસ્ટિંગ સફળ રહ્યા બાદ તેને ગ્લોબલી તમામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવશે.
વ્હોટ્સએપનાં ફીચરની માહિતી શેર કરતી વેબસાઈટ WABetaInfoના રિપોર્ટ પ્રમાણે, આ ફીચર એન્ડ્રોઈડનાં 2.20.201.5 અને 2.20.202.7 બીટા વર્ઝન પર લોન્ચ થયું છે. આ સુવિધાનો ઉપયોગ Contact us પેજનાં માધ્યમથી કરી શકાશે. અહીં યુઝરે ટેક્સ્ટ ફોર્મમાં તેની સમસ્યા લખીને મોકલવાની રહેશે.
નવાં ફીચરના ઉપયોગ માટે આ સેટિંગ ફોલો કરો
યુઝર્સે તેમની ફરિયાદ મોકલવા માટે વ્હોટ્સએપના Settings => Help => Contact usમાં જવાનું રહેશે. વ્હોટ્સએપ સંબંધિત કોઈ સમસ્યા ટાઈપ કરી તે સંબંધિત ફોટો અટેચ કરવાનો રહેશે. જોકે ફોટો ઓપ્શનલ રહેશે. ત્યારબાદ તેને સેન્ડ કરવાનું રહેશે. જોકે ટેક્સ્ટ મેસેજ, મીડિયા ફાઈલ્સ અને સ્ટેટસ અપડેટ્સ આ ફીચરના લૉગમાં સામેલ નથી.
વ્હોટ્સએપની સપોર્ટ ટીમ યુઝરની સમસ્યાનું નિરાકરણ લાવવામાં સફળ બનશે તો તે વ્હોટ્સએપ સપોર્ટ ચેટનાં માધ્યમથી યુઝર્સ સાથે વાત કરશે. રિપોર્ટ પ્રમાણે, રિપોર્ટ કરનાર અને સપોર્ટ ટીમની વાતચીત પૂરી થઈ ગયા બાદ ચેટ ક્લોઝ થઈ જશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.